કલોલમાં બ્લાસ્ટની ઘટના: શહેરની ગાર્ડન સિટિ સોસાયટીમાં બે મકાનો ધરાશાયી, એકનું મોત, 4 ઈજાગ્રસ્ત, ONGC પાઈપલાઈનમાં ધડાકાની આશંકા

તાજેતરમાં મળેલા અહેવાલ પ્રમાણે કલોલ શહેરની ગાર્ડન સિટી સોસાયટીમાં એક બંધ પડેલા મકાનમાં બ્લાસ્ટની ઘટના ઘટી છે જેના કારણે બે મકાન ધરાશાયી થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે થઈ હતી અને એક ભેદી ધડાકાએ આસપાસના રહીશોને ભયભીત કરી મુક્યા હતા. બંધ પડેલા મકાનમાં બ્લાસ્ટ થતાં તેની બાજુનું મકાન પણ ધરાશાયી થઈ ગયુ હતું. અને તે ચાલુ ઘરમાં રહેતાં એક વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા અને તેમની સાથે રહેતો યુવાન ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાં દટાઈ ગયો હતો. જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ ટીમે રેસ્ક્યુ ઓએપરેસન શરૂ કર્યું હતું. આ ઉપરાંત ધરાશાયી થયેલા મકાનમાં આગ પણ લાગી હતી જે તે સમયે ચાલુ હતી.

image source

આ બ્લાસ્ટ એટલી હદે તીવ્ર હતો કે તેના કારણે બે મકાન તો ધરાશાયી થયા જ હતા પણ સાથે સાથે કેટલાક મકાનોને પણ નાનુ-મોટું નુકસાન થયું હતું. એને તેના તીવ્ર અવાજને આખાએ કલોલમાં સાંભળવામાં આવ્યો હતો.

image source

જે યુવાન કાટમાળમાં દટાયો હતો તેને બહાર તો કાઢી લેવામાં આવ્યો હતો પણ તેની ઇજાઓ ગંભીર હતી અને તેને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છતાં તેનો જીવ બચી શક્યો નહોતો. આ ઘટનાની જાણ તરત જ પેલીસને કરવામાં આવી હતી અને ત્યાં ગેસ કંપનીના કર્મચારીઓ તેમજ ફાયર બ્રીગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી.

બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોના કાચ પણ તૂટી ગયા

image soucre

તમને ઉપર જણાવ્યું તેમ બ્લાસ્ટની તીવ્રતા ઘણી વધારે હતી જેનો અવાજ તો આખા કલોલમાં સંભળાયો જ હતો પણ સાથે સાથે આસપાસના મકાનોના કાચ પણ તુટી ગયા હતા. અને ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાં આગ પણ હજુ ચાલુ જ હતી. બંધ મકાનની બાજુમાં જ જે મકાન આવેલું હતું તેમાં એક વૃદ્ધા અને એક યુવક રહેતા હતા તે મકાન પણ ધરાશાયી થયું હતું જો કે વૃદ્ધા કેટલીક ઇજાઓ છતાં બચી ગયા હતા પણ યુવક મકાનના કાટમાળમાં દટાઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

image soucre

આ મકાનોની નીચેથી ગેસની પાઇપલાઈન પસાર થતી હોવાની પણ વાત સાંભળવા મળી છે અને તેના કારણે જ બ્લાસ્ટ થયો હોય તેવું કહેવાઈ રહ્યું છે. આ ધડાકો એટલો તીવ્ર હતો કે તેનો અવાજ સમગ્ર કલોલમાં સાંભળવામાં આવ્યો હતો તેમજ સોસાયટીના અન્ય મકાનોના કાચ પણ ટૂટી ગયા હતા અને તે ઉપરાંત પણ મકાનોને કેટલુંક નુકસાન પહોંચ્યું હતું. પોલીસને જાણ કરતાં હાલ પોલીસ આ આખી ઘટના પાછળનું કારણ તપાસી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ