IVF ટ્રિટમેન્ટનો જાણી લો ઇતિહાસ શરૂઆતથી લઇને અંત સુધી

આઇવીએફ ટેકનિક એ કરોડો મહિલાઓ માટે ક્રાંતિની રીત છે, જે કેટલાક કારણોથી મા નથી બની શકતી.

image source

આજે આઇવીએફ ટેકનિક દ્વારા લાખો માં-બાપ સંતાનસુખ પામવા માટે સક્ષમ રહ્યા છે. આ તકનિક વગર લાખો-કરોડો મહિલાઓ માં બનવાના સુખથી વંચિત રહી જતી હતી. મહિલાને આ સુખ પામવાની તકનિક આવિષ્કાર કરવાની પાછળ પણ એક મહિલાનો જ હાથ છે.

આવો જાણીએ, શું છે આ આઇવીએફ તકનિકનો ઇતિહાસ, કોણ હતી એ મહિલા વૈજ્ઞાનિક અને કેવીરીતે થઈ આ તકનિકનો આવિષ્કાર:

image source

આ વાત એ મહિલાની છે જેણે માં ના બની શકવાના દુઃખને સમજી અને તેને ખતમ કરવા માટે દવા પણ શોધી. આ મહિલા વૈજ્ઞાનિકનું નામ છે.- મીરીયમ મેનકીન.

મીરીયમ, હૉવર્ડ યુનોવર્સિટીમાં ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. જૉન રૉકની સાથે એક ટેક્નિશિયન તરીકે કામ કરતી હતી. તેમનો ઇરાદો માણસના શરીરની બહાર પ્રજનન કરવાવાળા એવા અંડાણુંઓને ઉપજાઉ બનાવવાનું હતું, જેમાં બાળક પેદા કરવાની ક્ષમતા નથી હોતી.

image source

ખુદ ડૉ. રૉકનો ઇરાદો પણ વાંઝયાપણાનું નિદાન શોધવાનું હતું. તેઓ ખરેખરમાં પોતાની રિસર્ચથી એવી મહિલાઓની મદદ કરવા ઇચ્છતા હતા જેમનું ગર્ભાશય તો સ્વસ્થ હોય પરંતુ ફૈલોપીયન ટ્યુબમાં ખરાબી હોય. આ કામમાં મીરીયમે પણ કોઈ કસર છોડી હતી નહિ.

image source

લગભગ ૬ વર્ષની મેહનત અને સતત મળનાર નિષ્ફળતા પછી ફેબ્રુઆરી, ૧૯૪૪ માં મીરીયમને સફળતા મળી. જ્યારે તેમણે પોતાની લેબમાં જોયું કે તેમણે જે સ્પર્મને તેમણે અંડાની સાથે રાખ્યું હતું, તે એક થઈ ગયું છે અને કાચની ડીશમાં ઇન્સાની ભ્રૂણ બનવાનું શરૂ થઈ ગયું છે.

image source

મીરીયમ મેનકીનની આ સફળતાથી બાળક પેદા કરવાની તકનિકમાં એક નવા યુગની શરૂઆત થઈ. એવી કેટલીક મહિલાઓ કે જે માં બનવાના સપના સાકાર થવા લાગ્યા જે એની ઉમ્મીદ છોડી ચૂકી હતી. આજે આ તકનિકને દુનિયાભરમાં ઇન વીટ્રો ફર્ટિલાઇજેશન(આઇવીએફ) તકનિકના નામથી જાણવામાં આવે છે.

image source

ડૉ. રૉક બ્રુકલીનને એક ધર્માદા હોસ્પિટલમાં પણ પોતાની સેવાઓ આપી હતી, જયાં મીરીયમ સવારે આઠ વાગે જ પહોંચી જતી હતી અને ઓપરેશન થિયેટરની બહાર ફરતી રહેતી હતી. ડૉ.રૉક અંડાશયનો એક નાનકડો ટુકડો મીરીયમને આપતા હતા, જેને મીરીયમ લઈને દોડીને ચોથા માળે બનેલી લેબમાં લઈ જતી હતી અને પછી એમાંથી અંડા શોધતી હતી.

image source

આ કોઈ સરળ કામ હતું નહિ. અંડાને શોધવા માટે મોટાભાગે શોધકર્તાઓને સૂક્ષ્મદર્શી કાંચની જરૂરિયાત હોય છે. પરંતુ મીરીયમ આને નરી આંખોથી જ શોધી લેતી હતી, તે એ પણ જણાવી દેતી હતી કે અંડા યોગ્ય આકારના છે કે નહિ.

image source

મીરીયમના માટે આ દર અઠવાડિયાનું કામ થઈ ગયું. તે મંગળવારે અંડા શોધતી, બુધવારે તેને સ્પર્મ સાથે મિલાવતી અને શુક્રવારના દિવસે તેને માઈક્રોસ્કોપથી જોતી. આ કામ તેણે ૬ વર્ષથી પણ વધારે સમય સુધી કરતી રહી. ફેબ્રુઆરી, ૧૯૪૪ માં એક શુક્રવારના તેમને સફળતા મળી જ ગઈ. જો કે મીરીયમ પોતે આ પધ્ધતિથી બાળકને જન્મ આપવાના હકમાં ના હતી. આ વાત મીરીયમે ખુદ એકવાર એક રિપોટરને જણાવી હતી.

image source

૧૯૭૮ માં દુનિયામાં પહેલીવાર ઇન વીટ્રો ફર્ટિલાઇઝર તકનિકથી બાળકનો જન્મ થયો હતો. તેનું નામ લુઈસ બ્રાઉન. ૨૦૧૭ માં અમેરિકામાં સૌથી વધારે ૨,૮૪,૩૮૫ મહિલાઓએ આ તકનિક થી ગર્ભધારણ કર્યો. એમાંથી ૭૮,૦૫૨ બાળકો દુનિયામાં આવ્યા. મેડિકલ સાયન્સના ઇતિહાસમાં આ કોઈ રાતો-રાત થનાર ચમત્કાર ના હતો. પરંતુ વર્ષોની મહેનત, તકનીકી મહારથ અને ધૈર્યનું પરિણામ હતું.

image source

પરંતુ ખૂબ મહેનત કરી છતાં પણ, ડૉક્ટર રોકની જેમ મીરીયમ મેનકીન એક મોટું નામ નથી બનાવી શકી. લોકો તેને ડૉક્ટર રોકની સહાયક તરીકે જ જાણતા રહ્યા છે. અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીની ઇતિહાસકાર મારગ્રેટ માર્શનું ખરવું છે કે ડો. રોક એક ચિકિત્સક હતા. પરંતુ મીરીયમ પોતાના સ્વભાવથી પણ વૈજ્ઞાનિક હતી.

image source

મારગ્રેટ માર્શ અને વેન્ડા રોનરની સાથે મળીને વર્ષ ૨૦૦૮ માં ડૉ. રોકની જીવની લખી છે. પરંતુ તેમને અફસોસ છે કે આ બુકમાં તેમણે મીરીયમનો ઉલ્લેખ ડૉ. રોકની સહાયિકા તરીકે જ કર્યો છે. જો કે હવે તે એક અન્ય પુસ્તક લખી રહી છે, જેમાં મીરીયમના કામને ભરપૂર શ્રેય આપી રહી છે.

image source

મીરીયમ ફ્રાઈડમેનનો જન્મ ૮ ઓગસ્ટ, ૧૯૦૧ ના યુરોપના બાલ્ટિક દેશ લૈટવિયામાં થયો હતો. નાનપણમાં જ તેઓ પોતાના પરિવારની સાથે લૈટવિયા થી અમેરિકા આવી ગઈ હતી. તેમના પિતા ડૉક્ટર હતા. નાનપણમાં તેઓ પોતાના પિતા પાસેથી વાર્તાઓ સાંભળતી હતી કે કેવી રીતે વિજ્ઞાન જલ્દી જ ડાયાબિટીસ જેવી બીમારીનો ઉપચાર શોધી કાઢશે.

image source

મીરીયમએ કોર્નેલ યુનિવર્સિટીથી ઊતક વિજ્ઞાન(સેલ સાઇન્સ) અને તુલનાત્મક શારીરિક રચના વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ આનુવાંશિક વિજ્ઞાનમાં કોલંબિયા યુનિવર્સિટીથી માસ્ટર્સની ડિગ્રી લીધી. સાથે જ ન્યુયોર્કમાં જીવ વિજ્ઞાન અને શરીર ક્રિયા વિજ્ઞાનની પણ શિક્ષા ગ્રહણ કરી.

image source

મીરીયમની આ શોધ લાખો-કરોડો મહિલાઓને જીવનમાં માં બનવાની ખુશી લઈને આવી છે. આજે આ તકનિક દ્વારા કેટલીક મહિલાઓ માં બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ