જાણો, ઇશાન ખટ્ટરે એવું તે શું ખતરનાક સ્ટંટ કર્યું કે લોકોનો જીવ અદ્ધર થઈ ગયો…

આ ક્યુટ એક્ટર કરી રહ્યો છે જીવલેણ સ્ટંટ ! લોકો તેને સ્પાઈડર મેનનું આપી રહ્યા છે બિરુદ… જાણો, ઇશાન ખટ્ટરે એવું તે શું ખતરનાક સ્ટંટ કર્યું કે લોકોનો જીવ અદ્ધર થઈ ગયો.


ધડક ફેઈમ લવરબોય એક્ટર ઇશાન ખટ્ટરને હાલમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેને જનરેશન નેક્સ્ટ સ્ટારની કેટેગરીમાં દર્શકોએ સ્વીકારી લીધો છે એમ જરૂરથી કહી શકાય છે. ધડક ફિલ્મમાં જાહ્ન્વી કપૂર સાથેની તેની પહેલ જ ફિલ્મ સફળ થયા બાદ તેની ચર્ચા પણ વધી છે. ઇશાન ખટ્ટરની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇન્ગ્સ પણ વધી રહી છે. જો કે તેનું પોતાનું ફેમીલી પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાથી તેને આ બધાની આદત તો હશે, પરંતુ આજે એ પોતે પણ નવી નવી મળી રહેલી સ્ટારડમને એન્જોય કરી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર છે તેના બહુ બધા ફોલોઅર્સ…


બોલિવુડ નવોદિત અભિનેતા હાલ ખૂબ જ ખુશ છે અને તે પોતે હાલમાં, યુરોપની ટ્રીપ કરીને પાછો આવ્યો છે. આ સમયમાં તેણે ખૂબ બધા જાતજાતના સ્ટંટ કર્યા છે જેના તેણે બહુ બધા ફોટોઝ પણ ક્લિક કર્યા છે. જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં પણ શેર કર્યા છે. આને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કારણ કે તે એટલા બધા યુનિક છે કે તેને જોઈને લોકોને નવાઈ લાગે છે. વિદેશના સુંદર લોકેશનોમાં પહાડી જગ્યાએ ઊંધા લટકીને ઇશાને ફોટોશૂટ કરાવ્યા છે. આ જોઈને કેટાક ફેને તો તેને સ્પાઈડર મેન કહી દીધું. આ યંગ એક્ટર ધીમેધીમે દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે.

ખતરનાક સ્ટંટ કરતો ફોટો ક્યાંનો છે, જાણો…


ઇશાન ખટ્ટરે આ ફોટો અપલોડ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, સમવેર ૬,૨૨૩ કિલોમીટર અવે…. આ ફોટોને લાખ સુધી પહોંચે એટલી લાઈક્સ મળી છે. અને લોકો તેને સ્પાઈડર મેન કહી રહ્યા છે. આ ફોટોમાં તેમણે લોકેશન પણ ટેગ કર્યું છે. સુંદર બર્ફીલા પહાડ અને લીલોતરી વચ્ચે તે વાદળો સાથે વાતો કરી રહ્યો છે એવી રીતે એડવેન્ચર કરી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી ગીરે ગા ભાઈ, તો સર ફટ જાયેગા…

વર્ક ફર્ન્ટ શું છે, ઇશાન ખટ્ટરનું…


હાલમાં ઇશનના હાથમાં એક અનોખો પ્રોજેક્ટ છે. લેખક વિક્રમ શેઠનું પુસ્તક ‘બુક અ સૂટેબલ બ્વોય’ પર આધારિત મિરા નાયરના શોમાં દેખાશે. જેમાં તે તબ્બુ અને તાન્યા માનિકલતા સાથે જોઈ શકાશે. આ એક અનિખો કોંસેપ્ટ રહેશે. ભારત – પાકિસ્તાનના ભાગલા બાદ ચાર પરિવારના સંઘર્ષને લઈને ઘટાયેલ શો છે. જેમાં ઇશાન માનનો રોલ કરશે.


ઇશાને પહેલીવાર માજિદ મજિદીએ ડાયરેક્ટ કરેલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જેનું નામ હતું ‘બેયોન્ડ ધ ક્લાઉડ’થી બોલિવુડમાં એન્ટ્રી મારી હતી અને કરન જોહરથી ધડકમાં તેણે સૌનું દીલ જીતી લીધું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ