Isha Ambani Wedding Anniversary: ઇશાનો આ વેડિંગ આલ્બમ જોઇને તમને પણ થશે આવા ફોટા પડાવવાનો શોખ

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ આજના દિવસે એક વર્ષ પહેલા પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના દીકરા આંનદ પીરામલ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એટલે આજે ઈશા અંબાણી અને આંનદ પીરામલના લગ્નની યાદગાર પલોને ફરીથી યાદ કરીશું.

image source

ઈશા અને આંનદના પ્રિ વેડિંગ પાર્ટી પહેલા અંબાણી અને પીરામલ પરિવારે સાથે મળીને અન્નદાન સ્વરૂપે ૫૧૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું હતું.

ત્યારબાદ ઈશા અને આંનદના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં ખાસ ઈશાની પસંદની હોલીવુડ સિંગર બિયોન્સે પોતાનું પર્ફોમન્સ આપવા માટે આવી હતી. તેમજ આ વેડિંગ ફંક્શનને બૉલીવુડ કિંગ શાહરુખ ખાને હોસ્ટ કર્યો હતો. તેમજ શાહરુખ ખાને ફંક્શન દરમિયાન પત્ની ગૌરી ખાન સાથે પણ ડાન્સ કર્યો હતો.

આ ફંક્શનમાં ઈશા અને આંનદે પણ ડાન્સ કર્યો હતો.આમ આમિર ખાન, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા જોનાસ અને નિક જોનાસ પણ ઈશા અને આંનદની પ્રિ વેડિંગ ફંક્શનનો ભાગ બન્યા હતા. ઈશા અંબાણી અને આંનદ પીરામલની પ્રિ વેડિંગ સેરેમની લેક સીટી ઉદય પુરમાં રાખવામાં આવી હતી.

ઈશા અને આંનદની પ્રિ વેડિંગ પછી મેરેજ માટે ઈશાના ઘર એટલે કે મુંબઈના એન્ટેલિયામાં યોજવામાં આવ્યા હતા. આ લગ્નમાં સામેલ થવા માટે અંબાણી પરિવારે સો જેટલા પ્રાઇવેટ જેટ ભાડે રાખ્યા હતા. તેમજ એરપોર્ટથી એન્ટીલિયા માટે પણ શાનદાર અને મોંઘી ગાડીઓનો કાફલો તૈયાર રખાયો હતો.

image source

ઈશા અંબાણીએ લગ્નમાં અબુ જાની અને સંદીપ ઘોસલા દ્વારા ડિઝાઇન કરાયેલ લેહેંગામાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. ઈશા અંબાણીની સ્ટાઈલિસ્ટ એમી પટેલ અને ઈશાની હૈર સ્ટાઇલ માટે પોમ્પી હંસે કરી હતી. આ સિવાય ઈશા અંબાણીનો મેકઅપ વર્ધન નાયકે કર્યો હતો. ઈશા અંબાણીએ વ્હાઈટ કલરનો લેહેંગા પહેર્યો હતો.

image source

આની સાથે તેણીએ તેની માતા એટલે કે નીતા અંબાણીએ આપેલી લાલ કલરની ચૂંદડી ઓઢી હતી. દુલહનનો સંપૂર્ણ શણગાર કરીને ઈશા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ ઈશા અંબાણીના લેહેંગાને મેચ કરે તેવી શેરવાની આંનદ પીરામલે પહેરી હતી. આમ મેચિંગ આઉટ ફિટમાં ઈશા અંબાણી અને આંનદ પીરામલ એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

image source

લગ્ન સમયે ખાસ કન્યાદાન પહેલા જ્યારે આકાશ અંબાણી અને અનંત અંબાણી બહેન ઈશાને મંડપમાં લાવી રહ્યા હતા ત્યારે પણ ઈશા અંબાણી કોઈ રાજકુમારી જેવી લાગતી હતી. આ ઉપરાંત ઈશાના કન્યાદાન પહેલા બોલીવુડના સદી નાયક એવા અમિતાભ બચ્ચન દ્વારા ખૂબ જ સારી કન્યાદાન જોડાયેલી એક સ્પીચ આપવામાં આવી હતી.

આ સ્પીચ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખૂબ ભાવુક થઈ ગયા હતા. ઈશા અંબાણી અને આંનદ પીરામલના લગ્ન દેશની મોંઘા લગ્નો માંથી એક છે. આ લગ્નમાં આશરે ૭૨૪ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

તેમજ આ લગ્નમાં બોલીવુડની સેલિબ્રિટી આલિયા ભટ્ટ, શાહરુખ ખાન-ગૌરી ખાન, આમિર ખાન, શાહિદ કપૂર-મીરા રાજપૂત, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, માધુરી દીક્ષિત, રેખા, પ્રિયંકા ચોપડા-નિક જોનાસ તેમજ બચ્ચન પરિવારના બધા સભ્યો જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ઉપરાંત પ્રિ વેડિંગ સેરેમની દરમિયાન અમેરિકાની પ્રથમ મહિલા રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટન અને જોન કેરી જેવી મહાન હસ્તીઓ પણ જોવા મળી હતી. આ ઉપરાંત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ પણ આ નવદંપતિને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.

image source

આ લગ્નમાં ભલે ખર્ચ કરાયો હતો પણ ગુજરાતીઓમાં એક રિવાજ મુજબ દુલહન સાથે તેની ભાભી અનવર તરીકે જોવા મળે છે. આમ જ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતા પણ ઈશા અંબાણીના લગ્ન દરમિયાન તેની સાથે જ જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ