અહીં સાવ સસ્તા ભાવમાં મળે છે Honda અને Bajaj ની સેકન્ડ હેન્ડ બાઇક્સ, તમે પણ ઉઠાવો જલદી લાભ

સેકન્ડ હેન્ડ બાઈકના વેંચાણમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉછાળો આવ્યો છે. જો કે નવા બાઈકના વેંચાણમાં પણ આવો જ ઉછાળો છે પરંતુ જે લોકોની આર્થિક પરિસ્થિતિ નવા બાઇક લેવાની નથી તેઓ માટે જૂનું બાઇક લેવું પણ નવા બાઇક લેવા સમાન જ છે. અને હવે તો ગ્રાહક જૂની બાઇકની ઘર બેઠા જ ઓનલાઇન પણ માહિતી મેળવી શકે છે. ઓનલાઇન માર્કેર્ટમાં એવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેની મદદથી તમે સરળતા પૂર્વક જૂની બાઇક ખરીદી શકો છો.

image source

જો તમે પણ એક સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવા માંગો છો તો કોમર્શિયલ શોપિંગ સાઇટ ” Droom ” તમારે માટે એક સારો વિકલ્પ છે. આ વેબસાઈટની મદદથી તમે પોતાની પસંદગીની બાઇક શોધી અને ખરીદી શકો છો. સૌથી ખાસ વાત તો એ કે તમે વેબસાઈટમાં આપેલા ફિલ્ટર્સનો ઉપયોગ કરી બાઇકના મોડલ, કિંમત, કલર વગેરે પસંદ કરી યોગ્ય બાઇકના વિકલ્પો મેળવી શકો છો અને બાઇક પસંદ પડે તો બાઇક વેંચનાર સાથે સંપર્ક કરી શકો છો. આ વેબસાઈટ પર તમને 30 હજાર રૂપિયાની રેન્જમાં બાઇક મળી જાય છે. આ વેબસાઈટ પર વેંચાણ માટે મુકાયેલી બાઇક્સ પૈકી અમુક બાઇક વિશે અમે અહીં તમને દાખલા રૂપ માહિતી આપી રહ્યા છીએ જે Droom પર મુકાયેલી છે.

image soucre

Hero Splendor plus 100cc : ભારતમાં સૌથી લોકપ્રિય બાઇક હીરો સ્પલેન્ડરનું એક 2016 નું મોડલ Droom પર વેંચવા મુકાયું છે. ત્યાં આપેલી માહિતી મુજબ આ બાઇક 9000 કિલોમીટર સુધી ચાલેલું છે અને તેની માઇલેજ 81 કિલોમીટર પ્રતિ લીટરની છે. તેમાં 100 સીસીનું એન્જીન છે તેમજ તેના વહીલની સાઈઝ 18 ઇંચ છે. વેબસાઈટ પર આ બાઇકની વેંચાણ કિંમત 31900 રૂપિયા રાખવામાં આવી છે. બાઇકના પહેલા ઓનર દ્વારા જ આ બાઇક વેંચવા માટે મુકાઈ છે.

image source

Bajaj Pulsar 150cc : આ બાઈકનું 2016 નું મોડલ વેંચાણ અર્થે Droom પર મુકાયું છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ બાઇક 40000 કિલોમીટર ચાલી ચુકી છે. અને તેનું માઇલેજ 65 કિલોમીટર પ્રતિ લિટરનું છે. તેના વ્હીલની સાઈઝ 17 ઇંચ છે અને તેનું એન્જીન 149 સીસીનું છે. Droom પર આ બાઇકની કિંમત 22000 દર્શાવવામાં આવી છે. બાઈકના પ્રથમ માલીક દ્વારા જ આ બાઇક વેંચવા માટે મુકાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ