આ હેડફોનમાં વપરાયું છે 750 ગ્રામ સોનું, કિંમત જાણીને આંખો થઇ જશે ચાર, જાણો બીજી શું છે ખાસિયતો

રશિયાની લકઝરી ગેજેટ્સ બનાવતી કંપની કેવીયરે હવે 79 લાખ રૂપિયાનો હેડફોન લોન્ચ કર્યા છે. જો કે કેવીયરે આ હેડફોન પોતે તૈયાર નથી કર્યા પરંતુ એપ્પલના એરપોડ્સ મેક્સને મોડીફાઈ કર્યા છે. કેવીયરે આ મોડીફાઈ વર્ઝનની કિંમત 1,08,000 ડોલર એટલે કે લગભગ 79 લાખ રૂપિયા રાખી છે.

કેમ ખાસ છે કેવીયરના એપલ એરપોડ્સ મેક્સ ?

image source

અસલમાં કેવીયરે એપ્પલના આ હેડફોનમાં 750 ગ્રામ સોનુ અને દુર્લભ મગરમચ્છના ચામડાનો ઉપયોગ કર્યો છે. તેના એર કપ ગોલ્ડ પ્લેટેડ છે કેવીયર આ પહેલા એપ્પલના આઈફોનને મોડીફાઈ કરી ચુકી છે. કેવીયરે આ પહેલા એવા અનેક સ્માર્ટફોન રજૂ કર્યા છે જેમાં સોના, હીરા વગેરેનો ઉપયોગ કરાયો હોય.

તાજેતરમાં જ લોન્ચ થયો છે એપ્પલનો વાયરલેસ હેડફોન

image source

ટેકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ અને ટ્રેડ સેન્ટર કંપની એપ્પલે પ્રથમ વખત પોતાનો વાયરલેસ ઓવર ધ ઈયર હેડફોન લોન્ચ કર્યો છે. એપ્પલના આ હેડફોનને Apple AirPods Max નામ આપવામાં આવ્યું છે. જો કે તેના કેસની ડિઝાઇનને લઈને સોશ્યલ મીડિયામાં એપ્પલની ઘણી મજાક થઈ રહી છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ટ્રેન્ડ એપ્પલ જ શરૂ કરે છે.

એપ્પલના હેડફોનની કિંમત 59,900 રૂપિયા

image source

Apple AirPods Max ને એક સાથે જ ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યા છે. Apple AirPods Max નું વેંચાણ ભારતીય માર્કેટમાં 15 ડિસેમ્બરથી જ શરુ થઈ ગયું છે. Apple AirPods Max ને એપ્પલના ઓનલાઇન સ્ટોર પર 59,900 રૂપિયાની કિંમતે મુકવામાં આવ્યા છે. તેનું વેંચાણ ઓનલાઇન સિવાય ઓફલાઇન સ્ટોર પરથી પણ થશે. તેની સાથે એક સ્માર્ટ કેસ પણ મળશે જે ઉપરની બાજુએ ફ્લિપ થઈને ખુલશે. આ કેસમાં ચાર્જીંગ માટે લાઈટનિંગ યુએસબી સી પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

AirPods Max નું સ્પેશિફિકેશન

image source

એપ્પલના આ પહેલા વાયરલેસ હેડફોનમાં હાઈ ફીડલીટી ઓડિયોનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં એલ્યુમિનિયમના ઈયર કપ આપવામાં આવ્યા છે જ્યારે બેન્ડમાં સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલનો ઉપયોગ કરાયો છે. તેમાં 40 એમએમમાં કસ્ટમ ડાયનેમિક ડ્રાઇવર છે જેની સાથે એપ્પલ H1 ચિપ છે. એપ્પલના આ હેડફોનમાં કુલ નવ માઇક્રોફોન આપવામાં આવ્યા છે જે પૈકી આઠ એક્ટિવ નોઈઝ કેંસિલેશન (ANC) માટે છે. તેમાં એક જ બટન આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટુથ 5 છે.

image source

એપ્પલના આ હેડફોનમાં ડાયનેમિક હેડ ટ્રેકિંગની સુવિધા પણ છે જે એક્સેલેરોમીટર અને ગાયરોસ્કોપની મદદથી કામ કરે છે. આ તમારા મુવમેન્ટના આધારે રિયલ ટાઈમમાં ઓડિયોને ઓપ્ટિમાઈઝ કરે છે. તેમાં ઓપ્ટિકલ પોઝિશન સેન્સર પણ છે જેનો ફાયદો એ છે કે કાનમાંથી હેડફોન કાઢવાથી ઓડિયો પોઝ થઈ જશે અને ફરી કાન પર લગાવવાથી ઓટોમેટિક ઓડિયો ઓન થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ