જનોઈ પહેરવાના મૂળ નવ લાભો જાણો સાથે એ પણ જાણો કે જનોઈને જમણાં કાનમાં કેમ લપેટવામાં આવે છે…

જનોઈ પહેરવાના મૂળ નવ લાભો જાણો સાથે એ પણ જાણો કે જનોઈને જમણાં કાનમાં કેમ લપેટવામાં આવે છે… યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરવા એ પુરુષના જીવનમાં કેટલી મહત્વપૂર્ણ વિધિ છે, જાણો છો? જાણો જનોઈ પહેરવાના છે અનેક લાભ…


જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધ, બલબંધ, મોનિબંદ અને બ્રહ્મસુત્ર પણ કહેવામાં આવે છે. તેને યજ્ઞોપવિત કે ઉપનયન સંસ્કાર પણ કહેવામાં આવે છે. ‘ઉપનયન’ એટલે તમારી નજીકમાં નજીક કે સાવ પાસે હોય તે… કોઈ એવી વસ્તુ જે આપને બ્રહ્મા (ઈશ્વર) અને જ્ઞાનની સમીપ લઈ જનાર… હિન્દુ સમાજમાં બ્રાહ્મણ સહિત દરેક વર્ગની વ્યક્તિઓએ જનોઈ પહેરી શકવાની જોગવાઈ હોય છે. એવી માન્યતા હતી કે મહિલાઓએ જનોઈ ધારણ ન કરવું જોઈએ પરંતુ એવું નથી કે તેઓ ન પહેરી શકે.

 

View this post on Instagram

 

A post shared by K!lLeR (@veer_29.94) on


સ્ત્રીઓને જનોઈ પહેરવું વર્જ્ય એટલે પણ હતું કે તેને ધારણ કરનારે કડક નિયમોનું પાલન કરવું પડે છે. જેઓ ચૂસ્ત ધાર્મિક આચરણ અનુસરતા હોય તેમણે સરળ જીવન જીવવાનું રહે છે. જનોઈ ધારક વ્યક્તો નિયમોનું પાલન કરીને તંદુરસ્ત જીવન જીવી શકે છે. આજે આપણે જનોઈ પહેરવાના પ્રમુખ નવ ફાયદા જણાવશું.

૧ જીવ – જંતુઓથી પ્રતિકાર:


જેઓ જનોઈ પહેરે છે અને તેનાથી સંબંધિત નિયમોનું પાલન કરે છે, તેઓ મૂત્ર ત્યાગ કરતી વખતે તેમનું મોઢું બંધ રાખે છે અને અસ્વચ્છ હાથ ધોઈને જ બહાર આવે છે. આ રીતે જનોઈ ધારક અન્ય કોઈ પણ જગ્યાએ જો ગયા હોય તો તેઓ સ્વચ્છતાના આગ્રહી રહે છે. આ રીતે તેઓ ગંદકીથી અને જીવ – જંતુઓથી પ્રતિકાર મેળવે છે.

૨ કિડનીના રોગોથી મળે છે રક્ષણઃ


જનોઈ ધારણ કરનાર વ્યક્તિ માટે નિયમ છે કે બેસીને જ પાણી પીવું જોઈએ, એટલે કે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં. આજ અનુશાસન હેઠળ મૂત્ર ત્યાગ પણ બેસીને જ કરવું જરૂરી છે. ઉપરના બે નિયમોને પગલે કિડની પર દબાણ થતું નથી. જનોઈ ધારક જો, આ બે નિયમો ફરજિયાત પણે પાળે તો તેમને કદી પણ મૂત્ર સંબંધી રોગ થતા નથી.

૩ હૃદય રોગ અને બ્લડ પ્રેશરનું નિવારણ:


સંશોધન મુજબ, તબીબી વિજ્ઞાનમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો જનોઈપહેરે છે તે લોકોને અન્ય લોકોની તુલનામાં હૃદયની બિમારી અને લોહીનું દબાણ ઓછું રહે છે. શરીરમાં રક્ત પ્રવાહને નિયંત્રિત કરવા માટે જનોઈ પણ મદદરૂપ છે. ચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, જનોઈના હૃદયથી પસાર થવાથી હૃદય રોગની શક્યતા ઓછી થાય છે, કારણ કે તે રક્તના બ્રહ્મણને સરળતાથી પ્રસારિત કરી શકે છે.

૪ ત્વચાથી બચાવ:


શરીરે જનોઈ ધરાવતી વ્યક્તિને પેરિસિસ થવાની શક્યતાને ઘટાડે છે કારણ કે સામાન્ય રીતે દરેક વ્યક્તિને કહેવામાં આવ્યું હોય છે કે લઘુશંકા કરતી વખતે તેમણે મોં બંધ કરીને દાંત પર દાંચ દબાવીને રાખવા જોઈએ. મૂત્ર ત્યાગ કરતી વખતે જે વ્યક્તિ આવું કરે તેમને કદી પણ લકવો થવાની શક્યતા રહેતી નથી.

૫ કબજિયાતથી બચાવ:


જનોઈ ધારક માટે એક નિયમ એવો પણ છે કે તેમણે મળત્યાગ સમયે જનોઈને કાન ઉપર કસોકસ રીતે વીંટવાનું રહે છે. આમ કરવાથી, કાન દ્વારા પસાર થતા ચેતાતંત્ર પર દબાણ આવતું હોય છે, જે આંતરડાથી સીધી રીતે સંબંધિત હોય છે. આ ચેતાતંત્ર પરના આવતા દબાણને કારણે કબજિયાત રહેતું નથી. અને નિયમિત રીતે પેટ સાફ થતું રહે ત્યારે શરીર અને મગજ બંને તંદુરસ્ત રહે છે.

૬ શુક્રાણુઓનું રક્ષણ:


જનોઈ જ્યારે કાનની આસપાસ વીંટળાય છે ત્યારે જે ચેતા દબાય છે તે કર્કરોગ અને ગુપ્તઇન્દ્રીઓથી પણ સંબંધિત હોય છે. મૂત્ર ત્યાગ દરમિયાન, જનોઇ જમણા કાન પર લપેટીને, નસો દબાવવામાં આવે છે, જેમાંથી વીર્ય ઉદ્ભવે છે. આવા કિસ્સાઓમાં, શુક્રાણુઓનું અજાણતા જ રક્ષણ થાય છે. તે મનુષ્યની શક્તિ અને ગતિને વધારે છે.

૭ મેમરીની સુરક્ષા:


દરરોજ કાનમાં જનોઈ બાંધવાથી અને તેને ચૂસ્ત રીતે લપેટવાથી સ્મરણશક્તિ પર પણ અસર પડે છે. ઉલ્ટાનું યાદશક્તિમાં વધારો થાય છે. કાન પરના દબાણને લીધે મગજની ચેતા સક્રિય થાય છે, જે સ્મરણશક્તિથી સંબંધિત હોય છે. ખરેખર, ભૂલો કરતી વખતે બાળકોના કાનને પકડીને અથવા કાનની બૂટને આમળવા પાછળનું આ મુખ્ય કારણ હોય છે.

૮ વર્તનની ચોકસાઈથી માનસિક બળ વધારવા:


ખભા પર જનોઈનું હોવું એ એક પ્રકારે માનસિક જવાબદારી છે, તે માત્ર અનુભૂતિને કારણે છે કે માણસ ખરાબ કાર્યોથી દૂર રહે છે. શુદ્ધતા અનુભવીને, આચરણ શુદ્ધ બને છે. વર્તનમાં શુદ્ધતા આણવાની સાથે જનોઈ ધારકનું માનસિક બળ વધે છે.

૯ દુષ્ટ આત્માઓથી રક્ષણ:


એવું માનવામાં આવે છે કે દુષ્ટ આત્માઓ જેણે જનોઈ પહેરે છે તેનાથી દૂર રહે છે, તેમને હાનિ પહોંચાડતા નથી. આના માટેનું કારણ એ છે કે જનોઈ ધારણ કરનાર વ્યક્તિ શુદ્ધ સ્વયંસ્ફુરિત બને છે અને તે વ્યક્તિમાં આપમેળે આધ્યાત્મિક શક્તિ વિકસે છે.

એવું માનવામાં આવે છે કે શરીરની પાછળની સપાટી પર રહેલી કુદરતી રેખાઓ છે જે માણસના શરીરમાં વિદ્યુત પ્રવાહ તરીકે કાર્ય કરે છે. આ રેખાઓ જમણેથી ખભાથી કમર સુધી સ્થિત છે. જે જનોઈને ધારણ કરનારને આ કુદરતી રીતે પ્રસારિત થતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત થાય છે, જેને કારણે તમને અકારણ આવતો કામ – ક્રોધ પર પણ નિયંત્રણ રાખવામાં મદદરૂપ રહેતું હોય છે.


જનોઈ મનુષ્યના આવેગોને નિયંત્રિત કરે છે, તથા તે કબજિયાત, એસિટીટિ, પેટને લગતા રોગ, મૂત્રાશયને લગતા રોગ, હાયપરટેન્શન, હૃદય રોગ તથા અન્ય ચેપી રોગો, જનોઈ ધારણ કરવાને લીધે અટકી જાય છે. કાનમાં જનોઈ પહેરવાથી મનુષ્યમાં સૂર્ય નાડી ઉજાગર થાય છે. કાન પર પરંપરાગત રીતે વીંટાળવાથી પણ પેટના વિકાર અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. જનોઈ પહેરેલ વ્યક્તિ નિયમો દ્વારા બંધાયેલ છે. તે મળ વિસર્જન પછી તેને અડકી શકતો નથી જ્યાં સુધી તે હાથ પગ ધોઈને કે સ્નાન કરી ન લે. તેથી, તે પોતાના જનોઈને કાનથી લપેટીને તેને અશુદ્ધ થતાં અટકાવવા લપેટે છે. આ રીતે જનોઈ ધારકને દાંત, મોં, પેટ, કૃમિ, બેક્ટેરિયાના રોગથી રક્ષણ આપે જ છે. તેમજ જનોઈ પહેરવાનું સૌથી ફાયદાકારક હૃદયના દર્દીઓને છે.


હિન્દુ ધાર્મિક માન્યતામાં જનોઈ ગ્રહણ કરવાની વિધિ કે પ્રથા એ ફકત કોઈ ઔપચારિક પરંપરા જ નથી પરંતુ વ્યક્તિના શરીર શાસ્ત્ર સાથે જોડાયેલ વૈજ્ઞાનિક કારણ પણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ