IPS બનવા માટે કેટલી હોવી જોઇએ તમારી પરફેક્ટ ઉંચાઇ, એક ક્લિકે જાણી લો બધી જ માહિતી

IPS કેવી રીતે બનાય? – આઇપીએસ બનવા માટેની યોગ્યતા, ઉમર મર્યાદાની સંપૂર્ણ જાણકારી!

IPS પરીક્ષા સિવિલ સેવા પરીક્ષાનો એક ભાગ હોય છે જેને UPSC (સંઘ લોક સેવા આયોગ) દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.

સરકારી નોકરીની ઈચ્છા તો દરેકને હોય છે. દરેક વ્યક્તિ એ જ વિચારતો હોય છે કે જો સરકારી નોકરી મળી જાય તો કેટલું સારું થઇ જાય! અને કોઈ એવું વિચારે પણ કેમ નહિ?

image source

સરકારી નોકરીના ફાયદા જ એટલા બધા હોય છે ને! સરકારી નોકરી માં વ્યક્તિને ન ફાક જોબ સિક્યોરિટી, પરંતુ સારો પગાર, પેંશન અને બીજા અગણિત ફાયદા સરકાર તરફથી મળતા હોય છે. આ સાથે – સાથે સમાજમાં એક મોભાનું સ્થાન મળે છે, સમાજમાં લોકો તમને સન્માનની નજરથી જોવા લાગે છે.

અમારી ટીમ હંમેશા એ જ પ્રયત્ન કરતા હોઈ છે કે તમને ઉત્તમ માં ઉત્તમ માહિતી પહોંચાડીએ એટલા માટે IPS કેવી રીતે બની શકાય તે વિશે તમને ઉત્તમ અને મદદરૂપ જાણકારી પહોંચાડવા અમે કેટલા એક્સપર્ટ સાથે વાત કરી છે અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ પણ વિઝીટ કર્યા છે.

image source

તો આજે અમે તમે આ આર્ટિકલમાં જણાવશું કે IPS કઈ રીતે બની શકાય અને તેના માટે શું શું તૈયારી કરવી પડે!

IPS શું છે?

ભારતીય પોલીસ સેવા (IPS) ભારત સરકારની ત્રણ અખિલ ભારતીય સેવાઓ IRPS (Indian Railways Account Service), IAS (Indian Administrative Service), IFS (Indian Forest Service) માં ની જ એક છે.

image source

IPS ની સ્થાપના વર્ષ ૧૯૪૮ માં કરવામાં આવી હતી. IPS માટે કેદ્ર કંટ્રોલિંગ અથોરીટી ગૃહ મંત્રાલય પાસે હોય છે.

IPS ની પરીક્ષા સિવિલ પરીક્ષાનો એક ભાગ હોય છે. જેને UPSC (સંઘ લોક સેવા આયોગ) દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. વહીવટી પદોની નિયુક્તિ માટે UPSC ઘણી બધી પ્રકારની Civil Service Exam નું આયોજન કરે છે જેમ કે – IPS , IRS , IAS , IFS આ બધી પરીક્ષાઓને પાસ કર્યા બાદ જ તમે પોલીસ ઓફિસર બની શકો છો.

IPS નું ફુલ ફોર્મ:

image source

IPS નું પૂરું નામ છે Indian Police Service , ભારતીય પોલીસ સેવા.

IPS કેવી રીતે બની શકાય?

આઇપીએસ ઓફિસર બનવા માટે તમારી અંદર દ્રઢતા અને મેહનત કરવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક ઉમેદવાર તો IPS પરીક્ષાની વાત કરવાથી પણ ડરતા હોય છે, તેઓ માનતા હોય છે કે આ પ્રકારની પરીક્ષા પાસ કરવી તેમના માટે અશક્ય છે કારણ કે લખો ઉમેદવાર આમ ભાગ લેતા હોય છે પણ કેતાક ગણ્યા વધ્યા જ પાસ થાત હોય છે.

image source

આગળ તમને આઈપીએસની પરીક્ષા કોણ – કોણ આપી શકે તે વિશે જણાવશું.

IPS માટે ક્વાલિફિકેશન:

જો તમે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે આ પરીક્ષમાં બેસી શકો છો. કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં બેસી શકે છે.

Nationality (રાષ્ટ્રીયતા) :

image source

આઈપીએસની પરીક્ષામાં બેસવા માટે તમારું ભારતીય હોવું આવશ્યક છે, prntu જો આપ નેપાળ અથવા ભૂટાન ના નાગરિક છો તો પણ તમે આ પરીક્ષામાં બેસી શકો છો.

IPS માટેની વય મર્યાદા:

આઈપીએસની પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૫ હોવી જરૂરી છે.

સામાન્ય વર્ગના ઉમેદવાર માટે મહત્તમ વય મર્યાદા ૩૦ વર્ષ રાખવામાં આવી છે અને પ્રયાસોની સંખ્યા ૪ રાખવામાં આવી છે.

image source

OBC વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ રાખવામાં આવી છે અને પ્રયાસોની સંખ્યા 7 રાખવામાંઆવી છે.

SC / ST વર્ગના ઉમેદવારો માટેની વય મર્યાદા ૩૩ વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે અને પ્રયાસોની સંખ્યા ૭ રાખવામાં આવી છે.

IPS બનવા માટે શારીરિક યોગ્યતા:

image source

આઈપીએસની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની શારીરિક યોગ્યતાઓ હોવી જોઈએ.

IPS માટે ઊંચાઈ:

આ પરીક્ષાને પાસ કરવા માટે પુરુષની લંબાઈ ૧૬૫ સેમી, જયારે SC / ST ના પુરુષોની લંબાઈ ૧૬૦ સેમી જેટલી હોવી જરૂરી છે. સામાન્ય વર્ગની મહિલાઓની લંબાઈ ૧૫૦ સેમી અને SC / ST વર્ગની મહિલાઓની લંબાઈ ૧૬૦ સેમી હોવી જરૂરી છે.

છાતી:

image source

આઇપીએસ બનવા માટે પુરુષોની છાતી ઓછામાં ઓછી ૮૪ સેમી અને મહિલાઓની છાતી ઓછામાં ઓછી ૭૯ સેમીની હોવી જોઈએ.

આંખોની દ્રષ્ટિ શક્તિ:

સ્વસ્થ આંખોની દ્રષ્ટિ ક્ષમતા ૬/૬ અથવા ૬/૯ હોવી જોઈએ અને કમજોર આંખોની દ્રષ્ટિ ૬/૧૨ અને ૬/૯ હોવી જોઈએ.

IPS પરીક્ષાની પેટર્ન :

image source

જેમ કે અમે આપણે જણાવ્યું કે, IPS ની પરીક્ષા UPSC દ્વારા આયોજિત કરવામાં આવે છે. UPSC ત્રણ ભાગોમાં આઈપીએસની પરીક્ષા લે છે જે નીચે મુજબ હોય છે.

પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam) :

પ્રારંભિક પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પુછાય છે, આ પરીક્ષામાં ૨ પેપર હોય છે અને બંને પેરપ ૨૦૦ – ૨૦૦ માર્ક્સના હોય છે. આ પરીક્ષાને પાસ કર્યા બાદ જ તમે મેઇન્સની પરીક્ષામાં બેસી શકો છો.

image source

પ્રારંભિક પરીક્ષાનું પેપર હિન્દી અને અંગ્રેઝી બંને ભાષામાં આવતું હોય છે. પરંતુ અંગ્રેઝી ભાષની કોમ્પ્રિહેનશન સ્કિલના પ્રશ્નો ફક્ત અંગ્રેઝી ભાષામાં જ પુછાશે. પ્રતેક પેપર માટે બ્લાઇન્ડ ઉમેદવારોને વધારાની ૨૦ મિનિટની છૂટ પણ આપવામાં આવે છે.

મુખ્ય પરીક્ષા (Mains Exam) :

મુખ્ય પરીક્ષા પ્રારંભિક પરીક્ષા કરતા જટિલ હોય છે. તેમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં કુલ ૯ પેપર હોય છે.

ઇન્ટરવ્યૂ (Interview) :

 

image source

પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા ને પાસ કર્યા બાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યૂ એક પેનલ દ્વારા લેવામાંઆવે છે જેનો સમયગાળો લગભગ ૪૦ થી ૪૫ મિનિટનો હોય છે.

ઇન્ટરવ્યૂ પાસ કર્યા બાદ જ તમને IPS ની ટ્રેઇનિંગ પર મોકલવામાં આવે છે. ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા બાદ તેને નિયુક્ત કરી દેવામાં આવે છે.

IPS ની તૈયારી કેવી રીતે કરવી?

image source

આઈપીએસની તૈયારી માટે દ્રઢ નિશ્ચય અને ઈચ્છા શક્તિની સાથે – સાથે સમય પણ ફાળવવો પડે છે. જો તમે IPS બનવાનો નિશ્ચય કરી લીધો જ છે તો તમારે દરરોજ ૮ થી ૧૦ કલાક ના વાંચન માટે તૈયાર રહેવું પડશે.

જો તમે વિચારી રહ્યા છો કે આઇપીએસ બનવા માટે શું વાંચવું જીએ તો તમને જણાવી દઈએ કે ફક્ત ચોપડીઓના જ્ઞાન થી તમે આ પરીક્ષા પાસ નહિ કરી શકો, તમારે હંમેશા કારણે અફેર્સ અને સામાન્ય જ્ઞાન વિશે માહિતી મેળવતા રહેવું પડશે, તમારા GA અને Gk ને વધારવા માટે દરરોજ છાપું વાંચવું પડશે.

image source

આ સિવાય દરરોજ ન્યુઝ જોવાથી પણ તમે તમારા જ્ઞાન માં વૃદ્ધિ કરી શકો છો.

પ્રયત્ન કરો કે તમારું ધ્યાન રાજનીતિ, સ્પોર્ટ્સ, વિજ્ઞાન અને દેશ – દુનિયામાં થઇ રહેલી ગતિવિધિઓ પર રહે. આઇપીએસ બનવા માટે સબ્જેક્ટની તૈયારી યોગ્ય રીતે કરવી જરૂરી છે જે માટે તમારે સિલેબસ સરખી રીતે જાણવો જરૂરી છે.

નીચે આપેલા આ વિષયો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

image source

આર્થિક અને સામાજિક વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગરીબી, જનસંખ્યા)

ભરતી ઇતિહાસ અને ભારતીય રાષ્ટ્રીય આંદોલન

ભારત અને વિશ્વનું ભૂગોળ

પર્યાવરણ (એન્વાયરમેન્ટલ ઈકોલોજી)

જૈવ વિવિધતા (બાયો – ડાઇવર્સીટી)

image source

ક્લાઈમેટ ચેન્જ અને જનરલ સાઇન્સ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રી કારણે અફેર્સ

ભારતીય રાજતંત્ર અને ગવર્નેન્સ (સંવિધાન, પંચાયતી રાજ, પોલિટિકલ સિસ્ટમ અને પબ્લિક પોલિસી)

IPS નો પગાર :

image source

Deputy Superintendent Of Police – 15,600-39,100 (Grade Pay Of 5,400)

Additional Superintendent Of Police – 15,600-39,000 (Grade Pay 6,600)

Superintendent Of Police – 15,600-39,000 (Grade Pay 7,600)

Senior Superintendent Of Police – 15,600-39,100 (Grade Pay 8,700)

Deputy Inspector General Of Police – 37,400-67,0000 (Grade Pay 8,900)

Inspector General Of Police/Joint Commissioner Of Police – 37,400-67,000 (Grade Pay 10,000)

image source

આ સિવાય પણ સરકારની તરફથી અનેક સુવિધાઓ આઇપીએસ ઓફિસર્સ ને મળતી હોય છે.

નિષ્કર્ષ (Conclusion) :

તો જો તમે દ્રઢ નિશ્ચય કરી લીધો છે તો IPS બનવા માટે એક સારી સંસ્થ જોઈન કરો, સેલ્ફ સ્ટડી પર ફોક્સ કરો, અને મહત્વપૂર્ણ સમાચાર પર ધ્યાન આપતા રહો. યાદ રાખો કે IPS ની પરીક્ષા પાસ કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. જો તમે દ્રઢ નિશ્ચય સાથે કોઈ પણ કામ કરશો તો તમે તમને અચૂક સફળતા મળશે.

image source

જો તમે IPS સાથે જોડેયેલી અન્ય કોઈ માહિતી જાણવી છે તો નીચે કોમેન્ટ સેક્શન માં અમને જણાવો અને જો અમારો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો તેને જરૂરથી શેર કરો. આભાર!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ