આ ઘરગથ્થુ ઉપાયો તમારા ધોળા થયેલા વાળને કરી દેશે કાળા, અપનાવો તમે પણ આજથી જ

ઓછા ખર્ચે વધુ સારી રીતે સફેદ વાળને ઘરે કાળા કરી સુંદરતા મેળવો.

image source

વય વધવાની સાથે વાળ પણ ધીમે ધીમે સફેદ થવા લાગે છે જોકે જરૂરી નથી કે વધતા જ વાળ સફેદ થાય હાલમાં તો યુવાનો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

અનિયમિત આહાર ,તીખો તળેલો આહાર ,જંકફૂડ ,વાતાવરણમાં આવતો બદલાવ, તણાવગ્રસ્ત જીવનશૈલી ,યોગ્ય પોષણનો અભાવ અને કેટલાક રોગ આ તમામ પરિબળો વાળને અકાળે વૃદ્ધત્વ તરફ એટલે કે સફેદી તરફ ધકેલે છે.

image source

વાળ જ્યારે પ્રાકૃતિક રંગ માં હોય છે ત્યારે વધુ સુંદર લાગે છે. વાળને કાળા કરવા માટે મોટેભાગે હેર ડાઈ કે હેર કલર નો ઉપયોગ કરવામાં આવે છે.

બજારમાં મળતા હેર ડાઈ કે હેર કલર તેમાં આવતા એમોનિયા તથા અન્ય કેમિકલ્સને કારણે લાંબા ગાળે વાળ તથા માથાની ત્વચા માટે હાનિકારક સાબિત થાય છે.

image source

વાળને પ્રાકૃતિક રંગમાં એટલે કે કાળા રાખવા માટે મેલાનિન નામનું રસાયણ મહત્વનું છે. મેલાનિન રસાયણમાં થતી વધઘટ વાળના ખરવાની પાછળ તેમજ વાળ સફેદ થવા માટે પણ જવાબદાર છે.

બજારમાં મળતા કેમિકલયુક્ત હેર કલર વાળને નુકસાન કરે છે જેનાથી બચવા માટે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે તમારા વાળને કાળા ,મજબૂત ,ભરાવદાર અને મુલાયમ બનાવી શકશો.

આમળા

image source

આપણે સૌ જાણીએ છીએ કે આંબળા વિટામિન સીનું ઉત્તમ સ્ત્રોત છે. આમળામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો પણ વાળ માટે અને શરીર માટે ગુણકારી છે. વાળ માટે આમળા અત્યંત ઉપયોગી છે.

આમળા વાળને કુદરતી રીતે જ કાળો રંગ પ્રદાન કરે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે આમળા ઘણાં જ ઔષધીય ગુણ તત્વો ધરાવે છે. આમળા ના ઠળિયા કાઢી આંબળાને ક્રશ કરીને જાડો રસ તૈયાર લેપ કરવો.

image source

એક મોટા બાઉલમાં તૈયાર કરેલા લેપમાં અડધા લીંબુનો રસ મિક્સ કરવો. મહેંદી ની જેમ જ અથવા તો હેર કલર ની જેમ જ વાળમાં આ મિશ્રણ લગાડવું અને એક કલાક સુધી તેને સૂકાવા દેવું ત્યારબાદ વાળને ઠંડા પાણીએ સારી રીતે ધોઈ લેવા.

આ લેપ લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે ઉપરાંત આમળામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્વો અને વિટામિન સીને પરિણામે વાળ મજબૂત બને છે તથા વાળનું કુદરતી રીતે જ કન્ડિશનિંગ કરવાથી ચમકદાર પણ બને છે.

image source

આમળાના તૈયાર કરેલા પલ્પમાં લીંબૂના રસની જગ્યાએ કોપરેલ પણ મિક્સ કરી શકાય છે. વાળમાં થતા ખોડાને કારણે સુકાઈ ગયેલી ત્વચાને કોપરેલ પોષણ આપીને સુંવાળી બનાવે છે. કોપરેલ વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.

આમળાના તૈયાર કરેલા માવાને કોપરેલ સાથે ઉકાળીને ઠંડુ પડે એટલે ગાળીને બોટલમાં ભરી લેવું. આ ઔષધિય તેલથી નિયમિત વાળમાં મસાજ કરવાથી વાળને પોષણ મળે છે અને વાળ સફેદ થતાં અટકે છે.

કોપરેલ

image source

નાળિયેરના તેલમાં વિટામિન ઇ હોય છે જે વાળ અને ત્વચા માટે બહુ જ ઉપયોગી માનવામાં આવે છે. કોપરેલ માંથી તૈયાર કરવામાં આવતી ઔષધી વાળને સફેદ થતા અટકાવે છે અને સફેદ થયેલા વાળને ફરી પાછા કાળા પણ બનાવે છે.

સૌથી 150 મિલી લિટર નાળિયેરના તેલમાં 20 થી 25 મીઠા લીમડાના પાન નાખી ઉકાળવું. પાંદડા નો કલર લાલ થઈ જાય ત્યારે તેને ઉતારી ઠંડું કરવું. ઠંડા થયેલા તેલને ગાળીને બોટલમાં ભરી રાખવું. આ તેલના નિયમિત ઉપયોગથી પણ વાળ અકાળે સફેદ થતા બંધ થાય છે.

image source

ત્રણ ભાગ નાળિયેરના તેલમાં બે ભાગ લીંબુનો રસ મિક્સ કરી તેના નિયમિત મસાજથી પણ વાળ સફેદ બનતા અટકે છે. કોપરેલ અને લીંબુના રસનું મિશ્રણ મસાજ કરવું હોય ત્યારે તાજું જ તૈયાર કરવું. લાંબા સમય સુધી આ મિશ્રણને સંઘરી શકાતું નથી.

શિકાકાઈ

image source

વાળને લાંબા, કાળા, ચમકીલા અને મુલાયમ રાખવા માટે શિકાકાઈ ઉત્તમ ઔષધ છે. શિકાકાઈ માથામાં થતા ખોડાની સમસ્યામાં રાહત આપે છે ,ઉપરાંત વાર ઉતરતા અટકાવે છે અને વાળ સફેદ થતા પણ રોકે છે. શિકાકાઈ માં પ્રાકૃતિક પિગમેન્ટ્સ ઉપલબ્ધ છે જે વાળને કુદરતી રંગ પ્રદાન કરે છે.

image source

શિકાકાઈ ને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે એ પાણી ઉકાળી અને ઠંડું કરવું. ઠંડા થયેલા પાણીને ગાળી લેવું. આ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ અકાળે સફેદ થવાની સમસ્યામાં રાહત મળશે ઉપરાંત શિકાકાઈ વાળુ પાણી વાળ માટે ઉત્તમ કંડીશનર છે.

ચાની પત્તી

image source

આપણે સૌ જાણીએ છીએ કે ચાનો ડાઘ કપડામાં પડે તો તે ડાઘ જતો નથી અથવા તો બહુ જ પ્રયત્ન બાદ ડાઘ દૂર થાય છે તેનું મુખ્ય કારણ ચામાં રહેલા કુદરતી પિગમેન્ટસ અને તેનો કુદરતી રંગ છે.તેથી ચા ની ભૂકી વાળ માટે અકસીર ઔષધ અને રંગ સાબિત થાય છે.

image source

એક લીટર પાણીમાં ત્રણથી ચાર ચમચી ચા ની ભૂકી નાખી પાણીને સારી રીતે ઉકાળી લેવું.ચાના પાણીને ઠંડું થવા દેવું ત્યાર બાદ તેનાથી વાળ ધોવાથી પણ વાળ નો કુદરતી રંગ પાછો પ્રાપ્ત થાય છે.

image source

તો વાળને અકાળે સફેદ થતા અટકાવવા અને સફેદ થઈ ગયેલા વાળને પાછો પ્રાકૃતિક કાળો રંગ આપવા માટે તેમજ કેમિકલ યુક્ત હેર કલર થી થતા નુકસાનથી બચવા માટે કુદરતી તત્વો માંથી હેર કલર તૈયાર કરીને ઉપયોગ કરવાથી વાળની સુંદરતા જાળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ