પુષ્પા આઈ હેટ ટિયર્સ….ખૂબ જ રસપ્રદ છે રાજેશ ખન્નાની ફિલ્મ અમર પ્રેમના આ ડાયલોગની કહાની.

ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ હિન્દી સિનેમામાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો કરી છે. રાજેશ ખન્નાની ફિલ્મોની સૌથી ખાસ વાત એ હતી કે વાર્તાની સાથે સાથે ગીત અને ડાયલોગ્સ પણ સુપરહિટ થઈ જતા હતા. અમુક ડાયલોગ તો આજે પણ ખુબ જ ફેમસ છે. એમાં 1972માં રિલીઝ થયેલી નિર્દેશક શક્તિ સામંતની ફિલ્મ અમર પ્રેમ પણ સામેલ છે. આ ફિલ્મની વાર્તા, કલાકારોનો દમદાર અભિનય, સંગીત અમે ડાયલોગ બધું જ દર્શકોની જીભે ચડી ગયું હતું. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે આ ફિલ્મના સૌથી લોકપ્રિય ડાયલોગની રસપ્રદ કહાની વિશે.

image source

આ ફિલ્મમાં રાજેશ ખન્નાની સાથે સાથે શર્મિલા ટાગોરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના ગીત અને ડાયલોગ બધું જ સુપરહિટ થયું હતું. આમ તો આ ફિલ્મની દરેક વાત ખાસ છે પણ એનો લોકપ્રિય ડાયલોગ પુષ્પા આઈ હેટ ટિયર્સ આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મના રીલીઝને 49 વર્ષ વીતી ચુક્યા છે પણ આ ડાયલોગ વગર જાણે ફિલ્મ જ અધૂરી રહી જતી.

image source

ફિલ્મ અમર પ્રેમનો ડાયલોગના લેખક અરવિંદ મુખર્જી મૂળ રૂપે બંગાળી હતા. એમને હિન્દી સારી રીતે નહોતું આવડતું. એ પણ કહેવામાં આવે છે કે એમને ફિલ્મનો સ્ક્રીન પ્લે અંગ્રેજીમાં લખ્યો હતો. પછી આખા સ્ક્રીન પ્લેનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું. એનું અનુવાદ લેખક રમેશ પંતે કર્યું હતું. એમને ફિલ્મના બધો જ અનુવાદ હિન્દીમાં કરી લીધો પણ જ્યારે પુષ્પા આઈ હેટ ટીયર્સનો વારો આવ્યો તો એમને એને અંગ્રેજીમાં રહેવા દીધો.

image source

એ સમયે કદાચ એમને પણ અંદાજો નહોતો કે એમનો આ નિર્ણય સિનેમા પ્રેમીઓને કેટલો પસંદ આવશે. આ ડાયલોગને રાજેશ ખન્નાએ શર્મિલાને પોતાના એ જ દિલકશ અંદાજમાં કહ્યો અને આ લાઇન હંમેશા હંમેશા માટે લોકોના દિલોમાં વસી ગઈ. આજે પણ જ્યારે કોઈ પોતાના અંગત વ્યક્તિને રડતા જોવે છે તો એક વાર તો જરૂર કહે છે પુષ્પા આઈ હેટ ટિયર્સ.

image source

અમર પ્રેમ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને એ બંગાળી ફિલ્મ નિશિપદ્મા પર આધારિત હતી. કહેવામાં આવે છે કે આનંદ બાબુના પાત્રને નિભાવતા પહેલા રાજેશ ખન્નાએ બંગાળી ફિલ્મને લગભગ 24 વાર જોઈ હતી. તો અમર પ્રેમ ફિલ્મ બોલીવુડમાં જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

image source

અમૃતસરમાં જતિન ખન્નાના નામથી ઓળખાતો એક છોકરો હિન્દી ફિલ્મોમાં રાજેશ ખન્નાના નામથી પ્રખ્યાત થયો. 1969થી 1971 સુધી સતત 15 હિટ ફિલ્મો કરી. એટલે સ્વાભાવિક છે કે સુપરસ્ટારનું ટાઈટલ મળે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!