મિલિંદ સોમને મોડલિંગના દિવસોને કર્યા યાદ, અને જે કહ્યું એ વિશે વાંચીને તમારી પણ આંખો થઇ જશે પહોળી

મિલિન્દ સોમન બેલીવૂડ એક્ટર હોવાની સાથે સાથે એક જાણીતા મોડેલ પણ છે. મિલિંદે પોતાની કેરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. મોડેલિંગ દરમિયાન જ તેમણે બેલીવૂડમાં એન્ટ્રી મારી હતી, ત્યાર બાદથી મિલિંદનો સિક્કો બોલીવૂડથી લઈને મોડેલિંગમાં અત્યાર સુધી ચાલી રહ્યો છે. તેવામાં હાલમાં જ મોડેલે પોતાની એક સુદંર જુની તસ્વીર શેર કરતા એક ખાસ કિસ્સો પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે.

image source

મિલિન્દે સોશિયલ મિડિયા પર પોતાની મોડેલિંગના દિવસોની યાદો શેર કરી છે. મોડેલે પોતાની એક ખૂબ જ જુની તસ્વીર શેર કરીને ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.

મિલિંદે શેર કરી થ્રોબેક તસ્વીર

image source

વાસ્તવમાં મિલિંદ સોમન સોશયિલ મડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. મિલિંદ અવારનવાર પોતાના ફેન્સ માટે તસ્વીરો તેમજ વિડિયો શેર કરતા રહે છે. હવે મિલિંદે એક ખાસ તસ્વીર શેર કરીને પોતાના મોડેલિંગના દિવસોને યાદ કર્યા છે. તેમણે એ ખાસ દિવસોને ફેન્સ સાથે શેર કર્યા છે જ્યારે તેમણે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મિલિંદે જે તસ્વીરો શેર કરી છે, તેમાં તેઓ એકદમ યંગ લૂકમાં જોવા મળી રહ્યા છે.

મિલિંદે જણાવ્યું આ પ્રોજેક્ટના તેમને 50,000 રૂપિયા મળ્યા હતા

image source

મિલિંદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ થ્રોબેક તસ્વીર શેર કરી છે. તસ્વીર શેર કરતાં મિલિંદે લખ્યું કે તે તસ્વીર 1989ની પહેલી એડવર્ટાઇઝ છે. આ એડવર્ટાઇઝ પહેલાં મને નહોતી ખબર કે મોડેલિંગ એક વ્યવસાય છે. તે મારા માટે એક આશ્ચર્યજનક ફોન કોલ હતો. એક વ્યક્તિએ મને ફોન પર કહ્યું કે કે તેણે મને ક્યાંક જોયો છે, તેણે મને કેટલાક ફોટોશૂટ કરવાનું કહ્યું.
તેની સાથે મિલિંદ સોમને આગળ લખ્યું છે, ‘ તે સમયે હું ખૂબ જ શરમાળ છોકરો હતો. હું તેના માટે જરા પણ ઇચ્છુક નહોતો, પણ તેમણે મને એક જ કલાકના 50 હજાર રૂપિયા આપ્યા હતા અને મે તે માટે હા પાડી દીધી હતી.’

image source

હવે સોશયિલ મડિયા પર મિલિંદ સોમનની આ ખાસ તસ્વીર અને પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. હંમેશની જેમ એકવાર ફરી ફેંસને મિલિંદ સોમનની તસ્વીર ખૂબ પસંદ આવી છે. આ જ કારણ છે કે ફેન્સ મિલિંદની તસ્વીરો પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. તાજેતરમાં મિલિન્દે પોતાના જન્મ દિવસના અવસર પર ગોવાના બીચ પર ન્યૂડ પોઝ આપ્યો હતો જેના કારણે પણ તેઓ ચર્ચામા રહ્યા હતા.

image source

મિલિન્દ સોમનના લૂકમાં એક આંતરરાષ્ટ્રિય અપિલ છે. તમને જણાવી દઈએ કે તેમનો જન્મ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થયો હતો. ત્યાર બાદ તેમનું ફેમિલિ ઇન્ગ્લેન્ડ શિફ્ટ થયું હતું જ્યાં તેઓ 7 વર્ષના થયા ત્યાં સુધી રહ્યા હતા ત્યાર બાદ તેમનું ફેમિલિ મુંબઈ શિફ્ટ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે તેમણે ઇલેક્ટ્રીકલ એજિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning)

મિલિન્દને 90ના દાયકાના આઇકોન માનવામા આવે છે તેઓ એક સુપરમોડેલ અને એક્ટર હતા તેમના ચાર્મિંગ લૂકના કારણે તેમના ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ફેન્સ છે. 1988માં તેઓ મોડેલ બન્યા હતા. આ ઉપરાંત આલિશા ચિનોઈના મ્યુઝિક વિડયો મેડ ઇન ઇન્ડિયાથી તેઓ ખૂબ જ પોપ્યુલર થયા હતા. તેમણે 90ના દાયકાની ઘણી બદી સાયન્સ ફિક્શન હિન્દી સીરીયલ્સમાં કામ કર્યું છે. ત્યાર બાદ તેમણે બોલીવૂડમા પ્રવેશ કર્યો. હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે ઘણી બધી ઇંગ્લિશ ભાષાની તેમજ વિદેશી ભાષાની ફિલ્મો તેમજ ટેલીવીઝન સિરિઝમાં પણ કામ કર્યું છે.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ