શું તમને ખબર છે રામાયણના જામવંત ફસાઇ ગયા છે આ ગામમાં?

રામાયણના જામવંત લૉકડાઉમાં ફસાઈ ગયા છે અહીંયા !

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો શરૂ થતાં જ કેન્દ્ર સરકારકે ચેતવણી રૂપે 21 દિવસના લૉકડાઉનની ઘોષણા યોગ્ય સમયે કરી લીધી હતી અને તેના કારણે દેશવાસીઓએ પોતે જ્યાં હોય ત્યાં જ રહેવું પડી રહ્યું છે. ઘણા લોકો નસીબવંતા છે કે પોતાના કુટુંબીજનો સાથે આ સમય પસાર કરી રહ્યા છે પણ કેટલાક એવા કુટુંબો પણ છે કે જેઓ લૉકડાઉનના કારણે છુટ્ટા પડી ગયા છે જુદી જુદી જગ્યાએ સમય પસાર કરી રહ્યા છે. અને આવા લોકોમાં સામાન્ય લોકોથી માંડીને સેલેબ્રીટીઝનો પણ સમાવેશ થાય છે.

image source

તમને ખ્યાલ જ હશે કે જયા બચ્ચન પોતાના કુટુંબથી દૂર દિલ્લીમાં લૉકડાઉનના કારણે રહેવા મજબૂર બન્યા છે તો સલમાન ખાને પણ પોતાના માતાપિતાથી દૂર પનવેલમાં રહેવું પડી રહ્યું છે. આવી જ રીતે સામાન્ય લોકો સાથે પણ બની રહ્યું છે. પણ આ લોકડાઉનમાં લોકોને ઘરે બેઠા સ્વસ્થ મનોરંજન મળી રહે તે હેતુથી દૂર દર્શન પર હાલ રામાયણ તેમજ મહાભારતનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અને લોકો તેને માણી રહ્યા છે. અને તેના કારણે રામાયણમાં અભિનય કરનાર કલાકારો પણ ફરી પાછા લોકપ્રિય બન્યા છે અને લોકોને તે કલાકારો વિષે જાણવાની આતૂરતા વધી છે.

image source

રામાયણમાં જામવંતનું પાત્ર મહત્વનું છે. કારણ કે જામવંતે રામને મોટી મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે જામવંતનું પાત્ર ભજવનાર કલાકારનું નામ છે રાજશેખર ઉપાધ્યાય. તેઓ હાલ પોતાના ઘરથી દૂર ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના હરિહરપુર ગામમાં ફસાઈ ગયા છે.

image source

રાજશેખર હાલ પણ અભિનય ક્ષેત્રે પ્રવૃત્તિશીલ છે. તેમણે જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતથી જ ભારતમાં કોરોના વાયરસના કેસો નોંધાવાના સમાચાર આવવા લાગ્યા હતા. અને તેની અસર તેમના શૂટિંગ પર પણ થવા લાગી હતી. તેઓ માર્ચ મહિનામાં પોતાના ગામમાં થોડો સમય આવ્યા હતા. પણ તે દરમિયાન જ 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેઓ ત્યાં જ ફસાઈ ગયા.

image source

રાજશેખરનું નિવાસસ્થાન મુંબઈના નાલાસોપારામાં આવેલું છે. હવે તેઓ લોકડાઉન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી કરીને તેઓ પોતાના ઘરે મુંબઈ પાછા આવી શકે.

આ રીતે રાજશેખરની એક્ટિંગ કેરિયરની થઈ હતી શરૂઆત

મુંબઈ આવતા લાખો લોકોની જેમ રાજ શેખર મુંબઈ કમાવાના ઉદ્દેશથી આવ્યા હતા. તેમણે અહીં આવીને શરૂઆતમાં તો પોતાની સિક્યોરિટી એજન્સી શરૂ કરી હતી. અને તે દરમિયાન તેમને ઠાકુર શેર સિંહમાં અભિનય કરવાનો મોકો મળ્યો. જો કે તેમની આ ફિલ્મ પછી આગળ ન વધી શકી.

image source

જો કે એવું નહોતું કે રાજશેખર અચાનક જ અભિનય ક્ષેત્રે આવ્યા હતા તેઓ કોલેજકાળમાં પણ નાટક વિગેરેમાં ભાગ લેતા રહેતા હતા. તેમણે પોતાનો અભ્યાસ બનારસમાં કર્યો હતો અને તે દરમિયાન તેઓ રામનગરની પ્રખ્યાત રામલીલામાં પણ અવારનવાર અભિનય કરતા. તેઓ નાનપણથી જ અભિનય કરતા આવ્યા છે તેમણે પ્રથમવાર એક નાટકમાં કામ કર્યું ત્યારે તેમણે કોઈ જાદૂગર નું પાત્ર ભજવ્યું હતું.

રાજશેખરે પ્રથમવાર વિક્રમ ઔર વેતાલ સિરિયલમાં કામ કર્યું હતું. તેઓ અવાતરનવાર ડ્રામા એટલે કે નાટકમાં અભિનય કરતાં હોવાથી રામાનંદ સાગરની નજરમાં તેઓ આવ્યા હતા અને તેમને વિક્રમ વેતાલમાં કામ કરવાની ઓફર કરી હતી.

image source

અને જ્યારે રામાયણ બનાવવાનો વિચાર ચાલી રહ્યો હતો ત્યારે ઘણા બધા કલાકારો રામાનંદ સાગરે પોતાની વિક્રમ વેતાલ સિરિયમાંથી લીધા હતા. જોકે રામાયણમાં તેમને પહેલાં તો વિભિષણનું પાત્ર આપવામાં આવ્યું હતું પણ પાછળથી તેમને જામવંતનું પાત્ર આપવામાં આવ્યું. અને તેમણે આ સિરિયલમાં બીજું પણ એક પાત્ર ભજવ્યું હતું તે હતું શ્રીધરનું પાત્ર. શ્રીધર એટલે વશિષ્ઠ મુનિને રાજ્યાભિષેક માટે આમંત્રણ આપનાર અને રામના રાજ્યાભિષેક વખતે બધી જ વ્યવસ્થા પૂર્ણ કરનાર પાત્ર.

રામાયણના પુનઃ પ્રસારણના કારણે તેમાં ત્રણ દાયકા પહેલાં કામ કરનાર પાત્રો તેમજ તેને ભજવનાર કલાકારો જાણે ફરી વાર જીવી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકોને રામાયણ સાથે જોડાયેલા એક એક પાત્ર વિષે જાણવાની ઉત્સુકતા વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ