ડોક્ટરો પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત કરે છે દર્દીઓની સેવા, જાણો શું કહે છે આ વિશે ડોક્ટર્સ

ડોક્ટર્સ સામે પ્રોફેશનલ ચેલેન્જ

દેશના દરેક રાજ્યમાં હાલ કોરોના વાયરસ સંક્રમણનો કહેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમણનો આંકડો વધીને ૮ હજારને પાર કરી ગયો છે. જયારે મૃત્યુ આંકમાં પણ વૃદ્ધિ થઈને ૨૭૩ વ્યક્તિઓએ કોરોના વાયરસના સંક્રમણના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસ કેટલો જીવલેણ છે જે આપ તેનો કહેર જોઇને જ સમજી જ શકો છો. કોરોના વાયરસ વિરુદ્ધ લડતમાં મહત્વનો ભાગ હોસ્પીટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ડોક્ટર્સની સેવાભાવી બાબતો સામે આવી રહી છે ત્યારે દિલ્લીની એઈમ્સ હોસ્પીટલમાં સેવા કરી રહેલ એઈમ્સ હોસ્પીટલના ડોક્ટર્સની વાત સામે આવી છે.

image source

દિલ્લી એઈમ્સ હોસ્પીટલના ઘણા ડોક્ટર એવા છે જેઓ અઠવાડિયાથી ઘરે ગયા જ નથી ત્યાંજ કેટલાક અપરણિત ડોક્ટર્સને પોતાના માતા-પિતાની સતત ચિંતા રહ્યા કરે છે. ત્યાં જ દેશમાં અવિરતપણે વધી રહેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સતત સંપર્કમાં રહેવાના કારણે તેમને પોતાને પણ સંક્રમણ થવાનો ભય યથાવત છે, ત્યારે આવી પરિસ્થિતિમાં જો તેઓ ઘરે જાય છે તો પોતાના જ પરિવારના સભ્યોને પણ કોરોના વાયરસથી સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે.

image source

દિલ્લીની એઈમ્સ હોસ્પીટલમાં અવિરતપણે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત છે. દિલ્લી એઈમ્સ હોસ્પીટલના સીનીયર ડોક્ટર્સ રાત-દિવસ જોયા વગર સેવા આપી જ રહ્યા છે ઉપરાંત આવી પરિસ્થિતિમાં એઈમ્સ હોસ્પીટલના જુનીયર ડોક્ટર્સ પણ પોતાના સીનીયર ડોક્ટર્સને ફોલો કરતા દિવસ-રાત જોયા વગર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને સારવાર કરીને સાજા કરવાના પ્રત્યનો કરી રહ્યા છે. ડોક્ટર્સને પોતાના પરિવાર જનો સાથે સંપર્ક કરવાનો પણ સમય કાઢવો મુશ્કેલ થઈ રહ્યો છે.

દિલ્લી એઈમ્સ હોસ્પીટલના ડૉ.અંબિકા વ્યથિત હ્રદયે જણાવે છે કે, મારી ફેમીલી એક એવી ફેમીલી છે જે પોતાને મારી સામે મજબુત રાખવાનો પ્રયત્ન કરે છે અત્યારે પણ જયારે ફોન કરું છું તો કોઈ ફેમીલી મેમ્બર એવું નથી કહેતા કે, બધું છોડી ડે ઘરે પાછી આવી જ. આ ગંભીર અને કર્તવ્ય પરાયણ વાતથી દેશની અન્ય હોસ્પિટલમાં કામ કરી રહેલ દરેક વ્યક્તિ માટે ખુબ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

દિલ્લી એઈમ્સ હોસ્પીટલના ડોક્ટર પવન કહે છે કે, કોરોના વાયરસની મહામારીના આ સમયમાં રેસીડેન્ટ ડોક્ટર્સ પણ ખુબ તણાવમાં છે. એવો ભય સતત રહે છે કે, આપણી એક નાની ભૂલના કારણે કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાય છે. ઉપરાંત કોરોના વાયરસનું સંક્રમણનો શિકાર ઘરના સભ્યો પણ થઈ શકે છે. તેઓનું કહેવું છે કે, હજી તો કોરોના વાયરસ સંક્રમણની શરુઆત થઈ છે. આપણે બધાએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોરોના વાયરસથી સંક્રમણ વધવાની શરુઆત થશે તો હાલમાં જેટલા સાધનો મળી રહે છે તે પણ નહી મળે. આપણે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

image source

દિલ્લી હોસ્પિટલ એઈમ્સના ડોક્ટર અમનદીપ કહે છે કે, મારી માતા મને અવાર-નવાર એમ જ કહે છે કે દર્દીઓની સેવામાં કાર્ય કરતો રહું. મારી માતા મને ઘણીવાર વોઈસ નોટ્સ દ્વારા મારી તબિયત વિષે પૂછતા રહે છે. માતાની વોઈસ નોટ્સ સાંભળીને હું ભાવુક થઈ જાવ છું. ઉપરાંત લોકોને અપીલ કરું છું કે, ઘરમાં જ રહો. આમ કરવાથી જ આપણે કોરોના વાયરસને સંપૂર્ણ રીતે હરાવી શકીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ