કાનૂની અધિકારો, જે એક સ્ત્રી તરીકે દરેકે જાણવા ખૂબ જ જરૂરી છે..

કાનૂની અધિકારો કે જે તમારે એક સ્ત્રી તરીકે જાણવું આવશ્યક છે.

image source

આજે મહિલાઓ પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. હાલના સમયમાં તેનું વર્ચસ્વ ઘરના બધા કામકાજ અને બહાર બધે જ જોવા મળે છે.

જો કે, સ્ત્રી દમન, સ્ત્રી દ્વેષ, સ્ત્રી અત્યાચાર, મહિલાઓની માનસિક અને શારીરિક સતામણી, લિંગ ભેદભાવ જેવી ઘણીબાબતો પણ આ જ સમાજમાં બની રહી છે અને ઘણી સ્ત્રીઓ માટે આ તેમના જીવનનો એક ભાગ પણ બની ગઈ છે.

image source

પરંતુ, જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો, આ દરેક અવરોધો સામે લડીને તેને દૂર કરવા જ પડશે. ભારતીય બંધારણમાં મહિલાઓના રક્ષણ અને સમાનતા સંબંધિત ઘણા કાયદા બનાવાયા છે, જે મહિલાઓને સશક્તિકરણ આપે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ભારતીય કાયદા વિશે, જે દરેક સ્ત્રીને સ્ત્રી હોવાના નાતે જાણવા જરૂરી છે.

સમાન પગારનો અધિકાર:

image source

સમાન પગારનો અધિકાર એ દરેક સ્ત્રીનો હક છે. સમાન મહેનતાણું અધિનિયમ મુજબ, જો પ્રશ્ન પગાર અથવા શ્રમનો છે, તો કોઈ પણ જાતિના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવો અયોગ્ય છે તેમ કરી શકાતું નથી.

ઘરેલું હિંસાથી બચાવવાનો અધિકાર:

image source

આ કાયદો મુખ્યત્વે પતિ, પુરુષ લિવ-ઇન પાર્ટનર અથવા સંબંધીઓ દ્વારા પત્નીને, સ્ત્રી લિવ-ઇન પાર્ટનર, અથવા ઘરમાં રહેતી માતા કે બહેન જે ઘરેલું હિંસાથી પીડાઈ રહી હોય કે તેનો ભોગ બની હોય તેની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. જો કોઈ મહિલા ઘરેલું હિંસા જેવા ગુનાનો ભોગ બની હોય તો, તે સ્ત્રી પોતે અથવા તેના વતી કોઈ ફરિયાદ નોંધાવી શકે છે.

પ્રસૂતિ લાભ માટેના અધિકાર:

image source

પ્રસૂતિ લાભ માત્ર કામ કરતી સ્ત્રીઓ માટે માત્ર કોઈ સગવડ નથી, પરંતુ તે તેમનો અધિકાર છે. પ્રસૂતિ લાભ અધિનિયમ હેઠળ, એક નવી માતા કે જે ડિલિવરી પછી મળતી રજાઓમાં 12 અઠવાડિયાથી (ત્રણ મહિના) લઈને હવે 26 અઠવાડિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 12 અઠવાડિયા સુધી સ્ત્રીના પગારમાં કોઈ કાપ કે ઘટાડો કરવામાં આવતો નથી અને તે ફરીથી કામ શરૂ કરી શકે છે.

મફત કાનૂની સહાય માટેના અધિકાર:

image source

બળાત્કારનો ભોગ બનેલી કોઈપણ સ્ત્રીને મફત કાનૂની સહાય મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) એ કાયદાકીય સેવા ઓથોરિટીને કોઈ વકીલની વ્યવસ્થા કરવા માટે જાણ કરવી જરૂરી છે.

સંપત્તિ પરના અધિકારો:

image source

પૂર્વજોની સંપત્તિમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ નવા નિયમોના આધારે પુરુષ અને સ્ત્રી બંનેને સમાનતાનો અધિકાર છે.

કામના સ્થળે થતી સતામણી સામે અધિકાર:

image source

કામના સ્થળે થતી જાતીય સતામણીના કાયદાના અધિનિયમ મુજબ, તમને જાતીય સતામણી કરનાર સામે ફરિયાદ નોંધાવવાનો તમારો અધિકાર છે.

રાત્રે ધરપકડ ન કરવાનો અધિકાર:

image source

સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સ્ત્રીની ધરપકડ કરી શકાતી નથી, પણ કોઈ ખાસ કેસમાં પ્રથમ-વર્ગના મેજિસ્ટ્રેટના આદેશથી જ આ શક્ય બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !