આપના રોજના જીવનમાં આપણે દૂધ પીએ છીએ તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે. પ્રોટીન કેલ્શિયમની સાથે પોટેશિયમ અને વિટામીન્સથી ભરાપોરર હોય છે દૂધને એક સંપૂર્ણ આહાર કહેવામા આવે છે. તે પેટ ભરવાની સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણુ લાભદાયક છે પરંતુ, દૂધને લઈને કોઈને કોઈ સંશોધન સામે આવે છે.

ઘણા લોકો એવો દાવો કરે છે કે, દૂધ પીવુ આપણા માટે કેટલું સારું છે. કેટલાક દાવો કરે છે કે, વધુ પડતુ દૂધ પીવુ આપણા સ્વાસ્થય માટે નુકશાનકારક છે, ઘણા લોકો એ જાણતા નથી. દૂધ સાથે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ ના ખાવી જોઈએ. જો તમારા મનમા પણ દૂધને લઈને કોઈ સમસ્યા છે, તો આજે આપણે જાણીએ.
રોજ કેટલુ દૂધ પીવુ જોઈએ ?
દરેક વ્યક્તિ માટે એક જ પેરામીટર યોગ્ય નથી હોતુ તેથી, દરેક વ્યક્તિની દૂધ સાથે જોડાયેલી જરૂરિયાત પણ તેની ઉમર મુજબ નિર્ભર કરે છે. તેથી, ઉમરના હિસાબથી જાણો ક્યા વ્યક્તિને કેટલું દૂધ પીવું જોઈએ.
૧ થી ૩ વર્ષ :

એક થી ત્રણ વર્ષથી ઉમરના બાળકોએ રોજે ૧૦૦ થી ૨૦૦ મિલીલીટર દૂધ પીવું જોઈએ. તેથી તેમણે ઉમર વધવાની સાથે યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી શકે છે. દૂધ સિવાય બાળકોને દૂધ અને દહીથી બનેલા વસ્તુ પણ આપી શકે છે.
૪ થી ૧૦ વર્ષ :
ચાર થે દસ વર્ષના બાળકોને દરરોજ ૨૦૦ થી ૩૦૦ મિલી લિટર દૂધ પીવું જોઈએ. જેનાથી તેમના હાડકાં મજબૂત બનવામાં મદદ કરે છે. સાથે જ તેમણે બીજી ડેરી વસ્તુઓ પણ આપવા જોઈએ.
૧૧ થી ૧૮ વર્ષ :

આટલી વર્ષની ઉમરના બાળકોને રોજે ઓછામાં ઓછું ૩ કપ દૂધ પીવું જોઈએ. કેમાં કે તે દરમિયાન તેમનો શારીરીક અને માનસિક વિકાસ ઝડપથી વધારે છે અને દૂધ તેમની મદદ કરી શકે છે.
૧૮ વર્ષથી વધુ ઉમરના લોકો :
આટલી વર્ષની ઉમરના લોકોને રોજે ૧ થી ૨ ગ્લાસ દૂધ પીવું જોઈએ કેમકે આ ઉમરમાં તેમણે રોજે ૬૦૦ મિલિગ્રામ કેલ્શિયમ જરૂરિયાત હોય છે.
દૂધ સાથે આ વસ્તુ ન લેવી જોઈએ :
તેની સાથે ફળ ન ખાવા :
ઘણા લોકોને ફળોના શેક બનાવીને પિતા હોય છે તેવી વસ્તુ તેને ખૂબ પસંદ હોય છે પરંતુ આયુર્વેદની સાથે એક્સપર્ટ્સનું પણ માનવું જોઈએ. દૂધને ફળની સાથે ફળ ન ખાવું જોઈએ. આની તાસીર ઠંડી હોય છે જ્યારે કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરે ફલોની તાસીર ગરમ હોય છે. તેથી ગરમ અને ઠંડી તાસીર સાથે ન લેવી જોઈએ તેનાથી પાચન તંત્રને ખરાબ અસર કરે છે આનાથી કબજિયાત, શરદી, ઉધરસ, એલર્જી અને ફોલ્લી જેવી તકલીફ થઈ શકે છે.
આની સાથે ખાટી વસ્તુ ન લેવી :
વિટામિન થી ભરપૂર અથવા કોઈ પણ ખાતા ફળ જેવા કે સંતરા. લીંબુ, મોસંબી, આમળા વગેરે જેવા ફળો ન ખાવા જોઈએ. આયુર્વેદ પ્રમાણે આની સાથે દૂધ ઝેરી બની જાય છે. તેનાથી પાચનની સાથે સ્કીન સાથે સંકળાયેલી બીમારી થઈ શકે છે.
આની સાથે પ્રોટીની વસ્તુ ન ખાવી જોઈએ :
દૂધને પ્રોટીન સાથે ન લેવું જોઈએ અને બીજા સ્ત્રોત સાથે ક્યારે પણ ભેળવીને ન લેવું જોઈએ. આ કારણ છે કે તેની સાથે મીટ, ચિકન, માછલી અને દાળ જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. દૂધમાં પ્રોટીન રહેલું હોય છે. આનાથી પેટમાં ભારેપણું આવી શકે છે. પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.