‘બોયફ્રેન્ડ વગર કોલેજમાં નહીં મળે પ્રવેશ, પ્રેમ વહેંચો,’ M.S. Universityના નામનો ફેક લેટરહેડ વાયરલ

કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાવાનું શરુ થયું ત્યારથી શાળાઓ અને કોલેજો બંધ કરાવી દેવામાં આવી હતી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને વિદ્યાર્થીઓની સલામતી માટે લેવાયેલા આ નિર્ણયના કારણે છેલ્લા 9 મહિનાથી વધુ સમયથી પણ કોલેજો અને શાળાઓ બંધ હતી. જો કે કોરોનાના કેસ ઘટતા અને સ્થિતિ નિયંત્રણમાં આવતાં હવે તબક્કાવાર શાળાઓ અને કોલેજો શરુ કરવામાં આવી રહી છે.

image soucre

રાજ્યભરમાં હવે આજથી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ શરુ થઈ રહ્યો છે. ધોરણ 12 પછી પ્રથમ વર્ષમાં આવેલા વિદ્યાર્થીઓ કોલેજકાળમાં ખૂબ મજા કરવાનું વિચારતા હોય છે પરંતુ ગત વર્ષમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કોલેજ જઈ શક્યા નહીં. પરંતુ આજથી તેઓ કોલેજ જઈ શકશે. જો કે આજથી શરુ થતી કોલેજો વચ્ચે વડોદરાની એમએસ યુનિવર્સિટીના નામે એક સર્ક્યુલર વાયરલ થયું છે. આ સર્ક્યુલરમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની કોઈ કલ્પના પણ કરી શકે નહીં. આ જ કારણ છે કે આ સર્ક્યુલર આગની જેમ વાયરલ થઈ રહ્યું છે.

image soucre

એમએસ યુનિવર્સિટીના નામથી વાયરલ થયેલું આ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં ફરતું થયું કે તુરંત જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સર્ક્યુલર બોગસ છે અને કોઈ ટીખળીખોરે આ લેટરને વાયરલ કર્યો છે. હવે તમને પણ થશે કે એવું તો શું છે આ સર્કયુલરમાં કે તે આગની જેમ ફેલાવા લાગ્યો છે.

image soucre

આ સર્ક્યુલરમાં યુનિવર્સિટીના નામે લખવામાં આવ્યું છે કે યુવતીઓ માટે સુચના છે કે આગામી 7 તારીખ પહેલા બોયફ્રેન્ડ બનાવી જરૂરી છે. એટલું જ નહીં તેમાં એમ પણ લખવામાં આવ્યું કે જો કોઈ છોકરી બોયફ્રેન્ડ બનાવશે નહીં તો તેવી એકલી છોકરીઓને કોલેજમાં પ્રવેશ આપવા દેવામાં નહીં આવે. તેમાં એવું લખવામાં આવ્યું છે કે છોકરીઓએ ક્લાસમાં આવતા પહેલા બોયફ્રેન્ડ છે તેનો પુરાવો પણ આપવાનો રહેશે.

image soucre

સર્કયુલરમાં એમએસ યુનિવર્સિટીના સત્તાવાર લેટરહેડ પર છાપવામાં આવેલો હોવાથી પહેલા તો સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા કે કોઈ યુનિવર્સિટી આવું કેવી રીતે જાહેર કરી શકે. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ ભેજાબાજે યુનિવર્સિટીના લેટરહેડ જેવો જ નકલી લેટરહેડ તૈયાર કરી આ સર્ક્યુલર તેમાં લખી વાયરલ કર્યો છે. આ સર્ક્યુલર તેમાં લખેલી વિચિત્ર વાતના કારણે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

image soucre

મહત્વપૂર્ણ છે કે આ સર્ક્યુલર એવા સમયે વાયરલ થયો છે જ્યારે વેલેન્ટાઈન વીક પણ શરુ થયું છે. તેવામાં ચર્ચાઓ છે કે આ સમયને ધ્યાનમાં રાખીને જ કોઈએ આ મજાક કરી હતી. જો કે આ મજાકમાં એમ એસ યુનિવર્સિટીનું નામ પણ ઉછળ્યું હતું અને તેના વિશે ભારે ચર્ચાઓ થવા લાગી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ