જમીન પર ઊંઘવાથી કમરથી લઇને આ અનેક દુખાવા થઇ જાય છે દૂર, તમે પણ કરો આજથી જ ફોલો…

જમીન પર સૂવાથી મળી શકે છે પીઠ અને કમરના દુખાવાથી રાહત, બીજા અનેક ફાયદા પણ છે જે તમને નહીં ખબર હોય…

image source

આપણી જીવનશૈલી એટલી બધી આધુનિક થઈ ગઈ છે કે આપણે જમીન પર સૂવાનું જ લગભગ મૂકી દીધું છે. ગાદલાવાળી કે આર્ટિફિશિયલ પોચાં ગાદી તકિયા ઉપર આપણે સૂવાથી ટેવાઈ ગયાં છીએ. સામે અનેક લોકોને આપણે સ્પોન્ડિલાઈટી, ગળાનો દુખાવો, કમર દર્દ કે પીઠ દર્દ જેવી સમસ્યાઓની ફરિયાદ કરતાં પણ જોયાં છે. આ બધી જ તકલીફોને નિવારવા માટેનો એક એવો જવાબ છે, જે કદાચ તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યો જરૂર હશે પણ તેને અપનાવ્યો નહીં હોય.

image source

ખૂબ જ નરમ પથારી પર સૂવાથી તમારા શરીરને યોગ્ય ટેકો મળતો નથી, જેના કારણે ઘણીવાર ચેતાતંત્ર પર બિનજરૂરી દબાણ વધે છે અને શરીરની મુદ્રામાં બગડે છે. આવી સ્થિતિમાં, જો તમે જમીન પર સૂઈ જાઓ, તો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. તેના ફાયદાઓ જાણો અને શું સાવચેતી રાખવી જોઈએ તે પણ જાણી લો…

જો તમે વારંવાર ગરદન, પીઠ, કમર અને ખભાના દુખાવાથી પીડાતા હોવ તો આ લેખ તમારા માટે જ છે…

image source

જો તમે વારંવાર પીઠ, કમર અને ખભાના દુખાવાથી પરેશાન છો, તો તેનું કારણ તમારી પથારી હોઈ શકે છે. નરમ અને સ્પોંજી પલંગ પર સૂવાથી કેટલીકવાર શરીરની મુદ્રામાં ખરાબ થઈ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં દુખાવો થાય છે. ઊંઘની આદર્શ સ્થિતિ માનવામાં આવે છે કે તમારી પથારી સખત અને સીધી હોવી જોઈએ. લાંબા સમય સુધી નરમ પલંગ પર સૂવાથી તમને ઘણી આરોગ્યને લગતી સમસ્યાઓ નડતી થાય છે અને કરોડરજ્જુને પણ નુકસાન પહોંચાડી શકે છે.

શરીરમાં દર્દ થતું હોય તો જમીન પર સૂઈ જુઓ…

image source

પીઠ અને કમરના દુખાવામાં રાહત મેળવવા અને શરીરની સૂવાની મુદ્રામાં સુધારો કરવા માટે જમીન પર સૂવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. તમે શરીરમાં દર્દ થતો હોય તો સમજવું કે તમને પીઠ, કમર કે કરોડરજ્જુ સાથે કોઈ તકલીફ હોઈ શકે છે. તેથી સૂવાની સ્થિતિમાં કે રીતમાં ફેરફાર કરી જોવાથી જરૂર ફાયદો થશે.

જો કે, શિયાળામાં જમીન ઠંડી હોય છે, તેથી જો તમે ઇચ્છો તો, તમે ગાદલા મૂક્યા વિના લાકડાના પલંગની સપાટી પર સૂઈ શકો છો. વધુમાં તમને પ્લાસ્ટિકના પટ્ટાવાળા ફોલ્ડિંગ પલંગ પર ન સૂવું જોઈએ. તે પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. કારણ કે આ પ્રકારના પલંગ પણ ખૂબ ફ્લેક્સિબલ હોય છે, જે તમારા શરીરને યોગ્ય સ્થિતિમાં રહેવા દેતું નથી.

image source

જમીન પર સૂવું તમારા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. અહીં અમે તમને પાંચ ફાયદા જણાવી રહ્યા છીએ. સાથે એ પણ જાણો કે જમીન પર સૂવા સમયે કેવી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને શરીરને વધુ દુખાવો ન થાય.

શરીરની સાચી મુદ્રા માટે કઈરીતે સૂવું યોગ્ય રહેશે? જાણો…

સખત સપાટી પર સૂવું તમારા માટે ફાયદાકારક છે કારણ કે તે તમારા શરીરની મુદ્રાને યોગ્ય રાખે છે. આપણા શરીરના દરેક ભાગ મહત્વપૂર્ણ અને નાજુક હોય છે. દરેક અંગોને તેમને સોંપાયેલ કામગીરી તેઓ બખૂબી બજાવે છે પરંતુ તેની સ્થિતિમાં કે મુદ્રામાં કોઈ પ્રકારે વિક્ષેપ આવશે તો તે પોતાનું કામ બરાબર નહીં કરી શકે. જેમ કે આવી સ્થિતિમાં તમને જો સૂતી વખતે ગરદનમાં કે કમરમાં મચકોડ આવી જશે તો તે તમને સીધું બેસવામાં કે ચાલવામાં મુશ્કેલી ઊભી કરશે.

image source

જ્યારે તમે સૂતી વખતે પડખું ફરીને સૂવો છો, ત્યારે શરીરનું વજન અમુક અંગો પર વધે છે, જેના કારણે આ અંગો ઉપર દબાણ વધી જતું હોય છે. તેમ છતાં આપણાં શરીરની કરોડરજ્જુ ખૂબ જ મજબૂત હોય છે, તેના ઉપર એક સાથે એક જ વારમાં ફરક ન પણ પડે પરંતુ લાંબા સમય સુધી ખોટી મુદ્રામાં શરીરની રહેવાની સ્થિતિ હોવાને કારણે તેનો આકાર બદલાઈ શકે છે, તેના મણકામાં ઘસારો પહોંચી શકે છે અને તમને અન્ય પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે.

image source

કમર અને કમરના દુખાવામાં રાહત

ખોટી શારીરિક મુદ્રા પણ ઘણીવાર પીઠ અને કમરના દુખાવાનું કારણ બને છે. નરમ પથારી તમારા શરીરને આરામ આપે છે, પરંતુ તેના પર સૂતા સમયે, તમારા શરીરને યોગ્ય ટેકો નથી મળતો. આ સાથે પોચી ગાદી પર સતત લાંબો સમય સુધી બેસી રહેવાથી પણ શરીરના અંગોની મુદ્રામાં ફેરફાર આવી જઈ શકે છે. તમારા શરીરના તમામ મહત્વપૂર્ણ ભાગો તમારી છાતીથી પેટના અંત સુધી અસર કરી શકે છે, જેના કારણે શરીરના આ ભાગનું વજન સૌથી વધુ છે.

image source

આવી સ્થિતિમાં, જ્યારે તમે નરમ પલંગ પર સૂતા હોવ, ત્યારે તમારા શરીરનો ઉપર અને નીચેનો ભાગ પથારી પર રહે છે, જ્યારે મધ્ય ભાગ ગાદલાંમાં અંદરની દિશાએ ખૂંપી જાય છે. લાંબા સમય સુધી આ સ્થિતિમાં રહેવું ચેતાતંત્ર અને સ્નાયુઓમાં તણાવ પેદા કરે છે અને રક્ત પરિભ્રમણને અસર કરે છે. તેથી, પીડા શરૂ થાય છે. જ્યારે જમીન પર સૂતા હો ત્યારે શરીરને યોગ્ય ટેકો મળે છે તેથી આવી કોઈ સમસ્યા રહેતી નથી. શરીર એક સીધી લીટીમાં આરામ અનુભવી શકે છે. સૂતી વખતે ઉધરસ આવવી, ઓનાળ જવું, છીંક આવવી કે બગાસું આવવા જેવી સ્નાયુઓના ખેંચાણ સાથે સંબંધિત સ્થિતિમાં યોગ્ય પોઝીશનથી સૂતા ન હોવ તો શરીર ખેંચાઈ જઈ શકે છે. પરિણામે દુખાવો પણ થઈ આવે છે.

સાયટિકા પીડા રાહત

image source

સાયટિકા એક પ્રકારનો દુખાવો છે, જે સાયટિકા શરીરની નસોમાં દબાણ આવવાને કારણે થાય છે. આ નસ તમારી કમર અને હિપ્સથી તમારા પગ તરફ જતી હોય છે. જમીન પર સૂવાથી તમે સાયટિકાના દુખાવાથી રાહત મેળવી શકો છો. નરમ પલંગ પર સૂવું સામાન્ય રીતે સાયટિકાવાળા દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવે છે કારણ કે તે પીડાને વધારે છે.

જમીન પર સૂતા પહેલા મહત્વપૂર્ણ સાવચેતી

image source

જમીન પર સૂતાં પહેલાં તેના પર શેતરંજી, ચાદર, સાદડી અથવા ગાદી જેવું કંઈ પાથરવું જોઈએ. એમને એમ જમીન પર ન સૂઈ રહેવું જોઈએ. શિયાળામાં તમારે જમીન પર ગાદલું મૂક્યા વિના સૂવું જોઈએ નહીં, નહીં તો તમને ઠંડી લાગી શકે છે. સુનિશ્ચિત કરો કે જ્યાં તમે સૂતા હો ત્યાં કોઈ જીવ જંતુઓ નથી અને જગ્યા એકદમ સ્વચ્છ છે. જમીન પર ગંદા, ધૂળવાળા સ્થાને ક્યારેય સૂવું નહીં.

image source

નાના બાળકો, વૃદ્ધ લોકોને જમીન પર સૂવા ન દેવું જોઈએ, કારણ કે તેમની પાસે વધુ હિલચાલ હોય છે, જેથી તેઓ પથારી પરથી બહાર નીકળી જઈ શકે છે. વડીલોને ગોઠણની કે કમરની વધુ તકલીફ હોય તો પણ તેમને નીચે સૂવા ન દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ