જલદી કરો…પોસ્ટ વિભાગમાં અધધધ…ખાલી જગ્યાઓ માટે ભરતી, 10 પાસ ઉમેદવારો પણ કરી શકે છે અરજી

India Post GDS Recruitment 2021: સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા 10 ધોરણ પાસ ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટમાં નોકરી કરવાનો એક સારો મોકો આવ્યો છે. કેરળ પોસ્ટલ સર્કલ દ્વારા GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકના પદ માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ appost.in પર જઇને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. અત્રે એ ઓન નોંધનીય છે કે આ પદ માટેની અરજી સ્વિકારવાની અંતિમ તારીખ 21 એપ્રિલ છે.

image source

India Post GDS Recruitment 2021 એટલે કે ટપાલ વિભાગ ભરતી 2021 અભિયાન અંતર્ગત કુલ 1421 GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવી રહી છે. આ માટે ઇચ્છુક ઉમેદવારે અરજી કરતા પહેલા સંબંધિત પદ માટેની પુરી વિગતો અને નોટિફિકેશન જરૂર જોઈ લેવી.

ખાલી પદ માટેની વિગત

  • * બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)

    image source
  • * આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
  • * ડાક સેવક

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

image source

આ પદ માટેના ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ દ્વારા ગણિત, સ્થાનીય ભાષા અને અંગ્રેજી (ફરજીયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અધ્યયન) માં 10 મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. સાથે જ ઉમેદવારને સ્થાનીય ભાષાનું જ્ઞાન હોવું ફરજીયાત છે. એ ઉપરાંત ઉમેદવાર માટેની વયમર્યાદા 18 વર્ષથી 40 વર્ષ દરમિયાન હોવી જોઈએ.

અરજી માટેની ફી

image source

યુઆર, ઓબીસી, ઇડબ્લ્યુએસ, પુરુષ, ટ્રાન્સ મેન કેટેગરીના ઉમેદવારો માટે અરજી કરવા માટેની ફી 100 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એસટી, મહિલા, ટ્રાન્સ મહિલા અને અન્ય બધા PwD ઉમેદવારો માટે અરજી કરવાની ફી રાખવામાં નથી આવી.

અહીં મળશે નોકરી

image source

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કાલિકટ, કન્નનોર, કાસરગોડ, મંજેરી, ઓટ્ટાપલમ, પાલઘાટ, થલસેરી, તિરૂર, વાડકારા, એલેપ્પી, અલ્વે, ચેંકેરી, એર્નાકુલમ, ઇડુક્કી, ઇરીનક્કલકુડા કોટ્ટાયમ, મેવલીકારા, ત્રીચૂર, ત્રિવેન્દમ ઉત્તર અને ત્રિવેન્દમ દક્ષિણ માટે કુલ 1421 ડાક સેવકની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

પગાર

ટીઆરસીએ સ્લેબમાં 4 કલાક / સ્તર 1 માટે લઘુત્તમ TRCA

  • * બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) – 12,000 રૂપિયા
  • * આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) / ડાક સેવક 10,000 રૂપિયા

ટીઆરસીએ સ્લેબમાં 5 કલાક / સ્તર 2 માં લઘુત્તમ TRCA

  • * બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) – 14,500 રૂપિયા
  • * આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) / ડાક સેવક – 12,000 રૂપિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!