જાહ્નવી કપૂરનો આ ડાન્સ એક વાર જોશો તો વારંવાર થશે જોવાનું મન:VIDEO

ફિલ્મ તખ્ત માટેની તૈયારીઓ શરૂ – વહીદા રેહમાનના ગીત પર ઠુમકા લગાવી રહી છે જાહ્નવી કપૂર – જુઓ વિડિયો

શ્રી દેવીની મોટી દીકરી અને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ આપી ચૂકેલી યુવાન અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટની તડામાર તૈયારીઓમાં લાગી પડી છે. આ ફિલ્મમાં તેણી પેતાની ડાન્સીંગ સ્કીલ્સથી લોકોને પ્રભાવિત કરશે. જેના માટે તેણીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મનું નામ છે તખ્ત. આ ફિલ્મ કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ એક પિરિયડ ડ્રામા છે. ફિલ્મના બધા જ કલાકારોએ પોતાના કીરદાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

image source

જાહ્નવી પોતાના પાત્ર માટે ક્લાસિકલ ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. આ પ્રેક્ટિસ દરમિયાનની એક વડિયો જાહ્વીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જાહ્નવી વિતેલા જમાનાની દીગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનના ‘પિયા તોસે નૈના લાગે’ પર ક્લાસિકલ નૃત્ય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવીની આ ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તેણીએ આ વિડિયો શેર કરતાં કેપ્શનમા લખ્યું છે – ‘જ્યારે તમે સંતુલન ગુમાવી બેસો છો ત્યારે તમે તેને નાટકીય રીતે પૂર્ણ કરી દો છો.’

આ ડાન્સ વિડિયોમાં જાહ્નવીએ પરંપરાગત ભારતીય સૂટ પહેર્યો છે. તેણીએ હળવા વાદળી રંગની કોટનની અનારકલી કૂર્તિ પહેરી છે અને સાથે વ્હાઇટ રંગનો ચૂડીદાર પહેર્યો છે. જાહ્નવી જે ગ્રેસથી ડાન્સ કરી રહી છે તે જોતાં તમને ચોક્કસ તેની માતા શ્રીદેવીની યાદ આવી જશે. શ્રીદેવીની ગણતરી બોલીવૂડની ઉત્તમોત્તમ ડાન્સરમાં થતી હતી. માટે દીકરીમાં પણ માતાનો આ ગૂણ હોય તે તો સ્વાભાવિક જ છે.

image source

આ વિડિયો પર બોલીવૂડની કેટલીક હસ્તીઓએ કમેન્ટ્સ પણ કરી છે. જેમાં બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન એટલે કે જાહ્નવીની કઝીન સીસ્ટરે ઇમોજીઝ દ્વારા કમેન્ટ કરી છે.

image source

તમને જણાવી દઈએ કે તખ્ત એક મેગા બજેટ મૂવી છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. જેમાં તમે રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર, અનિલ કપૂર અને વિક્કી કૌશલને એક સાથે મોટા પરદા પર જોઈ શકશો. આવતા વર્ષે ક્રિસ્મસ પર આ ફિલ્મ રીલીઝ થશે. આ ફિલ્મનું ડીરેક્શન પણ કરણ જોહર પોતે જ કરવાના છે. છેલ્લે તેણે ડીરેક્ટર તરીકે ફિલ્મ એ દીલ હૈ મુશ્કીલ આપી હતી જે એક સુપરહીટ રહી હતી.

image source

જાહ્નવીના ફ્યુચર પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણી એક ફાઇટર પાયલટની ભૂમિકા ભજવી રહી છે. તેની બીજી ફિલ્મ હશે રુહી-અફ્ઝા છે જે એક હોરર ફિલ્મ, તેમાં તેણી રાજ કુમાર રાવ સાથે જોવા મળશે. અને ત્યાર બાદ કાર્તિક આર્યાન સાથે તેણી દોસ્તાના-2માં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ