બે દેશો વચ્ચે બનેલી આ હોટલની તસવીરો છે જોરદાર, પહેલા ક્યારે નહિં જોઇ હોય આવા PICS

વિશ્વભરમાં એવી અનેક હોટલો આવેલી છે જેની કોઈ વિશેષ ખાસિયત કે ખૂબી હોય.

image source

અહીં જેન્તીલાલ ડોટ કોમ પર જાણવા જેવું વિભાગમાં અમે થોડા સમય પહેલાં જ એવી જ એક હોટલ વિશે માહિતી આપી હતી જે હોટલમાં છત કે દીવાલ ન હોવા છતાં ત્યાં ટુરિસ્ટ રહેવા માટે આવે છે.

ત્યારે આજના આ જાણવા જેવુ વિભાગના આર્ટિકલમાં અમે તમને વધુ એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ખાસિયત જાણી તમે ચોંકી જશો.

image source

આ હોટલનું નામ અર્બેજ હોટલ છે અને બે દેશોમાં આવેલી છે. જી હા, તમે બિલકુલ સાચું જ વાંચ્યું છે. આ હોટલના બેડ પર સુઈને તમે એક બાજુ પડખું ફેરવો તો ફ્રાન્સ દેશમાં છો અને બીજી બાજુ પડખું ફેરવી તો સ્વિત્ઝરલેન્ડ દેશમાં છો. અહીં આવનાર ટુરિસ્ટો પણ અર્જેબ હોટલની આ ખૂબીને જાણી આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

image source

હોટલની આ ખૂબી અસલમાં તેના સ્થાનને કારણે છે કેમ કે આ હોટલ લા ક્યોર નામક સ્થાન પર સ્થિત છે જે ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડ બન્ને દેશની સરહદે આવેલું છે.

સાદી ભાષામાં કહીએ તો આ હોટલ ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડ બંને દેશની વચ્ચોવચ આવેલી છે. સ્થાનિક લોકોમાં આ અર્બેજ ફ્રાન્કો સુઇસે હોટલના નામથી પણ ઓળખાય છે.

image source

હોટલના આ અજબ-ગજબ સ્થાનનો ફાયદો હોટલના સંચાલકોએ બરાબર ઉઠાવ્યો છે અને હોટલની અંદર એવી મસ્ત ગોઠવણ કરી છે કે અહીં આવનાર ટુરિસ્ટના પૈસા વસુલ થઇ જાય.

અંદરના ઓરડાઓ અને બેડને એ રીતે સરહદની લાઈન પર ગોઠવવામાં આવ્યા છે કે બન્ને દેશોમાં અડધા અડધા આવે. એટલે એક જ પથારી પર કોઈ બે ટુરિસ્ટ સુવે તો એક સ્વીત્ઝર્લેન્ડમાં સૂતો ગણાય જયારે બીજો ફ્રાન્સમાં એટલું જ નહિ બેડ પર તકિયાના કવર પર પણ જે તે દેશીની ઓળખ દર્શાવાઈ છે.

image source

નવાઈની વાત તો એ છે કે હોટલનો બાર સ્વિત્ઝરલેન્ડમાં છે તો વળી બાથરૂમ ફ્રાન્સમાં.

આ હોટેલ જે જગ્યાએ આવેલી છે તે 1862 માં અસ્તિત્વમાં આવી હતી. અહીં પહેલા કરીયાણાની દુકાન હતી. બાદમાં વર્ષ 1921 માં જુલ્સ-જીન અર્બેજ નામના એક વ્યક્તિએ આ જગ્યા ખરીદી લીધી અને અહીં હોટલ બનાવી દીધી. અને હવે આ હોટલ ફ્રાન્સ અને સ્વીત્ઝર્લેન્ડ બન્ને દેશોની ઓળખ બની ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ