હોસ્પિટલની લાલિયાવાડીના કારણે બે વર્ષની દીકરીનું કરુણ મોત!

સુરતમાં હાલમાં થોડા સમય પહેલાં જ એક પત્રકાર પરિવારે તેના અઢી વર્ષના દીકરાના મોત પછી બીજા 5 બાળકોને જીવનદાન આપ્યું હતું. પણ હવે સુરતનો જે કિસ્સો સામે આવ્યો છે એ ભારે કરૂણ છે અને લોકોના ધકાબારા વધારી નાંખે એવો છે. પરંતુ આ કેસ કોઈ કુદરતનો માર નથી પણ હોસ્પિટલની બેદરકારીના લીધે સામે આવ્યો છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં આ કેસની ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો વિગતે જાણીએ કે આ કેસ શું છે અને આ મામલામાં શું થયું છે. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને એવા સમયમાં હોસ્પિટલોમાં ઘોર બેદરકારીના કારણે અનેક દર્દીઓના મોત થયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે સુરતની કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે એક બાળકીને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે.

image source

આ સમગ્ર કેસ વિશે હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીના માથામાં ઈજા અને મોઢામાંથી લોહી વહેતુ હોવા સાથે હૃદય ચેક કર્યુ તો ધબકારા ચાલી રહ્યા હતા. જેથી મે તેને તરત સર્જરી અને ઈએનટી વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરૂ કરાવી જેમાં ઈન્ટરનલ હેમરેજના કારણે બાળકીના હૃદયમાં લોહી જામી ગયુ હોવાથી બાળકીનું મોત થયાની જાણ થઈ હતી. જો કેસ વિશે વિગતે વાત કરીએ તો હોસ્પિટલ સત્તાધીશોએ બાળકી જીવિત હોવા છતાં તેને બ્રોડડેડ લખી રીફર કરી નાંખી હતી, જેથી અડધા કલાકમાં બાળકીનું મોત થયાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે જીવિત બાળકીને ઈન્ટરનલ હેમરેજથી મોત થયું હતું. સુરતની કિરણ હોસ્પિટલમાં દાદરા પરથી પડતા બાળકીને દાખલ કરાઈ હતી.

પરંતુ પરિવારજનોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના વિશે જણાવીએ તો, સુરતની કિરણ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. સુરતના કતારગામ શાસ્ત્રી નગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલી આર્મીને સુરતમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ હોસ્પિટલની લાલીયાવાડીના કારણે રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રોડડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મીમેર હોસ્પિટલમાં રીફર કરી દીધી.

image source

જો કે વાત સાંભળી પરિવારને પણ કંઈક અજૂગતુ લાગ્યું અને પરિવારના સભ્યો તેને તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. બે વર્ષની જીવીત બાળકી કે જેનું નામ આર્મી છે, જેણે બ્રોડ ડેડ લખી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી પોતાના ત્યાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર થયા બાદ બાળકીનું મોત થયું. જો આ કેસ વિશે વધુમાં જે જાણવા મળી રહ્યું છે એના વિશે વાત કરીએ તો સુરતની બે વર્ષની બાળકીને જ્યારે રાત્રે 11:20એ લાવવામાં આવી ત્યારે બાળકીનું હૃદય ચેક કર્યું તો ધબકી રહ્યું હતું. ત્યારબાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં વેન્ટીલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11:50એ માસુમ આર્મીનું મોત નિપજ્યું હતું.

image soucre

આ પહેલાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 1200 બેડની હોસ્પિટલની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધની દફન વિધિ બાદ તંત્રએ ફોન કરી તમારા સગાનુ મૃત્યુ થયંુ છે તેવું કહ્યું હતું. સગાએ પૃચ્છા કરી હતી કે, અમે દફન વિધિ કરી લીધી છે, હવે કોનું મૃત્યુ થયું છે? સગાના આવા જવાબ બાદ તંત્રએ ફેરવીતો‌ળી સભ્યોની ખબર અંતર પૂછી ફોન મૂકી દીધો હતો. જમાલપુરમાં રહેતા 61 વર્ષના હનીફભાઇ પિપાડવાલને થોડા દિવસો પહેલાં શ્વાલ લેવામાં તકલીફ અને તાવ આવ્યો હતો. ત્યારબાદ તેમનો રિપોર્ટ કરાવતા તેઓને કોરોના નિદાન થયું હતું. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image soucre

12મી મેના રોજ તેમનું બપોરે 2 વાગ્યે મોત થયું હતું. જેથી તેમના સગાને આ અંગે જાણ થતા તેઓ સિવિલ પહોંચ્યા હતા અને લાશ લઇ નિયમ મુજબ તેમની દફન વિધિ કરી ઘરે જતા રહ્યાં હતા. જો કે, બે દિવસ બાદ 14મીના રોજ સાંજે સિવિલ હોસ્પિટલમાંથી હનીફભાઇના ઘરે ફોન કરવામાં આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા સગાનું કોરોનાથી મોત થયું છે. આવી વાત સાંભળી પરિવારના સભ્યો ચોંકી ઊઠ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમારા સગા તો 12મીએ જ મૃત્યુ પામ્યા હતા અને તેમની દફન વિધિ પણ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઓઢવના વૃદ્ધનું આ જ રીતે મોત થયું હતું અને બે દિવસ બાદ તંત્રએ ફોન કરી મૃતકનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી દાખલ કરવા કહ્યું હતું. ત્યારે પરિવારે જણાવ્યું હતું કે, દર્દી તો મૃત્યુ પામ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ