Covid-19 અંગે ગુજરાતના વૈજ્ઞાનિકોને મલી જોરદાર સફળતા મળી , CMOએ આપ્યા ખુશીના સમાચાર,વાંચો જલદી તમે પણ

ગુજરાતીઓએ આવ્યો છે ગર્વ કરવાનો વારો – COVID – 19ની રસી બાબતે ગુજરાતના વૈજ્ઞાનિકોને મળી છે અદ્ભુત સફળતા – તમને પણ હોય તમારા ગુજરાત પર ગર્વ તો શેર કરો આ મહત્ત્વના સમાચાર

image source

પુરા વિશ્વ માં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ ના જીનોમ સીક્વન્સ (વંશસુત્ર) ની માહિતી મેળવવામાં ગુજરાત બાયો રીસર્ચ સેન્ટર ને મળી અદ્ભુત સફળતા. અને આ સાથે જ ગુજરાતના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી શોધવામાં અગ્રેસર બન્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે, મૃત્યુદર લાખ ઉપર જતો રહ્યો છે અને સંક્રમીત લોકોની સંખ્ચા લાખોમાં છે. નાના અને નબળા દેશોની વાત તો દૂર હી પણ યુરોપના વિકસિત દેશો અને અમેરિકા જેવી મહાસત્તાની હાલત પણ દયનીય બની ગઈ છે. કારણ કે આ જ દેશો માં સૌથી વધારે પાયમાલી સર્જાઈ છે.

image source

કોરોના વાયરસની સૌથી મોટી તાકાત એ છે કે તેની હજુ સુધી કોઈ જ દવા કે રસી શોધાઈ નથી. અને તેની સામે લડવાનો એક માત્ર ઉપાય તમારી શક્તિશાળી રોગપ્રતિકારક પ્રણાલી જ છે. પણ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હશે તો તમે આ બિમારી સામે ટકી શકશો નહીં. અને માટે જ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો આજે કોરોના વાયરસની રસી શોધવામાં દીવસરાત મહેનત કરી રહ્યા છે. જેમાંથી આપણા ગુજરાતના વૈજ્ઞાનિકો પણ બાકાત નથી.

image source

કોઈ પણ વાયરસને હરાવવા માટે જ્યારે વૈજ્ઞાનિકો રસી પર સંશોધન કરી રહ્યા હોય છે ત્યારે સૌ પ્રથમ તો તેને નબળો બનાવવા માટે તેનું જીનોમ સિકવન્સ એટલે કે વંશ સૂત્ર શોધી કાઢવું પડે છે અને ત્યાર બાદ તેનું મૂળ શોધવામાં આવે છે અને ત્યાર બાદ તેની દવા તેમજ વેક્સિન શોધવામાં આવે છે.

આખાએ ગુજરાતમાં ગુજરાત બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર (GBRC) એક એવી સ્ટેટ ગવર્નમેન્ટ લેબોરેટરી છે જેના વૈજ્ઞાનિકોને આ વંશ સૂત્ર (જીનોમ સિક્વન્સ) શોધવામાં સફળતા મળી છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.

આ સમાચાર ચીફ મિનિસ્ટર ઓફિસના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. ટ્વીટરમાં ગુજરાતના વૈજ્ઞાનિકો પર ગર્વ કરતા લખવામાં આવ્યું હતું, ‘ગુજરાત તેના ગુજરાત બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્સેટર ખાતેના વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવી રહ્યું છે, દેશની એક માત્ર સ્ટેટ ગવર્નમેન્ટ લેબોરેટીરીએ COVI-19ની આખું જીનોમ સીક્વન્સ (શત્રુ સૂત્ર) જાણી લીધું છે જે કોરોના વાયરસના મૂળને શોધવામાં, તેમજ તેને ટાર્ગેટ કરતી દવા તેમજ રસી બનાવવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.’

image source

તમને જણાવી દઈએ કે ગુજરાતનું આ બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર 2017માં જ અસ્તિત્ત્વમાં આવ્યું હતું. અને આટલા થોડા સમયમાં આટલી મોટી સફળતા એક ખરેખર ગર્વની વાત કહેવાય.

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 11,933 સુધી પહોંચી ગઈ છે, અને મૃત્યુઆંક 392 થઈ ગયો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 20,60,927 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે, અને 1,34354 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ