ઈમ્યુનિટી વધારવા અને આંખોની રોશની માટે ઉત્તમ છે નાળિયેર

નાળિયેરનું લેટિન નામ કોકોસ ન્યુસિફેરા છે. આપણે બધા જાણીએ છીએ છે કે પૂજન કર્મમાં નારિયળ
મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ દેવી-દેવતાઓની પૂજા નારિયેળ વગર અધૂરી છે. નારિયલને શ્રીફળ પણ કહેવાય છે. તમને જણાવી દઈએ કે નાળિયેરને વિધિ વિધાનમાં ઉપયોગમાં લીધા સિવાય તેના બીજા પણ ઘમા ઉપયોગ છે. તે અનેક પ્રકારની બીમારીઓમે મટાડવામાં પણ ખુબ કામ આવે છે. આમ તો તમે નારિયેળ અને નારિયેળ તેલ તેના ઘણા બધા ચમત્કારી ગુણો વિશે સાંભળ્યું હશે. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખનાર પૌષ્ટિક તત્ત્વઓથી ભરપૂર નારિયેળનો એક ટુકડો દરરોજ ખાવાથી ન માત્ર તમારી બૉડીની ઇમ્યૂનિટી વધે છે પરંતુ યાદશક્તિ પણ સારી રહે છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેમાં પાણીનું પ્રમાણ પણ સારુ રહે છે એટલા માટે આ બોડીને હાઇડ્રેટ રાખે છે. નારિયેળનો ઉપયોગ તેલ સ્વરૂપે, દૂધ તરીકે પણ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ બીજા ક્યા ક્યાં રોગમાં નાળિયેરનો ઉપયોગ કરી શકાય છે.

કૃમિનાશક : નાળિયેર પાણી પીધા બાદ કાચું નાળિયેર ખાવાછી પેટમાં રહેલા કૃમિ નાશ પામે છે. નાળિયેરનું પાણી પીવાથી પાચનક્રિયા મજબુત થાય છે.

ઈમ્યૂનિટી : નારિયેળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે. નારિયેળમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાઇરલ તત્ત્વ મળી આવે છે જે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે ખાસકરીને ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી છે.

image soucre

વજન વધારવું: વજન વધારવા તેમજ ઘણી યુવતીઓને તેની ઉંમરના પ્રમાણમાં સ્તનોનો વિકાસ કે બરાબર પૃષ્ટ થયા હોતાં નથી. જેને કારણે તે મૂંઝવણ અનુભવે છે. આવી યુવતી માટે સ્તનપુષ્ટિ માટે નાળિયેર અગત્યનું છે. સૂકું કોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે.

image source

ખંજવાળ – 50 ગ્રામ નાળિયેર તેલમાં બે લીંબુનો રસ ભેળવીને મસાજ કરવાથી ખંજવાળ ઓછી થાય છે. દરરોજ સવારે 25 ગ્રામ નાળિયેર ખાવાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે. સાત દિવસ સુધી ખાવ.

imge source

હેડકી : સૂકા નારિયેળના છોતરાં કાઢી, એ છોતરાને સૂડીથી નાની કતરણ કરી એક ચલમમાં ભરવા. ચલમમાં ભર્યા પછી એને સળગાવી જે દર્દીને હેડકી આવતી હોય એને આ ચલમ પીવા માટે આપવી. ચલમમાંના નાળિયેળનો ધુમાડો અંદર જઈને વાસુદોષની વિકૃત, ગતિને પૂર્વવત કરે છે. જેનાથી હેડકીના વેગ ધીમેધીમે બંધ થઇ જાય છે.

image source

આંખોના સામાન્ય રોગો – 25 ગ્રામ સુકા નાળિયેર અને 60 ગ્રામ શાકર રોજ એક અઠવાડિયે ખાવાથીથાય છે. જ્યારે તમે આંખના દુખાવાથી પીડાતા હોવ ત્યારે મીઠું ન ખાવું અથવા ઓછું ન ખાવું. ઘી, બૂરા અથવા ખાંડ, કાળા મરી સાથે બ્રેડ ખાઓ. નાળિયેરનું સેવન કરવાથી આંખની રોશની વધારે છે.

image source

જો કોઈ બાળકના મળમાં કૃમિ હોય અને ઉલટી થતી હોય તો તેને નાળિયેર પાણી સાથે લીંબુનો રસ પીવડાવો જોઈએ.

જીભ ફાટી જવી: જો પાન કે મસાલો ખાવાથી જીભ ફાટી જાય તો સુકા નાળિયેરની સાથે મિશ્રી ભેળવીને ખાવાથી ફાયદો થાય છે. દિવસમાં એક કે બે વાર નાળિયેર પાણી પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે.

image source

ઊલ્ટી: જો કોઇને ઊલ્ટી થતી હોય તો તેણે નારિયેળનો ટુકડો મોંઢામાં રાખીને થોડીક વાર સુધી ચાવવો જોઇએ, ફાયદો થશે.

ચામડીના મસા: ઘણીવાર ચહેરા પર ઉપર કે શરીરના બીજા ભાગની ચામડી ઉપર, ચામડીના કલરના જ મસા થાય છે. આ મસાની કાળજી લેવામાં ન આવે તો બીજી જગ્યાએ પણ થાય છે. અને વધે છે. આ મસાને ‘ચર્મકીલ’ને નામે ઓળખવામાં આવે છે. ચહેરા પરના મસા ચહેરાની સુંદરતામાં ઘણીવાર બાધક બને છે. આ પ્રકારના મસામાં નારિયેળનું (શ્રીફળનું) પાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. ચામડીના મસા ઉપર રોજ પાંચથી સાત મિનિટ સુધી શ્રીફળના પાણીનું મસાજ કરવાથી થોડાક દિવસોમાં મસા સંપૂર્ણપણે મટી જાય છે.

image soucre

હૃદય: નારિયેળમાં બદામ, અખરોટ તેમજ ખાંડ મિક્સ કરીને દરરોજ ખાઓ. નારિયેળમાં ગુડ કૉલેસ્ટ્રોલ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.

એલર્જી: નારિયેળ એક સારુ એન્ટિબાયોટિક છે, તેનાથી દરેક પ્રકારની એલર્જી દૂર થાય છે.

કબજિયાત: કબજિયાતની સમસ્યામાં પણ નારિયેળ ઘણું અસરકારક હોય છે. તેમાં ફાઇબર સારા પ્રમાણમાં મળી આવે છે.

image soucre

નારિયેળનું પાણી: નારિયેળનું પાણી ઠંડુ, હૃદયને હિતકારી, ભૂખ લગાડે તેવું, શુક્રધાતુની વૃદ્ધિ કરે તેવું, તરત અને પિત્તદોષને શાંત કરનાર અને ‘બસ્તિશુદ્ધિકર પરમ્’ એટલે કે મૂત્રાશયને શુદ્ધ કરનાર છે. લીલા નાળિયેળના પાણીમાં ગ્લુકોઝનું પ્રમાણ સારું એવું હોય છે. પાકા નારિયેળ-શ્રીફળમાં સુક્રોઝનું પ્રમાણ વિશેષ હોય છે. નારિયેળના પાણીમાં મેગ્નેશિયમની અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે. નારિયેળના પાણીમાં સોડિ્યમનું પ્રમાણ નહીંવત હોવાથી સોજાનાં દર્દોમાં ખૂબ જ ઉપયોગી મનાય છે.