ઇલિયાનાએ બ્લેક બિકિનીમાં આપ્યા હટકે પોઝ, તસવીરો જોઇને છૂટી જશે ધ્રુજારી

બ્લેક બિકિનીમાં ઇલિયાનાની બોલ્ડ તસવીરો, આ અદભૂત ફોટા વાયરલ થઈ રહ્યા છે.

image source

અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ તેના બોલ્ડ અંદાજને કારણે સમાચારોમાં વધારે રહે છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

ઇલિયાના ડિક્રુઝ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણે એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને 2006 માં વાય. વી. એસ. ચૌધરીની તેલુગુ ફિલ્મ દેવદાસુથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

image source

ત્યારબાદ તેણે વ્યવસાયિક રૂપે સફળ ફિલ્મોમાં પોક્કિરી (2006), જલ્સા (2008) અને કિકમાં અભિનય કર્યો અને તેલુગુ સિનેમાની એક અગ્રણી અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી. તેણે 2017 માં બાદશાહોમાં કામ કર્યું હતું.

આ સમયે, ઇલિયાના ડિક્રૂઝ ફિલ્મી પડદાથી દૂર આંદામાન નિકોબારમાં પોતાની રજાઓ ગાળી રહી છે. ઇલિયાના તે ટાપુની સુંદરતા માણી રહી છે. ઇલિયાનાએ તેની રજાઓની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં, ઇલિયાનાએ બ્લેક બિકીની પહેરેલી છે.

image source

ઇલિયાનાનો આ બોલ્ડ બિકિની લૂક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેના ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેને સૌથી સુંદર હોવાનો ખિતાબ પણ આપી રહ્યા છે.

આ પહેલીવાર નથી બન્યું કે, જ્યારે ઇલિયાના ડિક્રૂઝનો બોલ્ડ લૂક સમાચારોમાં આવ્યો હોય. ઇલિયાના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરતી રહે છે. પછી ભલે, તે તેના વેકેશનના હોય કે કોઈ ફોટોશૂટ દરમ્યાનના.

image source

તેમજ ઇલિયાના ડિક્રુઝ તેની તંદુરસ્તીની પણ ખૂબ કાળજી લે છે. તેના વર્કઆઉટ વીડિયો પણ વાયરલ થતા રહેતા હોય છે. આ જ તંદુરસ્તી અને કાળજી ને કારણે, ઇલિયાના બિકિનીમાં પણ સુંદર લાગે છે.

તમને એ પણ જણાવી દઈએ કે, હમણાં થોડા સમય પહેલા જ ઇલિયાના ડિક્રૂઝનું બ્રેક થયું હતું. તેણે એન્ડ્રુ નિબોન સાથેના તેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ હવે લાગે છે કે, ઇલિયાના તે દુઃખમાંથી સ્વસ્થ થઈ બહાર આવી ગઈ હોવાનું જણાય છે. તાજેતરમાં જ તેની ફિલ્મ પાગલપંતી રિલીઝ થઈ હતી. આમ તો, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ ઇલિયાનના અભિનયના ચોક્કસ વખાણ થયા હતા.

image source

વર્ક ફ્રન્ટ વિષે વાત કરતા તમને જણાવીએ કે, ઇલિયાનાએ હજી સુધી કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી, પરંતુ જો સમાચારની વાત માની લેવામાં આવે તો, તે ટૂંક સમયમાં તેના આગામી પ્રોજેક્ટ્સ શરૂ કરવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ