આ એરલાઈન્સમાં ઢગલો ઓફરો, મફતના ભાવમાં મેળવી લો ફેમિલીની ટિકિટ, થશે જોરદાર ફાયદો

મુસાફરોને આકર્ષવા માટે ભારતીય વિમાની કંપનીઓએ ઘણી લલચાવનારી જાહેરાતો આપી છે જેમાં INDIGO એ તમામ લોકલ ફ્લાઈટ્સમાં સોથી ઓછી કિંમતના ભાડા માત્ર 877 રૂપિયાની ઓફર મુકી છે જે ઓફર 1લી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર 2021 સુધી રહેશે. ટ્રેન કરતા પણ સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરી શકાશે. તો વળી દુબઈ જવાની માતા-પિતાની ટિકિટ પર બાળકોની ટિકિટ ફ્રી મળી રહી છે.

માતા-પિતા સાથે બાળકોની ટિકિટ ફ્રિ

image source

એરોલાઇન ( AirLines )કંપનીઓ કે જે કોરોનોવાયરસને કારણે કટોકટીમાં હતી હવે પાટા પર આવી ગઈ છે. એરલાઇન્સ દ્વારા તેમના મુસાફરો માટે ઘણી લોકપ્રિય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય એરલાઇન્સ મુસાફરોને એડવાન્સ બુકિંગ પર ભારે છૂટ આપી રહી છે. તે જ સમયે, યુએઈની ઇતિહાદ એરલાઇન્સ કંપની તેમના માતા-પિતાને તેમના બાળકો સાથે દુબઇ જવા માટે મફત ટિકિટ આપી રહી છે.

ક્યાં સુધી ઓફર રેહશે

image source

આ ઓફર 28 જાન્યુઆરી 2021 થી 30 જાન્યુઆરી 2021 સુધી કરવામાં આવી છે. આ ઓફરમાં, બે બાળકો દરેક માતાપિતા સાથે મફત મુસાફરી કરી શકે છે. તમે 28 જાન્યુઆરી સુધી ટિકિટ ખરીદી શકો છો. ઇતિહાદ એરલાઇન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હી અને મુંબઇથી દુબઈ સુધીની ટિકિટની કિંમત 16,477 રૂપિયા અને 13,155 રૂપિયા છે.

Indigo ટ્રેન કરતા સસ્તા ભાડામાં કરાવશે હવાઈ મુસાફરી

image source

ભારતીય વિમાનોએ મુસાફરોને આકર્ષવા માટે અનેક ઓફરો પણ આપી છે. ઉદાહરણ તરીકે, ઈન્ડિગોએ તેની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ માટે 877 રૂપિયામાં સૌથી ઓછા ભાડા રજૂ કર્યા છે. આ ઓફર 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે. જો કે, ટિકિટ ફક્ત 17 જાન્યુઆરી સુધી ખરીદી શકાય છે.

image source

ઈન્ડિગો મહેસૂલ અધિકારી સંજય કુમારે કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે મુસાફરો 877 રૂપિયાથી શરૂ થતા બુકિંગમાં મોટો હિસ્સો લેશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં હવાઈ મુસાફરી તરફનો વલણ ખૂબ સારો રહ્યો છે. રસી બાદ હવે લોકો મુસાફરી કરી રહ્યા છે.

મહામારી કારણે એરલાઈન્સ કંપનીઓની બુરી વલે

image soucre

ટ્રાવેલ પોર્ટલ ixigo ના સ્થાપક અને સીઈઓ આલોક બાજપેયી કહે છે કે જાન્યુઆરીના પહેલા 2 અઠવાડિયામાં એરફેર ડેટા દર્શાવે છે કે મોટાભાગની સ્થાનિક ફ્લાઇટ્સમાં દર મહિને 15 થી 20% નો ઘટાડો જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઉનાળાની રજા દરમિયાન નીચા ભાવે એર ટિકિટનો લાભ મળી શકે છે, આનાથી મુસાફરોને સુવિધા થશે.

હાલ એરફેરમાં છે ઘટાડો અને ઢગલો ઓફરો

image source

હાલમાં, ઇન્ડિગો, સ્પાઇસ જેટ, વિસ્ટારા જેવી મોટી એરલાઇન્સ કંપનીઓ તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની ઓફરો આપી રહી છે. મુસાફરો માટે વિમાન મુસાફરી કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ