ફિલ્મ ‘હીરો’ સુપરહિટ થયા બાદ પણ જેકી શ્રોફ રહેતા હતા ચાલીમાં, આ વાતો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં

સ્ટારડમ મળ્યા પછી પણ ચોલમાં રહેતા હતા જેકી શ્રોફ, ફિલ્મ સાઈન કરવા માટે નિર્માતા- નિર્દેશક ટોયલેટની બહાર જોતા હતા રાહ.

80ના દાયકામાં એક બાજુ એક્ટ્રેસની સુંદરતાની ચર્ચા થતી હતી તો બીજી બાજુ અમુક સુપરસ્ટાર પણ પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેતા હતા. એ સમયે ઘણા સુપરસ્ટારનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચમકી રહયુભતું એમાંથી એક હતા જેકી શ્રોફ. જેકી શ્રોફના ફેન્સ તો એમના માટે પાગલ રહેતા જ હતા પણ સાથે સાથે નિર્માતા અને નિર્દેશક પણ એમના ઘરની આગળ એમને પોતાની ફિલ્મમાં સાઈન કરવા માટે લાઇન લગાવીને ઉભા રહેતા હતા. તો ચાલો આજે જાણી લઈએ જેકી શ્રોફ વિશેની કેટલીક રસપ્રદ વાતો.

image source

જેકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957માં વાલકેશ્વર, મુંબઈના તીન બત્તી એરિયામાં થયો હતો. જેકી શ્રોફનું અસલી નામ જય કિશન શ્રોફ છે. અભિનેતાએ ફિલ્મ સ્વામી દાદાથી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો પણ એમને ઓળખ મળી ફિલ્મ હીરો થી. ડાયરેકટર સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ હીરો દરમિયાન જ અભિનેતાએ પોતાનું નામ બદલીને જય કિશન માંથી જેકી શ્રોફ કરી દીધું હતું. લોકો એમને જગગુ દાદાના નામે પણ ઓળખે છે.

image source

ફિલ્મ હીરોથી લાઈમલાઈટમાં આવનાર જેકી શ્રોફના લાખો ચાહનારા હતા. તો બીજી બાજુ દરેક નિર્માતા અને નિર્દેશક એ ઈચ્છતા હતા કે જેકી એમની ફિલ્મ સાઈન કરે અને એ માટે મોટા મોટા ડાયરેકટર એમના ઘરે પહોચી જતા હતા. નજારો એ હતો કે જો જેકી ટોયલટમાં હોય અને નિર્માતા અને નિર્દેશક ટોયલેટની બહાર ઉભા રહીને અભિનેતાને પોતાની ફિલ્મમાં લેવા માટે એમની રાહ જોઈ રહ્યા હોય.

image source

જેકી શ્રોફ ઘણી ગરીબી અને પાયમાલીમાંથી આવીને ફિલ્મી દુનિયામાં ઊંચા આવ્યા હતા અને એ એમની કિંમત ખૂબ જ સારી રીતે જાણતા હતા. કદાચ આ જ કારણ હતું કે ફિલ્મ હીરો હિટ થઈ એ પછી પણ જેકીએ ચોલમાં રહેવાનું નહોતું છોડ્યું. એમને પોતાની ફિલ્મોમાં લેવા માટે ફિલ્મ નિર્માતાઓએ ચોલમાં જ જવું પડતું હતું. કહેવામાં આવે છે કે વિધુ વિનોદ ચોપડા અને મહેશ ભટ્ટ જેવા મોટા નિર્દેશક પણ જેકી શ્રોફને પોતાની ફિલ્મમાં લેવા માટે જેકી શ્રોફના ઘરે પહોચી ગયા હતા.

image source

જેકી શ્રોફએ લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. એ સાથે જ એમને પોતાની પર્સનલ લાઈફને પણ ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી. અભિનેતાએ વર્ષ 1987માં આયશા સાથે લવ મેરેજ કર્યા હતા. એમના બે બાળકો ટાઇગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ છે. ટાઇગર શ્રોફ ફિલ્મોમાં એન્ટ્રી લઈ ચુક્યા છે અને એમના સ્ટંટ અને સ્ટાઇલના લોકો દીવાના છે. તો બીજું બાજુ કૃષ્ણા શ્રોફ ઘણીવાર પોતાના ગ્લેમરસ ફોટાને કારણે ચર્ચામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ