જોઇ લો તસવીરોમાં જ્યારે રિતિક રોશન ટોવેલ પહેરીને બહાર ફરવા ગયો ત્યારે..

જ્યારે રિતિક રોશન ટી-શર્ટ અને લુંગી પહેરીને બહાર ફરવા લાગ્યો, તમે ક્યારેય કોઈનો આવો લુક નહીં જોયો હોય!

image source

રિતિક રોશન લુંગી લૂક:- તમે કદાચ બોલીવુડ અભિનેતા રિતિક રોશનનો લુંગી અવતાર ક્યારેક જ જોયો હશે, પરંતુ હવે આ અભિનેતાએ તેના આ નવા લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બોલિવૂડ એક્ટર રિતિક રોશન તેની પર્સનાલિટી અને ડ્રેસિંગ સેન્સ માટે ઘણો જાણીતો છે. રિતિક રોશનની સ્ટાઇલના પણ ઘણા લોકો ખૂબ જ દિવાના છે. પરંતુ, હાલમાં જ રિતિક રોશને તેની કેટલીક તસવીરો શેર કરી છે કે, રિતિકનો આવો લુક તમે ક્યારેય નહીં જોયો હોય.

image source

જી હા, રિતિક રોશન દ્વારા શેર કરેલી તસવીરો તદ્દન જુદી જ છે. હકીકતમાં, રિતિક રોશને તેનો લુંગી અવતાર શેર કર્યો છે. રિતિક રોશન આ તસવીરમાં ટોવેલ ને લુંગી તરીકે પહેરીને ફરતો જોવા મળે છે.

રિતિક રોશને ટ્વિટર પર તેની બે તસવીરો શેર કરી છે, જેમાં તેણે ટીશર્ટ અને લુંગી પહેરેલી છે. જો કે તસવીર જોયા પછી લાગે છે કે તે ટુવાલ પણ હોઈ શકે છે, જેને બાંધીને રિતિક રોશન ફરતો હોય. હંમેશાં સૂટ અને સ્ટાઇલિશ કપડામાં જોવા મળતા રિતિક રોશનનો પહેલીવાર આ પ્રકારનો લૂક જોવામાં આવ્યો છે. રિતિક રોશને લાલ ટીશર્ટ અને લુંગી પહેરેલી છે અને તેની સાથે બેગ પણ રાખી છે.

image source

લોકો રિતિક રોશનની ફેશન સેન્સને ભારતીય ડ્રેસ અપ સાથે સરખાવી રહ્યા છે. એક યુઝરએ લખ્યું છે કે, આ ખૂબ જ સરસ છે. આ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતની નવી સ્ટાઈલ હોવી જોઈએ. એક અન્ય યુઝરે લખ્યું છે કે, તમે દક્ષિણ ભારતીય ટ્રેડિશનલ લુકને સ્પર્ધા આપી રહ્યા છો.

જોકે, રિતિક રોશન હંમેશની જેમ આ લુકમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ કોઈ દરિયાકિનારાની તસવીર છે, જ્યાં રિતિક રોશન આનંદ લઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે, રિતિક રોશને આ તસ્વીર શેર કરતી વખતે એ પણ જણાવી દીધું છે કે, તેમને આ ફેશનની પ્રેરણા ક્યાંથી મળી છે.

તેણે લખ્યું છે- ફેશન ઇમ્પ્રેસન સૌજન્ય: મને લાગે છે કે રણવીર સિંઘ. જો કે, હજી સુધી રણવીરસિંહે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે રીતિક રોશનની આ પોસ્ટ જોયા બાદ નિશ્ચિતરૂપે કોઈ પ્રતિભાવ આપશે.

image source

ચાલો આપણે જાણીએ કે રિતિક રોશનની આ તસવીરોમાં નોંધવાની વાત એ પણ છે કે તેના પગમાં ઈજા થઈ છે અને તે માટે તેણે તેના પર પાટો પણ બાંધી રાખ્યો છે. ફોટામાં તેના એક પગ પરની પટ્ટી સ્પષ્ટ દેખાઈ રહી છે. તમને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં જ રિતિક રોશનની બે ફિલ્મ્સ સુપર -30 અને વૉર રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

image source

એવા અહેવાલો પણ જાણવા મળ્યા છે કે, રિતિક રોશન ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મ સાઇન કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ