અમેરિકન ભારતીય સાંસદનો અમેરિકાની કોરોના વાયરસ સલાહકાર પરિષદમાં થયો સમાવેશ

અમેરિકાની કોરોના વાયરસ સલાહકાર પરિષદમાં થયો અમેરિકન ભારતીય સાંસદનો સમાવેશ

image source

વ્હાઇટ હાઉસના કોરોના વાયરસ સલાહકાર પરિષદમાં – અમેરિકન ભારતીય સાંસદનો સમાવેશ

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીમાં સંપડાયેલું છે. ઇટાલી-સ્પેન બાદ હવે સૌથી વધારે ખરાબ સ્થિતિ અમેરિકામાં ઉભી થઈ છે. અમેરિકામાં દીવસેને દીવસે કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમજ મૃત્યુ આંક પણ ભલભલાની કંપારી છોડાવી તે રીતે વધી રહ્યો છે.

image source

અને તેના કારણે વ્હાઇટ હાઉસ ઓર વધારે સતર્ક બન્યું છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ સલાહકાર પરિષદ બનાવવામાં આવી છે જેમાં ભારતીય મૂળના સાંસદ રો ખન્નાની નિમણૂક કરવામાં આવી છે. રો ખન્ના એ વ્હાઇટ હાઉસના ‘ઓપનિંગ અપ અમેરિકા અગેન કાંગ્રેશનલ ગૃપમાં’ સમાવવામાં આવેલા એક માત્ર ભારતીય અમેરિકન સાંસદ છે, જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બન્ને પાર્ટિઓના સાંસદ અને સેનેટરનો સમાવેશ થાય છે.

image source

વ્હાઇટ હાઉસે આ બેઠકની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ મિટિંગ ફોન પર કરવામાં આવી હરતી જેમાં ઘણા બધા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ‘પેચેક પ્રોટેક્શન’ માટે વધારે નાણાની જરૂરિયાત, આંતરરાષ્ટ્રીય તેમજ ઘરેલુ આપૂર્તિ શ્રૃંખલાઓ, અર્થવ્યવસ્થાને ફરી સક્રિય બનાવવાની રીત, મેડિકલ બિલિંગ, જરૂરી અને બીનજરૂરી શ્રમીકો વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવું, માનસિક સ્વાસ્થ્ય અને નાના વ્યવસાઓ માટે રાહત આપવા અંગેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

image source

અમેરિકામાં હાલ બેરોજગારીનું પ્રમાણ પહેલાં કરતાં ક્યાંય વધી ગયું છે. લાખો લોકોએ બેરોજગાર તરીકેની નોંધણી કરાવી છે. ‘પેચેક પ્રોટેક્શન’ અમેરિકન લઘુ વ્યાપાર પ્રશાસન તરફથી વેપારીઓને આપવામાં આવનાર લોન છે જેથી કરીને કોરોના વાયરસના આ સમયમાં તેમના કર્મચારીઓ કામ કરતા રહે. આ ઉપરાંત કોવિડ-19ની સારવાર અને તપાસ, વેંટિલેટર, પીપીઆઈ કીટો તેમજ ફેસ માસ્કની પણ તરત જ વ્યવસ્થા કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રો ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ આ પરિષદના એક સભ્ય તરીકે અમેરિકનોને રાહત આપવા માટે સંઘર્ષ કરતા રહેશે.

અમેરિકાની હાલની સ્થિતિ છે અત્યંત કફોડી

image source

હાલ અમેરિકામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 37,175 સુધી પહોંચી ગઈ છે. સંક્રમીતોની સંખ્યા 7 લાખની ઉપર જતી રહી છે. રો ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકનોને કોરોના વાયરસથી છૂટકારો અપાવવા માગે છે અને તેના માટે તેઓ સતત પ્રયાસ કરતા રહેશે. તેમણે વધારામાં જણાવ્યું હતું, ‘હું નવીન વૈજ્ઞાનિક ટેકનિકો, સ્માર્ટ પ્રૌદ્યોગિકરણ તેમજ વિનિર્માણમાં રોકાણ કરીશ.’

image source

તેમણે એ પણ જણાવ્યું હતું કે અમેરિકા પહેલેથી જ ચીન, જર્મની જેવા દેશો પર ચિકિત્સા ઉપકરણો બાબતે તેમજ ઇલેક્ટ્રોનિક્સ બાબતે નિર્ભર રહેતું આવ્યું છે. તેમણે આઇેજનહાવરનો દાખલો આપતા જણાવ્યું હતું કે જેવી રીતે તેમણે શીતયુદ્ધ દરમિયાન કર્યુ હતું તેવી રીતે જો અમે અમેરિકન ઇનોવેશનની શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીશું તો અમે અમારી અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવી શકીશું અને તે રીતે અમેરિકન ઉદ્યોગના ભવિષ્યને નવું રુપ આપી શકીશું. આજ કારણસર તેમણે પોતાના સાથી ડેમોક્રેટિક સભ્યોની સાથે મળીને વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ સોફ્ટવેયર સલાહકાર પરિષદ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો સ્વિકાર કર્યો હતો.

image source

તેમાં કોઈ જ બે મત નથી કે કોરોના વાયરસે સમગ્ર વિશ્વના અર્થતંત્રની કમર તોડી નાખી છે અને સૌથી કફોડી સ્થિતિ હાલ અમેરિકાની છે. જો આપણા ભારતીય મૂળના રો ખન્ના તેને સુધારવામાં પોતાનો ફાળો આપશે તો તે ગર્વની વાત કહેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ