જો તમે આ ખાતું ખોલાયુ હશે તો જ મળશે સરકારી યોજનાનો લાભ, નહિં તો રહી જશો, જાણો વધુ વિગતો

પ્રધાનમંત્રી જનધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojana ) અંતર્ગત ઝીરો બેલેન્સ પર ખાતુ ખોલાવી શકાય છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 40 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે.

2015માં દેશમાં એ પરિવારને બેંક સાથે જોડવામાં આવ્યા હતા જેમના બેંકમાં ખાતા જ નહતા. અત્યાર સુધીમાં ઘણા નીચલા સ્તરના લોકોને આ યોજના હેઠળ બેંક ખાતામાં આવરી લેવામાં આવ્યા છે. 20 કરોડથી વધુ મહિલાઓ પોતાનું જનધન એકાઉન્ટ ખોલાવી ચુકી છે.

image source

પ્રધાનમંત્રી જનધન યોજાના( Pradhan Mantri Jan Dhan Yojana ) માં ખાતુ ખોલવવાના ફાયદાઓ

આ ખાતામાં જે જમા રકમ થે તેના પર વ્યાજ મળે છે

એક લાખ રૂપિયાનું અકસ્માત માટે વીમા કવચ મળે છે.

સ્પેશિયલ ડેબિટ કાર્ડ ( Debit card ) મળે છે, જેની પર 30 હજારનું વીમા કવચ અલગથી મળે છે.

image source

ભારતમાં કોઈ પણ જગ્યાએ આસાનીથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

કોઈ પણ સરકારી યોજનાનો લાભ તમને ડાયરેક્ટ તમારા ખાતામાં મળી જાય છે.

6 મહિના સુધી જો બેંકિંગ બરોબર થાય અને બેંકને સંતોષ થાય તો ઓવર ડ્રાફ્ટની સુવિધા પણ મળે છે.

પેન્શન, વીમા પોલીસી વગેરે સહાય સીધી ખાતામાં જમા કરી શકાય છે.

સરકારે 20 કરોડ મહિલાઓના જનધન એકાઉન્ટમાં મહિને રૂા. 500 જમા કરાવ્યા

image source

લોકડાઉન દરમિયાન સરકારે કેન્દ્રસરકારે એપ્રિલ 2020થી જૂન 2020 સુધી 20 કરોડ મહિલાઓના જનધન એકાઉન્ટમાં મહિને રૂા. 500 જામા કરાવ્યા હતા. આ સિવાય પણ તમામ સરકારી યોજનાઓનો લાભ જનધન ખાતા દ્વારા લઈ શકાય છે તે તેમને ડાયરેક્ટ સરકારી સ્કિમ સાથે કનેક્ટ કરે છે.

પૂરતા દસ્તાવેજ ન હોય તો પણ જનધન એકાઉન્ટ ખોલાવી શકાય

image source

જે લોકો સરકારી સહાય અને યોજનાઓને પાત્ર હોય પણ તેમની પાસે જનધન ખાતુ ન હોય તો ચિંતા ન કરશો તમે જનધન ખાતુ ખોલાવી શકો છે તે એકદમ સરળ છે. તમારી પાસે પૂરતા દસ્તાવેજ ન હોય તો પણ જનધન એકાઉન્ટ ખોલાવી શકાય છે આવો જાણીએ કેવી રીતે

સહી અથવા અંગૂઠાના નિશાનથી ખુલે છે ખાતુ

image source

ભારતીય રિર્ઝવ બેંક ( Reserve bank of india )અનુસાર અગર કોઈ વ્યક્તિ પાસે જરૂરી દસ્તાવેજ ન હોય. એટલે કે તેની પાસે ન હોય તો તે પોતાનો સેલ્ફ એટેસ્ટેડ ફોટો અને બેક કર્મચારી સામે સહી અથવા અંગૂઠો લગાનીને એક નાનું ગ્રાહક એકાઉન્ટ ખોલાવી શકે છે.

આ ખાતાની મર્યાદા

જો કે આવા ખાતાની કેટલીક મર્યાદાઓ પણ છે જેમ કે,

તેમાં 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા નહીં કરી શકો,

વળી મહિને 10000થી વધુ ન ઉપાડી શકો.

વળી એક સાથે 50000થી વધુ રકમ જમા ન કરાવી શકો.

આ ખાતુ એક વર્ષ સુધી વેલિડ ગણાય છે.

image source

નોંધા : એ સમયે જો તેમે આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો એટેચ કરી દો તો ખાતુ બીજા 12 મહિના સુધી એક્સેન્ટ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ