આ તસવીરમાં છે કપૂર ફેમિલિમાંથી એક, શું તમને ખબર છે?

જાહ્નવી કપૂરને તમે નહીં ઓળખી શકો આ તસ્વીરમાં ! કાકાએ પોસ્ટ કરી નાનપણની તસ્વીર

સેલેબ્રીટી કીડ્સ તેમના જન્મની સાથે જ સ્ટાર કીડ્સનું ટેગ મેળવી લેતા હોય છે. તેમને પોતાની ઓળખ ઉભી કરતાં ચોક્કસ વાર લાગે છે પણ પોપ્યુલર થતાં બહુ વાર નથી લાગતી. શ્રીદેવી – બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરનું પણ તેવું જ છે. તેણીએ બોલીવૂડમાં પ્રવેશ તો કરી જ લીધો છે અને તે લોકોમાં જાણીતી પણ બની ચૂકી છે પણ તેણે એક એક્ટર તરીકે હજુ પોતાની ઓળખ ઉભી કરવાની બાકી છે.

image source

જાહ્વીએ ફિલ્મ ધડક સાથે બોલીવૂડમાં પ્રવેશ કરી લીધો છે. ફિલ્મમાં તેણી શાહીદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર સાથે લીડ રોલ કરતી જોવા મળી હતી આ ફિલ્મ મરાઠી સુપરહીટ ફિલ્મ સૈરાટની રીમેક હતી. જેમાં જાહ્નવીનો અભિનય લોકોને પસંદ આવ્યો હતો જો કે ફિલ્મને મૂળ મરાઠી ફિલ્મ જેવો પ્રતિસાદ નહોતો મળી શક્યો.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) on

ફિલ્મોમાં પ્રવેશ્યા બાદ જાહ્નવી અવારનવાર સોશિયલ મિડિયા પર પોતાની સુંદરતાં તેમજ પોતાના લૂક માટે હંમેશા ચર્ચા જગાવતી રહે છે. અને તેની તસ્વીરોને ફેન્સ ખૂબ પસંદ પણ કરતા હોય છે. પણ તેણીના ફેન્સને ભાગ્યે જ તેની નાનપણની તસ્વીરો જોવા મળતી હોય છે. પણ તાજેતરમાં જાહ્નવીના કાકા સંજય કપૂરે મંગળવારે એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં જાહ્નવી પોતાની બહેન ખુશી અને શનાયા સાથે જોઈ શકાય છે.

image source

આ તસ્વીરમાં જાહ્નવી, ખુશી, અને શનાયા કેક કટ કરી રહ્યા છે અને તેમને સંજય તેમાં મદદ કરી રહ્યો છે. સંજયે આ તસ્વીર શેર કરતાં કોઈ જ કેપ્શન નથી લખ્યું પણ આ થ્રો બેક તસ્વીર શેર કરતાં તેમણે એક હાર્ટ ઇમોજી શેર કર્યું છે. આ તસ્વીરને સોશિયલ મિડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જાહ્નવી આ તસ્વીરમાં બીલકુલ ઓળખાય નહીં તેવી લાગી રહી છે.

image source

જાહ્નવી કપૂરની ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ ધડક બાદ તેની હજુ સુધી કોઈ ફિલ્મ નથી આવી પણ થોડા સમય પહેલાં ઘોસ્ટ સ્ટોરીઝ નામની વેબ સિરિઝમાં તેણી એક સ્ટોરીમાં જોવા મળી હતી જેમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા. તેના ફ્યુચર પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી ટુંક જ સમયમાં ગુંજન સક્સેનામાં એક ફાઇટર પ્લેન પાયલટનું પાત્ર નિભાવતી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ