જાણો, પેશાબમાં એવું તે શું તત્વ હોય છે જે શરીરમાંથી નીકળી ગયા બાદ અતિશય દુર્ગંધ છોડે છે…

ડાયાબિટિઝના કે તાવનું ઇન્ફેક્શન હોય તેવા દર્દીઓના પેશાબમાં ખાસ આવે છે દુર્ગંધ, સામાન્ય લોકોના યુરિનમાંથી થોડી થોડી વાસ તો આવે જ છે. જાણો એવું શા માટે થતું હોય છે… પેશાબમાં આવતી દુર્ગંધથી પરેશાન છો? જાણો તેની પાછળ શું કારણ છે…

આપણે મૂત્રવિસર્જન કર્યા બાદ જો તરત પાણીથી સાફ ન કરીએ તો મૂત્રાલયમાં દુર્ગંધ આવવા લાગે છે. પેશાબમાંથી આવતી દુર્ગંધ અતિ તિવ્ર અને અકળાવનારી હોય છે. ક્યારેક તો જાહેર મૂત્રાલયો અને સ્નાનાગારમાં તો પગ પણ મૂકવાનું મન ન થાય અને અંદર જઈએ તો અસહ્ય વાસ આવે અને તે જગ્યા લપસી પડાય એવી ચિકણી પણ લાગે છે. ખરી વાત તો એ છે કે આ પેશાબમાં એવું તે શું તત્વ હોય છે જે શરીરમાંથી નીકળી ગયા બાદ અતિશય દુર્ગંધ છોડે છે…

પેશાબમાં દુર્ગંધ આવવાના છે અનેક કારણો…

પેશાબને શિવાંબુ પણ કહેવાય છે. આ શિવાંબુ એટલે સવારે જાગીએ ત્યારે જે પહેલો પેશાબ ઉતરે તે એકદમ સ્વાસ્થ્યપૂર્ણ હોય છે એવું દેશી વૈદુંમાં જૂના માણસો કહેતાં. તેને એક સ્વચ્છ વાસણમાં લઈને થોડા પ્રમાણમાં નરણે કોઠે પી પણ જવું જોઈએ. કોઈને ચામડીની તકલીફ હોય કે માથાનો ખોડો હોય તેમાં પણ આ શિવાંબુનો ઉપયોગ થાય છે. પરંતુ સમય જતાં આ ચિકિત્સાનો પ્રયોગ તદ્દન ઘટી ગયો છે. એમાં એવું છે કે આપણી જીવનશૈલી પહેલાંના જમાના કરતાં સાવ બદલાઈ ગઈ છે તેમજ આપણી ખાણીપીણીની ટેવો અને સૂવા – જાગવાની આદતોમાં પણ બહુ ફરક આવી ગયો છે તેને કારણે આપણા શરીરમાં પણ અનેક ફેરફારો જોવા મળે છે. નાની ઉંમરે ડાયાબિટિઝ થવું કે મેદસ્વીતાનું પ્રમાણ પણ લોકોમાં વધતું જવું.

તેમ જ વાઈરલ તાવ અને ઇન્ફેક્શનના વાસરા પણ વધ્યા છે જેને કારણે આપણાં શરીરમાં અનેક તકલીફો વધવા લાગે છે. જેને કારણે શરીરમાં ઝેરીલા તત્વોનો ભરાવો થાય છે. જે શરીરમાંથી અપચાની રીતે ઘન પદાર્થ મળમાંથી અને પ્રવાહી પદાર્થ મૂત્ર વાટે બહાર આવે છે. એક રીતે જોવા જઈએ તો મેડિકલ ટર્મમાં વપરાતા શબ્દ મુજબ પેશાબમાંથી જે પણ પદાર્થોનું ઉત્સર્જન થાય છે તે બધું જ શરીરમાં રહેલ ટોક્સીક છે. ઝેરીલા પદાર્થો કે શરીરને માટે બીનજરૂરી હોય એવા દરેક તત્વો આ રીતે બહાર ફેંકાઈ જાય છે. શરીરમાં કોઈ ગંભીર બીમારીની શરૂઆતનું લક્ષણ હોઈ શકે પેશાબમાં આવતી તિવ્ર દુર્ગંધ અથવા તો શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું પણ કારણ હોઈ શકે.

પેશાબમાંથી દુર્ગંધ આવવાના સામાન્ય અન્ય કારણો પણ જાણીએ…

શરીરના અવયવોમાં કોઈ ખામી આવવાથી…

શરીર માટે નકામા કે ઝેરીલા પદાર્થો મૂત્રાશય કે હોજરીમાં ભરાવો થાય છે જે ઉત્સર્ગતંત્ર દ્વારા બહાર આવી જાય છે. એ મુજબ જો યુરિન સાથે જોડાયેલ કોઈ પણ અંગમાં ખામી હોય તો પેશાબમાં બળતરા થઈ શકે છે અને એવા પેશાબમાં દુર્ગંધ પણ વધારે આવતી હોય છે. શરીરના મૂત્રાશય અંગમાં સડો કે સંક્રમણને કારણે પણ પેશાબમાંથી દૂર્ગંધનું પ્રમાણ વધી જતું હોય છે.

ડિહાઈડ્રેટ બોડી

એક વૈજ્ઞાનિક તારણ મુજબ સૌને જાણ છે કે આપણાં શરીરમાં ૭૦% પાણી છે. આપણે કોઈ કારણસર ઓછા પ્રમાણમાં પીવાય તો શરીરમાંથી પાણીનું સંતુલન ઘટે છે. દિવસના ૮થી ૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. વધતી જતી ગરમીને કારણે શરીરમાંથી પરસેવો ખૂબ વહે છે અને કાર્ય કરવાની ઊર્જા ક્ષમતા પણ ઘટે છે. જો પાણીનું સ્તર ઘટે ત્યારે સામાન્ય સ્થિતિમાં આવે તેના કરતાં પેશાબમાંથી વધારે દુર્ગંધ આવવા લાગે છે.

અસંતુલિત આહાર

આપણો ખોરાખ અને ખાવાની ટેવો પણ સતત બદલાતી રહે છે. અનિયમિત ભોજન્નો સમય અને મસાલેદાર, ચટપટું, તળેલું અને તામસી ખોરાક જો વધારે ખવાય તો હોજરીમાં બળતરા થાય છે અને પેશાબ કરતી વખતે પણ બળતરા અને પીડાદાયક પેશાબ આવે છે. આવી સ્થિતિમાં દુર્ગંધ પણ વધારે આવે છે.

મૂત્રાશય અને પેશાબની નળીઓમાં ચેપની શક્યતા…

શરીરના ઉત્સર્ગતંત્રોમાં ચેપની સંભાવનાને કારણે પણ પેશાબમાં દુર્ગંધ આવવી એક પ્રકારની બીમારીનું લક્ષણ હોઈ શકે છે. પેશાબ પસાર થતી નળીઓમાં કે પછી સ્ત્રીઓમાં ગર્ભાશયમાં થતું સંક્રમણ પણ પેશાબમાં આવતી વાસનું કારણ હોઈ શકે છે.

ડાયાબિટિઝના દર્દીનો પેશાબ વધારે દુર્ગંધવાળો હોય છે.

જેમને ડાયાબિટિઝ થવાની શક્યતા હોય કે શરૂઆતનો તબક્કો હોય એમના પેશાબની સ્મેલ થોડી બદલાયેલી લાગવા માંડે છે. આ એક સંકેત સમજી શકાય છે. શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી જવાથી પેશાબ જાડો, ચીકણો અને તિવ્ર દુર્ગંધવાળો આવે છે. અમુક કિસ્સામાં પેશાબનો રંગ પણ ઘાટો પીળો કે બદામી રંગનો પણ થાય છે.

સ્વચ્છતા પર ધ્યાન ન આપવાથી…

આપણું શરીર તેના ગુણધર્મો એવા છે કે એક દિવસ પણ ન નહાઈએ તો શરીરમાંથી વાસ આવવા લાગે છે. એમાંય ગુપ્તાંગ અને ઉત્સર્ગઅંગોની સફાઈની ખાસ કાળજી રાખવી જોઈએ.

ટ્રાઇમેથિલેમિનોરિયા

આને ગર્ભાશયને લગતો એક રોગ કે તકલીફ કહી શકાય છે. માસિક સ્ત્રાવમાં આવતી અનિયમિતતા અને તેના પ્રવાહમાં આવતી ઓછું વધુ પ્રમાણ આવે છે. આ અનુશાંગિક કે વ્યક્તિગત રોગ પણ થઈ શકે છે. આ તકલીફ ધરાવતી મહિલાઓના યુરિનમાં સ્મેલ આવે છે.

ગર્ભાવસ્થાને કારણે…

સગર્ભા સ્ત્રીઓના યુરિનમાંથી વિશેષ પ્રકારની ગંધ આવવા લાગે છે. જે સ્ત્રીને શરૂઆતના તબક્કામાં હજુ એમની પેગનેન્સી વિશે ખ્યાલ ન આવ્યો હોય ત્યારે તેઓ જો એમના પેશાબની બદલાયેલી વાસ પરથી અદાજ લગાવી શકે છે. આ સમયમાં તેઓ ડોક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવીને પોતાની ગર્ભાવસ્થાને કન્ફર્મ કરી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ