શું તમે ‘જંજીર’ ફિલ્મ જોઇ છે? શું તમે જાણો છો તેની આ અજાણી વાતો વિશે?

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સુપરહીટ ફિલ્મ ‘જંજીર’ને રીલીઝ થઈ ગયાને આજે ૪૭ વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મ ‘જંજીર’ ૧૧ મે, ૧૯૭૩ના રોજ થીયેટરમાં રીલીઝ કરવામાં આવી હતી.

image source

અમિતાભ બચ્ચને ફિલ્મ ‘જંજીર’ પછી પોતાના કરિયરના ક્યારેય પાછું ફરીને જોયું નથી. જો કે આ ફિલ્મ ‘જંજીર’ અમિતાભ બચ્ચનને એટલી સરળતાથી મળી હતી નહી. આ ફિલ્મ માટે એના નિર્દેશક પ્રકાશ મેહરાએ પહેલા તે સમયના ચાર સુપર સ્ટારને આ ફિલ્મ માટે અપ્રોચ કર્યું, પણ બધા પાસેથી ના આવ્યા પછી આ ફિલ્મ ‘જંજીર’માં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ.

ખરેખરમાં અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘જંજીર’માં કરવાને લઈને એક દિલચસ્પ કિસ્સો છે. આ આખો કિસ્સો પ્રકાશ મહેરાએ પોતે જ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યો હતો. ખરેખરમાં ફિલ્મ ‘જંજીર’ની વાર્તાને ધર્મેન્દ્રએ સલીમ જાવેદની પ્રસિદ્ધ લેખક જોડી પાસેથી ખરીદી લીધી હતી. પરંતુ તે સમય દરમિયાન પ્રકાશ મહેરા ફિલ્મ ‘સમાધિ’ પર કામ કરી રહ્યા હતા. ત્યાર પછી ધર્મેન્દ્ર સુધી ફિલ્મ ‘સમાધિ’ની વાર્તા પહોચી અને તેમને ફિલ્મ ‘સમાધિ’ની વાર્તા પસંદ આવી એટલે ધર્મેન્દ્રએ ફિલ્મ ‘સમાધિ’ના બદલામાં ‘જંજીર’ની વાર્તા પ્રકાશ મહેરાને આપી દીધી.

image source

પરંતુ આ મામલો એટલો પણ સીધો હતો નહી. જયારે ધર્મેન્દ્રએ આ ફિલ્મ પ્રકાશ મહેરાને આપી દીધી તે સમયે તેઓ પોતે જ એમાં લીડ રોલ કરવાના હતા. આ સાથે જ તેઓ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ બનવા તૈયાર થઈ ગયા હતા. તે જ સમયે પ્રકાશ મહેરએ પ્રસિદ્ધ લેખક કે. નારાયણ પાસેથી ‘કહાની કિસ્મત કી’ફિલ્મનો આઈડિયા ખરીદી લીધો હતો. તેમજ આ ફિલ્મનો વિષય ધર્મેન્દ્રને પણ પસંદ આવ્યો હતો.

હવે ધર્મેન્દ્રએ પ્રકાશ મહેરાની સામે વાત રાખી દીધી કે, તેઓ ફિલ્મ ‘કહાની કિસ્મત કી’નો વિષય બોલીવુડના ગોડફાધર માનવામાં આવતા અર્જુન હિંગોરાનીને આપી દો. પ્રકાશ મહેરાએ જણાવ્યું છે કે, ધર્મેન્દ્રનું કહેવું હતું કે, જો તેઓ આમ કરે છે તો તેમની ફિલ્મને પૂરો સપોર્ટ આપશે. જો કે, એક ફિલ્મ ‘જંજીર’ માટે બે ફિલ્મોનો સોદો કરવા પ્રકાશ મહેરા તૈયાર થયા નહી. ત્યાર પછી ધર્મેન્દ્રએ કોઈ અન્ય ફિલ્મમાં કામ કરવાની વાત કહીને ફિલ્મ ‘જંજીર’માં કામ કરવાની ના પાડી દીધી.

image source

ધર્મેન્દ્રએ ના પાડી દીધા પછી પ્રકાશ મહેરા દેવ આનંદ પાસે ગયા. દેવ આનંદને પણ ફિલ્મ ‘જંજીર’ની વાર્તા પસંદ આવી હતી, જો કે દેવ આનંદએ કેટલીક આપત્તિ દર્શાવતા કહ્યું હતું કે, ફિલ્મમાં કેટલાક ગીતો ઉમેરવામાં આવે, જો કે, પ્રકાશ મહેરાએ આ વાત માની નહી. એટલે અહિયાં પણ ફિલ્મની વાત બની નહી.

તે સમયના સુપરસ્ટાર રાજ કુમારને પણ પ્રકાશ મહેરાએ આ ફિલ્મ માટે અપ્રોચ કર્યા. જો કે તેઓ મુંબઈથી બહાર ચેન્નઈ (તે સમયે મદ્રાસ) માં કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. રાજ કુમાર તો બીજા દિવસથી જ શુટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તેઓ ઈચ્છતા હતા કે, પ્રકાશ મહેરા આ ફિલ્મનું શુટિંગ ચેન્નઈમાં જ કરે, જેથી તેઓ પોતાની ચાલી રહેલ ફિલ્મનું શુટિંગ પણ આ ફિલ્મ સાથે જ કરતા રહે. કેમ કે, ફિલ્મ ‘જંજીર’ની સ્ક્રિપ્ટ મુજબ મુંબઈથી બહાર એના શુટિંગની મંજુરી આપી શકાય એમ હતી નહી, એટલા માટે મજબુરીમાં પ્રકાશ મહેરાને અહિયાં પણ ના પાડી દેવી પડી.

image source

આ બધા સ્ટાર્સ પછી પ્રકાશ મહેરા આ ફિલ્મની વાર્તા લઈને દિલીપ કુમાર પાસે પણ ગયા હતા. જો કે, દિલીપ કુમારને વાર્તા પસંદ આવી નહી અને દિલીપ કુમારે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. દિલીપ કુમારને લાગ્યું કે, લીડ રોલમાં પરફોર્મ કરવાનો કોઈ સ્કોપ છે નહી. દિલીપ કુમાર મુજબ આ ફિલ્મમાં લીડ રોલનું પાત્ર સામાન્ય હતો, જેમાં કોઈ વેરીએશન નથી.

image source

જયારે મોટા મોટા સ્ટાર્સએ આ ફિલ્મ ‘જંજીર’ માં કામ કરવાની મનાઈ કરી દીધી ત્યારે પ્રકાશ મહેરા ખુબ હેરાન થઈ ગયા હતા. ત્યારે જ એક દિવસ પ્રાણએ પ્રકાશ મહેરાને અમિતાભ બચ્ચનને ફિલ્મમાં લેવાની સલાહ આપી. પ્રકાશ મહેરા જણાવે છે કે પ્રાણએ તેમને કહ્યું હતું કે, ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’માં જોયા પછીથી જ તેમને લાગે છે કે અમિતાભ બચ્ચન ભવિષ્યના સ્ટાર છે. આના સિવાય પ્રકાશ મહેરા પોતે શત્રુઘ્ન સિંહાની સાથે અમિતાભ બચ્ચનનો ફાઈટ સીનથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યાર પછી પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘જંજીર’ માટે સાઈન કરી લીધા. આવી રીતે બીગ બીને તેમના કરિયરનો સૌથી મોટો બ્રેક મળ્યો હતો.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ