સ્માર્ટનેસમાં ડબલ વધારો કરવા તમારા બાળકને નાનપણમાં જ શિખવાડો આ 5 બાબતો

આ પાંચ બાબતો તમારા બાળકોને બાળપણમાં કહેવી આવશ્યક છે, તેનાથી તેમનું જીવન બદલાઈ જશે.

image source

બાળ ઉછેર અને તેની આસપાસનું વાતાવરણ કોઈપણ બાળક માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. સારા ઉછેર અને મૂલ્યોને લીધે જ બાળક એક સારો નાગરિક અને એક સારો વ્યક્તિ બને છે. બધા માતાપિતા ઇચ્છે છે કે તેમના બાળકો વધુ સારા વ્યક્તિ બને.

image source

વડીલોનો હંમેશા આદર કરો અને ખોટા માર્ગે ચાલવાનું ટાળો. પરંતુ એક સારા વ્યક્તિ બનવા માટે શિષ્ટાચાર ખૂબ જરૂરી છે. શિષ્ટાચાર બાળકોને નાનપણથી જ બરાબર આપવો જોઈએ, કારણ કે આ એવી ટેવ છે જે હંમેશાં અને બધી ઉંમરે તમારા બાળકની સાથે રહે છે.

image source

બાળકોની અંદર કેટલીક સારી ટેવ બાળપણથી જ જોવા મળે છે અને તેથી માતાપિતાની જવાબદારી એ છે કે તેઓ તેમના બાળકોને નાની-મોટી આદતો શીખવતા રહે.

image source

ચાલો અમે તમને 5 એવી બાબતો જણાવીએ કે જે તમે તમારા બાળકોને શીખવી દીધી તો, માત્ર તેમનું જીવન જ બદલાશે નહીં પરંતુ તમે તેમના માટે ગર્વ અનુભવશો.

ધીરજ રાખતા શીખવો:

image source

આજકાલ મોટાભાગના લોકોમાં ધીરજનો અભાવ જોવા મળે છે, તેમને ઝડપથી બધું જ જોઇએ છે પરંતુ આપણા બાળકોને ધીરજ રાખવાનું શીખવવું જોઈએ. બાળકોને સમજાવવું જોઈએ કે, ધીરજ અને પ્રતીક્ષા રાખીને જ ફક્ત કામ થઈ શકે છે, તેથી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ.

image source

આ સિવાય બાળકોમાં અન્ય બાળકો સાથે વહેંચવાની કે ભાગ પડવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી સંબંધોમાં મજબૂતાઈ આવે છે. બાળકોને સમજાવો કે કંઈ પણ ફક્ત તેમના માટે જ નથી.

આભાર માનવાનું અને માફી આપવાનું શીખવો:

image source

આભાર માનવાનું અને માફ કરવાનું બાળકોને શીખવો. આનાથી બાળકમાં બીજા પ્રત્યે આદરની ભાવના જન્મે છે. આ સિવાય બાળકોને એ પણ શીખવો કે તેઓએ હંમેશા વડીલોની વાત સાંભળવી જોઈએ અને અમલમાં પણ મુકવી જોઈએ. તેમના મનમાં એ વાત બેસાડો કે જેઓ તમારા કરતા મોટાં છે તમારા વડીલ છે, તેઓ હંમેશાં તમારા ભલા માટે જ કંઈક કહેતા હોય છે.

પ્રામાણિકતા શીખવો:

image source

તમારા બાળકોને પ્રમાણિકતાનો પાઠ જરૂર ભણાવશો. તેમનામાં પ્રામાણિકતાની ટેવ પાડો. તેમજ, બાળકોને દરરોજ પ્રાર્થના કરવાની ટેવ પાડો. પ્રાર્થનાથી બાળકોમાં સકારાત્મકતા વધે છે. ધીરજ રાખવાનું શીખવો.

આજકાલ મોટાભાગના લોકોમાં ધીરજનો અભાવ જોવા મળે છે, તેમને ઝડપથી બધું જ જોઇએ છે પરંતુ બાળકોને ધીરજ રાખવાનું શીખવવુ જોઈએ. તેમને સમજાવવું જોઈએ કે, ધીરજ અને પ્રતીક્ષાથી જ માત્ર કામ થાય છે.

image source

તેથી કોઈ કામમાં કોઈ ઉતાવળ ન કરો. આ સિવાય બાળકોમાં અન્ય બાળકો સાથે વહેંચવાની કે ભાગ પડવાની આદત શીખવો. આ આદત સંબંધોને મજબૂત બનાવે છે. બાળકોને સમજાવો કે કંઈ પણ ફક્ત તેમના માટે જ નથી.

મદદ કરતા શીખવો:

image source

બાળકોને સમજાવો કે, જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તો આપણે તેમની મદદ કરવી જોઈએ. માત્ર પરિચિતોની જ નહીં, પણ અજાણ્યા લોકોને મદદરૂપ બનવાની પ્રેરણા પણ બાળકોને આપો.

image source

આ સાથે, બાળકોને સમયની કદર કરતા અથવા મહત્વ સમજાવો. બાળકને દરેક કાર્ય ચોક્સાઈપૂર્ણ રીતે કરતા શીખવો તેમજ તેમને કાર્યમાં બેદરકારી રાખવાની ટેવથી બચાવતા શીખવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ