સંયુક્ત પરિવારમાં રહેવાના આ ફાયદાઓ જાણીને તમે પણ નહિં રહો એકલા

સંયુક્ત પરિવારમાં રહેવાથી ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થાય છે. સંયુક્ત પરિવારમાં આપ વસ્તુઓને શેર કરવાનું શીખો છો. પછી તે ભલે ખાવાનું હોય, રૂમ હોય, રમકડાં હોય, કાર હોય, કપડાં હોય કે પછી એકબીજાના સુખદુઃખ હોય. આપ આપની વસ્તુઓને બીજાઓ સાથે વેહેંચવાનું નાનપણથી જ શીખી જાવ છો.

image source

-સંયુક્ત પરિવારમાં રહેવાના લાભ:

-વસ્તુઓ શેર કરવાની આદત:

image source

સંયુક્ત પરિવારમાં રહેવુ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. સંયુક્ત પરિવારમાં આપ વસ્તુઓ શેર કરવાનું શીખો છો. પછી તે ખાવાનું હોય, રૂમ હોય, રમકડાં હોય, કાર હોય કે કબાટ હોય. આપ આપની વસ્તુઓ બીજા લોકો સાથે શેર કરીને આંનદથી રહેવાની કલા નાનપણથી શીખી લો છો. આપને તેના ફાયદા પણ મળે છે. જો કોઈ વસ્તુની આપને જરૂર છે પણ તે વસ્તુ આપની પાસે નથી તો આપ તે વસ્તુ પરિવારના અન્ય સદસ્ય દ્વારા તે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે આર્થિક હેરાનગતિ આપનો રસ્તો રોકવા તૈયાર થઈ જાય છે. એવા સમયમાં પણ સંયુક્ત પરિવારના કારણે આપ એ તકલીફોમાંથી પણ સરળતાથી બહાર આવી શકો છો.

-બરબાદી ઓછી થાય છે.:

image source

એક શોધ મુજબ જે લોકો એકલા રહે છે તે સંસાધનોને ૫૦% વધારે બરબાદ કરે છે. એક્સાથે રહેવાનો સૌથી વધારે ફાયદો એ જ છે કે આપ સંસાધનોને બરબાદ નથી કરતા. જે લોકો એકલા રહે છે તે લોકો વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુઓ પણ વધારે ખર્ચ કરે છે. તે લોકોને ભાડું પણ વધારે આપવું પડે છે અને દરેક વસ્તુ અલગથી ખરીદવી પડે છે. જો ઘરમાં ઘણા લોકો હોય છે અને તેનાથી બધા વચ્ચે ખર્ચ વેહેચાય જાય છે. જેનાથી સરેરાશ ખર્ચ ઓછો થઇ જાય છે. દેખીતી જ વાત છે કે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મળી જાય છે.

-ઓછો તણાવ:

image source

એકલા રહેનાર વ્યક્તિને જીવનમાં વધારે તણાવનો સામનો કરવો પડે છે. જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશ રહે છે. એકસાથે રહેવાનો આ પણ એક ફાયદો છે કે આપ વધારે સ્વસ્થ અને ખુશ રહી શકો છો. કેમકે આપ આપના દુઃખદર્દ બીજાઓ સાથે વહેંચો છો. કેમકે દુઃખના સમયમાં કોઈ પોતાનાનો સાથ અને માથે પ્રેમ ભર્યો હાથ ખૂબ મહત્વ રાખે છે.

-સેફટી વોલ:

image source

સંયુક્ત પરિવારોમાં જો પતિ બેવફાઈ તરફ આગળ વધે છે કે પછી પત્નીને મારપીટ કરે છે તો એવી પરિસ્થિતિમાં ઘરના અન્ય સભ્યો પતિને તેના ખોટા કામ માટે સમજાવે છે. એવા સમયે પરિવાર મહિલાઓ માટે એક રીતની સેફટી દિવાલનું કામ કરે છે.

-બાળકોના પાલણપોષણમાં ખૂબ મદદ મળે છે.:

image source

બાળકોને મોટા કરવા માટે સંયુક્ત પરિવારનું વાતાવરણ ખૂબ સારું માનવામાં આવે છે. બાળકો ક્યારે સંયુક્ત પરિવારમાં દાદાદાદી, કાકા, ફઈ તેમજ અન્ય સભ્યોની સાથે રહેતા મોટા થઈ જાય છે ખબર જ નથી પડતી. બાળકોના માનસિક વિકાસ માટે પણ સંયુક્ત પરિવાર ખૂબ સારું સાબિત થાય છે.

-કેવીરીતે નિભાવવું સંયુક્ત પરિવારમાં?

image source

-પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી બનેલા રહે તે માટે સૌથી જરૂરી છે કે આપણે બાળકોને મોટાનું સમ્માન કરવાનું શીખવવું જોઈએ. આ વાત ફક્ત બાળકો પર જ લાગુ નથી પડતી પણ ઘરના મોટાઓએ પણ આ વાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પોતાનાથી મોટાને પૂરું સમ્માન આપે. જેથી પરિવારની કડીઓ એકબીજા સાથે જોડાયેલી રહે.

-બાળકો સામે ક્યારેય પણ કોઈની પણ સાથે બદતમીઝીથી કે ઊંચા અવાજે વાત ના કરે. બાળકો એવું જ શીખે છે જેવું ઘરના વાતાવરણમાં મળે છે. આપના બાળકોને હંમેશા ઘરડાઓ પ્રત્યે વિનયથી અને નાના બાળકો પ્રત્યે સંવેદનશીલ થવાનું શીખવવું અને પોતે પણ એવો જ વ્યવહાર કરવો.

image source

-વિભક્ત પરિવારમાં બાળકોને જરૂરિયાત કરતા વધારે લાડપ્રેમ મળવા છે જેના લીધે થઈને બાળકો ઘણી વાર જિદ્દી થઈ જાય છે. જેટલું થઈ શકે એટલું બાળકોને જમીનથી જોડાયેલા રહેવાનું શીખવવું.

-બાળકોને પોતાના નાનપણની વાર્તાઓ કહેતા કહેતા એ વાતનો એહસાસ કરાવાનો પ્રયત્ન કરવો કે કેવીરીતે આપ ખાવાથી લઈને કપડાં સુધીની બધી વસ્તુઓ ભાઈબહેનો સાથે વહેંચતા હતા. આમ કરવાથી આપના બાળકો પણ પોતાના ભાઈબહેનોની સાથે પ્રેમપૂર્વક રહેવાનું શીખશે.

-જો આપ છો ઘરની વહુ.:

જો આપ એક સંયુક્ત પરિવારની વહુ છો તો આપે કેટલીક વાતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. જેથી કરીને આપ પુરા પરિવારને બાંધીને રાખી શકશો અને બધાનો પ્રેમ મેળવી શકશો.:

image source

જો કિચનમાં આપની સાસુ, જેઠાણી કે દેરાણી જમવાનું બનાવી રહ્યા છે તો આપે તેમની મદદ જરૂરથી કરવી જોઈએ. ભલે પછી આપ ઓફિસથી થાકીને આવ્યા હોવ કે ક્યાંક બહારથી આવ્યા હોવ. ઓછામાં ઓછુ સામાન્ય શિષ્ટાચાર કરવા માટે પણ આપના સહયોગની રજુઆત જરૂરથી કરવી. સ્વાભાવિક છે કે એવામાં તેઓ પણ ના જ પાડશે. પરંતુ આમ કરવાથી આપના પ્રત્યે તેઓનું વલણ જરૂરથી સકારાત્મક અને પ્રેમભર્યું થઈ જશે. આપનો આ નાનો પ્રયત્ન પણ પરિવાર પ્રત્યે આપની જવાબદારી દર્શાવે છે.

જો ઘરમાં કોઈ બાળકનો બર્થ ડે છે કે કોઈ બાળક સારું રિઝલ્ટ લાવ્યું છે તો આપનું એ દાયિત્વ બને છે કે આપ એ અવસર પર તેને વધાઈ આપો અને તેનો હોસલામાં વધારો કરો. ઘરમાં ઉજવાતા નાનામોટા તહેવારો પર આપે આપના પ્રયત્નોથી ઘરમાં ખુશીનો માહોલ બનાવી દેવો.

image source

જો આપને ઘરના કામ નથી આવડતા તો ઘરની મહિલાઓ સાથે મળીને પેહલા વાત કરો, ત્યારબાદ તેમની પાસેથી ઘરના કામ શીખવાના પ્રયત્નો કરો. ખાસ વાત આવું કરતા સમયે મનમાં કોઈ ખચકાટ રાખ્યા વગર બધી બાબતો વિશે પૂછી લેવું.

ઘરમાં થતા કામો વિશે, નિર્ણયો પર આપે ખુલીને પોતાનો મત રાખવો જોઈએ. તેમજ તેઓને સ્પષ્ટ રીતે જાણ કરવી કે આપ શુ ઈચ્છો છો. ના કે પછી પાછળથી પતિને ફરિયાદ કરવી.

આપના સાસુસસરાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપો. ઘરમાં કોઈ બીમાર હોય તો તેને દરેક સંભવ મદદ કરવી. આવી વાતો ના ફક્ત આપના પતિને આકર્ષિત કરશે પણ ઘરના દરેક સભ્યો આપને માન આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ