ભારત કોરોનાના સંકટમાં આ 5 દેશોને કરી રહ્યુ છે જોરદાર મદદ, મોકલાવી રાહત સામગ્રીઓ અને સાથે કરી આટલી બધી બીજી મદદ

કોરોનાના સંકટમાં આ 5 દેશોને મદદ કરી રહ્યું છે ભારત, મોકલી નર્સ અને રાહત સામગ્રીઓ.

image source

કોરોનાને આ સંકટમાં ઘણા દેશોએ ભારતને મદદ માટે વિનંતી કરી છે અને એક સારા મિત્રની ફરજ નિભાવતા હોય એમ ભારતે આ દેશોની મદદ પણ કરી છે.થોડા દિવસ પહેલા જ્યારે સંયુક્ત અરબ અમીરાત(UAE) એ ભારત પાસે મદદ માંગી તો ભારતે 88 સ્વસ્થયકર્મીઓને કોરોના વાયરસની સારવાર કરવા UAE મોકલી દીધા.એ સાથે જ ભારતે માલદીવ, મોરીશસ્, મેડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સ જેવા દેશોને પણ કોરોના વાયરસ જેવી મહામારી સામે લડવા માટે મદદ કરી છે…

દુબઈ પહોંચ્યો 88 નર્સનો કાફલો.

image source

UAE માં કોરોના દર્દીઓની સારવાર કરવા માટે 88 નર્સનો કાફલો શનિવારે દુબઈ પહોંચ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દુબઈ મોકલવામાં આવેલી આ નર્સ કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રની છે. દુબઈ પહોંચ્યા પછી આ બધી જ નર્સને 14 દિવસ કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી હતી. એ પછી જરૂરિયાત મુજબ UAE ના અલગ અલગ હોસ્પિટલમાં એમને મોકલવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ખાડી દેશોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.અત્યારસુધી 17 હજારથી વધુ કોરોનાના કેસ ખાડી દેશોમાં આવી ગયા છે.

આ દેશો માટે લંબાવ્યો મદદનો હાથ.

image source

UAE સિવાય ભારતે માલદીવ, મોરીશસ્, મેડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સની પણ કોરોના સામે લડવામાં મદદ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર ભારતીય સૈનિકો દ્વારા ચિકિત્સા દળ, જરૂરી દવાઓ અને ખાદ્ય સામગ્રી આ દેશો સુધી પહોંચાડવામાં આવી રહી છે.આ બધા જ દેશોએ ભારત પાસે મદદ માંગી હતી. માલદીવ, મોરિશીસ, મેડાગાસ્કાર, કોમોરોસ અને સેશેલ્સની મદદ મોકલ્યા પછી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરેલ માહિતી પ્રમાણે કહેવામાં આવે છે કે કોઈ પણ સંકટમાં મદદનો હાથ લંબાવવામાં પોતાની રૂઢી જાળવી રાખવા ભારતે આ પગલું ઉઠાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ 5 દેશોને મિશન સાગર દ્વારા મદદ મોકલવામાં આવી છે.

મિત્રતા બનશે વધુ ગાઢ.

image source

સ્વસ્થયકર્મીઓના દળને દુબઈ મોકલ્યા પછી ભારતીય રાજદૂત પવન કપૂરે જણાવ્યું હતું કે આમ મદદ કરવાથી એ દેશો સાથે ભારતની મિત્રતા વધુ મજબૂત બનશે. પવન કપૂરે આગળ જણાવ્યું કે UAE અને ભારત આ સમયે એ જોઈ રહ્યું છે કે આ કોરોના વાયરસ જેવી મહામારી સાથે એકબીજાની મદદ કરી કઈ રીતે નિવારી શકાય.દુબઈ સ્વાસ્થ્ય પ્રધિકરણના મુખ્ય નિર્દેશક હુમેદ અલ કુતામીએ કહ્યું કે “આ પહેલ બંને દેશો દ્વારા બંધાયેલા સંબંધની ઓળખ છે અને આ સરકાર અને ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્ર વચ્ચે ઘનિષ્ઠ સંબંધને દર્શાવે છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ