બુદ્ધિ અને ધનને પ્રભાવિત કરે છે આ આંકડા. બુદ્ધ ગ્રહ સાથે પણ જોડાયેલ છે તેનો સંબંધ…

આ અંકો તમારી બુદ્ધિ અને ધનની વૃદ્ધિને કરી શકે છે નિયંત્રિત. જાણો શું છે બુદ્ધ ગ્રહની અસરને બળ આપનાર આ અંકો કયા કયા છે… બુદ્ધિ અને ધનને પ્રભાવિત કરે છે આ આંકડા. બુદ્ધ ગ્રહ સાથે પણ જોડાયેલ છે તેનો સંબંધ…

શું તમે જાણો છો કે કેટલાક વિશિષ્ટ નંબર હોય છે જે તમારી બુદ્ધિ અને ધનને નિયંત્રિત કરે છે. હા, અને આ ખાસ પ્રકારે શુભ ફળદાયી ચમત્કારિક સંખ્યા છે – પાંચ. કોઈપણ મહિનામાં ૫, ૧૪ અથવા ૨૩મી તારીખે જન્મેલા લોકોમાં પાંચ મુખ્ય અંક હોય છે. કારણ કે આ અંકોનો સરળવાળો પાંચ થાય છે. આ બુધની સંપૂર્ણ સંખ્યા છે. આ અંકને બુદ્ધિની વૃદ્ધિ માટેનો આ સૌથી મહત્વનો અંક કહેવાય છે. આ અંકથી પ્રભાવિત લોકો સ્વભાવે એકદમ ઓલરાઉન્ડર્સ હોય છે. ચાલો જાણીએ આ નંબર સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો.

બુધનો જાદુઈ અંક છે – પાંચ

આ નંબરના લોકો ખૂબ જ આકર્ષક હોય છે. આ જ કારણ છે કે તેઓ ખૂબ જ સરળતાથી મિત્રો બનાવી લઈ શકે છે. આ લોકો માનસિક રીતે ખૂબ જ મજબૂત હોય છે. કોઈપણ સંજોગોમાં દરેક પરિસ્થિતિ ખૂબ જ સરળતાથી માર્ગ શોધી લઈ સફળ થઈ જાય તેવા સ્વભાવના હોય છે. તેમના સ્વભાવમાં નવા વિચારો અને વિચારધારાઓને અપનાવવાની અને તેનું અમલીકરણ પણ કરવાની ટેવ તેમનામાં જોવા મળે છે. ધન સંપત્તિની બાબતો અંગેની તેમની સમજણ અદભુત હોય છે. એ આશ્ચર્યજન છે કે તેઓ પૈસા અને રોકાણોને લગતા નિર્ણયો પણ સરળતાથી લઈ શકે છે.

આ અંકના જાતકોની નબળાઈ શું છે? જાણો

આ સંખ્યાના લોકો તેમના વિચારો ખૂબ જ ઝડપથી બદલી નાખે છે. વધુ પૈસા કમાવવાના ચક્કરમાં ઘણીવાર અન્ય વસ્તુઓની અવગણના કરી બેસે છે. તેથી યોગ્ય સમયે સારી તક ગુમાવી પણ બેસવાનો વારો આવી જઈ શકે છે. તેઓ ઘણીવાર વસ્તુઓ છુપાવતા જોવા મળે છે, એટલે કે સરળતાથી ખોટું પણ બોલી લઈ શકે છે. તેમને કોઈ નાનો મોટો માનસિક રોગ અને નર્વસ સિસ્ટમની સમસ્યા વધારે પ્રમાણમાં થઈ શકે છે. કેટલીકવાર ત્વચા સંબંધિત રોગ કે તકલીફ થવાની સમસ્યા રહે છે. તેઓ નાની ઉંમરે ખરાબ સોબતના આકર્ષણનો શિકાર બની શકે છે.

લાભ માટે આ નંબરના લોકોએ શું કરવું જોઈએ?

પાંચ નંબરના જાતો કે જેમ બને એમ વધુ લાભદાયક જીવન જીવવા માટે કેટલીક કાળજી જરૂર લેવી જોઈએ. જેમાં સૌથી પહેલું તો એ સલાહભર્યું છે કે તેમણે બિનજરૂરી તાણને ટાળીને હળવાશ ભર્યું જીવન જીવવાની જરૂર રહે છે. જે જન્મજાત અને સ્વભાવગત છે તેનાથી વિપરીત એક એવી ટેવ પાડવી જોઈએ કે માત્ર પૈસા પાછળ દોડશો નહીં. માનસિક સમસ્યાઓ અને ગભરાટના લીધે સ્વાસ્થ્ય ઉપર અસર કરે એવા પ્રસંગોને ટાળો. ખુશ રહેવા તેજસ્વી રંગોનો ઉપયોગ કરો. પાંચ નંબરના જાતકોને આર્થિક કે માનસિક સમસ્યા હોય તો હીરા અથવા લીલા રંગનો પન્નો પહેરો. આ માર્ગ અપનાવવાથી આપને જરૂર ફાયદો થશે. પૂજા પાઠ કે મંત્ર જાપ કરવાથી તેમને હંમેશા લાભ થશે. જેમાં બુદ્ધને આરાધ્ય મંત્રનો પણ જાપ કરી શકાય.

શું તમારા બોસ સાથે તાલમેલ જાળવી રાખવા ઇચ્છો છો? તો આ ઉપાય જરૂર કરો.

તમારા કાર્યસ્થળ પર ઉપરી સાથે જો અણબનાવ ચાલતો હોય કે પ્રમોશન અટકી જતું હોય અથવા તો તમે તમારા બોસને ખુશ કરવા ઇચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરવો. તમારી ઓફિસ તમારી આવકનું સ્થાન છે તેથી ધન સંપત્તિ વૃદ્ધિની કામના કરીને રોજ સવારે પ્રાતઃકાળ જાગીને સ્નાનાદિ ક્રિયા પતાવીને સૂર્યને લાલ ફૂલો ચડાવીને જળ અર્ઘ્ય અર્પણ કરો. ઘરેથી ઓફિસ જતી વખતે દરરોજ ગોળ ખાઈને મોં મીઠું કરીને ઘર છોડો. આપના ખીસામાં લાલ રંગનો રૂમાલ સાથે રાખવાના આ ઉપાય કરવાથી પણ આર્થિક લાભ જરૂર થશે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ