રીતિક રોશનનું કુટુંબ છે કરોડોપતિ, તેમ છતાં તેની બહેન સુનૈનાને એક વખત આવી ગયો હતો રસ્તે રઝળવાનો વારો

કરોડપતિ રોશન ખાનદાનની દીકરી પાસે નહોતા ભાડૂ ચૂકવવાના પૈસા ? પરિવારથી નારાજ થઈ રહેતી હતી હોટેલમાં

રોશન કુટુંબ એટલે રાકેશ રોશનનું એટલે કે ઋતીક રોશનનું કુટુંબ. રોશન કુટુંબ કરોડોપતિ છે. તેમ છતાં આ કુટુંબની દીકરીને એટલે કે ઋતિકની બહેન સુનૈનાને એક વખત આવી ગયો હતો રસ્તે રઝળવાનો વારો. પિતાથી નારાજ થઈને બૉયફ્રેન્ડ સાથે રહેતી હતી અને એક સમય એવો આવી ગયો હતો કે તેણી પાસે ભાડૂ ભરવાના પણ પૈસા નહોતા.

image source

થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે સુનૈનાની તબિયત લથડી પડી હતી અને તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી જોકે ત્યાર બાદ તેણે ટ્વીટર દ્વારા જણાવ્યું હતું કે તેણી બીલકુલ ઠીક છે અને તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. અને ત્યાર બાદ સુનૈનાનો એક જુનો ઇન્ટર્વ્યૂ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેણીએ પોતાની તેમજ તેના કુટુંબની કેટલીક અજાણી વાતો જણાવી હતી.

image source

આ ઇન્ટર્વ્યૂમાં સુનૈનાએ જણાવ્યું હતું કે તેણી ને દારૂની લત લાગી ગઈ હતી અને તેના કારણે તેણી બે મહિના સુધી રીહેબ સેન્ટરમાં પણ રહી ચૂકી છે. વાસ્તવમાં તેણી પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધ તૂટતા નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી અને ખૂબ દારૂ પીવા લાગી હતી. અને ત્યાર બાદ તેની આ લત છોડાવવા માટે તેણીએ રીહેબ સેન્ટરમાં દાખલ થવું પડ્યું હતું.

જે વખતે રાકેશ રોશનને કેન્સર હોવાના સમાચાર મળ્યા તે વખતે તેણી આ રીહેબ સેન્ટરમાં જ હતી. અને માટે જ તે રાકેશ રોશનની સારવાર દરમિયાન ક્યાંય જોવા નહોતી મળી શકી. જો કે સારવાર બાદ રાકેશ રોશનની તબિયત હાલ સ્વસ્થ છે.

image source

સુનૈના નથી રહેતી પેરેન્ટ્સ સાથે

આ જ ઇન્ટર્વ્યૂમા તેણીએ જણાવ્યું હતું કે તેણી પોતાના માતાપિતા સાથે નથી રહેતી પણ એક હોટેલમાં રહે છે. તેની પાછળનું એક માત્ર કારણ તેણી જણાવે છે કે તેના માતાપિતા અવારનવાર તેણીને ટોક-ટોક કરે છે. અને દારૂ માટે પણ ટોકે છે, અને છોકરાઓને ન મળે તેવું પણ તેઓ ઇચ્છે છે જેને લઈને તેણી કંટાળી ગઈ છે. તેણીના જણાવ્યા પ્રમાણે તેણીના માતાપિતા તેને લઈને વધારે પડતા પ્રોટેક્ટિવ બની ગયા છે.

તેણીનું માનવું છે કે એકાદવાર દારૂ પીવાથી તેણીને વ્યસની ન ગણી શકાય. આ ઉપરાંત તેણી એ પણ દલીલ કરે છે કે તેણી તેના મિત્રોને મળે છે છોકરાઓને નથી મળતી.

image source

ફ્લેટનું ભાડૂ ચૂકવવાના નથી રૂપિયા

ઉપર જણાવ્યું તેમ સુનૈના બાન્દ્રા વિસ્તારની કોઈ હોટેલમાં રહે છે. તેણી અંધેરી વિસ્તારમાં ઓબેરોય સ્પ્રિંગ્સ નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખવા માગે છે પણ તેણી પાસે ભાડા પૂરતા પૈસા નથી. અને માટે તેણીએ મહિનાઓથી બાન્દ્રાની હોટેલમાં રહેતી હતી.

image source

જો કે ઘરના લોકો તેને મનાવીને પાછા પોતાની પાસે રહેવા લઈ આવ્યા છે. તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી કારણ કે તેણી પાસે પૈસા નથી. જોકે તેણીની એવી પણ દલીલ છે કે તેનો ભાઈ ઋતીક કુટુંબથી અલગ રહી શકે કો તેણીને પણ અલગ રહેવાનો હક્ક છે. જો કે હવે તેણી પોતાની સ્થિતિને સમજવા લાગી છે અને ઘરે શાંતિથી રહી છે પણ તેણી સાથે સાથે તેવું પણ ઇચ્છે છે કે તેના પર ઘરના લોકો વિશ્વાસ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ