અમદાવાદની સ્થિતિ ભયંકર: આંકડો 1 લાખને પાર, માત્ર આટલા જ દિવસમાં નોંધાયા 30 હજાર કેસ

ગુજરાદતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલની હાલત પણ ખરાબ થઈ રહી છે, તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર થયો છે અને 24 કલાકમાં રેકોર્ડબ્રેક 10,340 નવા કેસ નોંધાયા છે. આ સાથે 110 દર્દીના મોત પણ થયા છે. જ્યારે 3,981 દર્દીએ કોરોનાથી સાજા થયા છે. એટલે કે સતત 19માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. તમે જણાવી દઈએ કે 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે. નોંધનિય છે કે, આ 24 કલાકમાં આખા ફેબ્રુઆરી જેટલા કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં 8349 કેસ નોંધાયા હતા. જેથી જાણી શકાય છે કે હાલમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે.

image source

તમને જણાવી દઈએ કે, સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. નોંધનિય છે કે, અહીં હાલમાં રોજના 3 હજારની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, આ સાથે 2600થી વધુ લોકોનાં મોત થયા છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકાડા સાબિતી આપે છે અમદાવાદ શહેરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાની એન્ટ્રીની સાથે જ સૌથી વધુ નુકસાન અમદાવાદ શહેરને ભોગવવું પડ્યું છે.

image soucre

નોંધનિય છે કે, રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે અને જ્યારે દેશભરનાં મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર આવે છે. તમને જણાવી દઈએ કે અમદાવાદનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં દૈનિક 50ની આસપાસ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. તો બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાને લઈને પણ ઘણીવાર સવાલો ઉભા થયા હતા.

image soucre

તમને જણાવી દઈએ કે, માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ધીમે ધીમે પરિસ્થિતિ ગંભીર બનતી ગઈ. તો બીજી તરફ તંત્ર અને લોકોની બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. તેનાથી વધુ હાલમાં માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી રહી છે. એપ્રીલ મહિનાના છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો ફૂલ છે અને લોકોને ઓક્સિજન અને વેન્ટિલેટરની તકલીફ પડી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે, એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં આવેલો જબરદસ્ત ઉછાળો રોજ નવા નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. નોંધનિય છે કે છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે 104 દર્દીનાં મૃત્યુ પણ થયા છે. તો બીજી તરફ એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 30 હજાર કેસ આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, સતત વધતા કોરોના કેસના કારણે પ્રાઈવેટ હોસ્પિટલોનાં બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયાં છે. હાલમાં કોરોનાની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોનાં કુલ 864 આઈસીયુ બેડ છે. તો બીજી તરફ અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં RTPCR ટેસ્ટ વધારવા માટે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થામાં આ ટેસ્ટ માટેની વ્યવસ્થા કરાઈ છે.

image soucre

આ અંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટી સહિતની સંસ્થામાં આજથી આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ થશે. નોંધનિયછે કે ટેસ્ટ માટે લોકોએ સેન્ટર પર જવાનું નથી, પરંતુ શહેર કે જિલ્લાનું આરોગ્ય તંત્ર સેમ્પલ લઈ લેબમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે, એક બાજુ સરકાર રસીકરણ કાર્યક્રમને વેગ અપાઈ રહ્યાનો દાવો કરી રહી છે તો બીજી તરફ રસીકરણમાં ઘટાડો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અમદાવામાં એક જ દિવસમાં 40 હજાર પર લોકોએ રસી લીધી હોવાનો રેકોર્ડ છે, ત્યારે હવે આ આંકડો ચારની સંખ્યામાં આવી ગયો છે. નોંધનિય છે કે, ગઈકાલે 5492 પુરુષ અને 4184 મહિલાએ વેક્સિન લીધી હતી. આ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ આંકડો અત્યારસુધીનો સૌથી ઓછો આંકડો છે. એક બાજૂ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને બીજી બાજુ રસિકરણમાં આવેલો ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!