કોપરેલ સ્કિન માટે છે એકદમ બેસ્ટ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

શિયાળાની કડકડતી ઠંડીમાં જાણો કોપરેલ થી થતા ફાયદા

image source

આપણે સૌ કોપરેલથી પરિચિત છે અને વિવિધ રીતે કોપરેલનો ઉપયોગ પણ કરીએ છીએ. કોપરેલ સ્નિગ્ધતા ગુણધર્મો ધરાવતું હોવાથી ત્વચા અને વાળ માટે ખૂબ ઉપયોગી છે.

નાળિયેર ના તેલ નો ઉપયોગ ખોરાકમાં પણ કરવામાં આવે છે. નાળિયેરના તેલમાં રહેલા તત્વો ત્વચાના ડેડ સેલને દૂર કરી નવા સેલ નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે જેને કારણે ત્વચા પર ચમક જળવાઈ રહે છે.

image source

વાળ માટે પણ નાળિયેરનું તેલ ઉપયોગી છે. માથામાં થતી ફોડલી કે માથામાં થતો ખોડો હૂંફાળા કોપરેલનું મસાજ કરવાથી દૂર થાય છે.

માથામાં નિયમિત રીતે કોપરેલ તેલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા કાળા ભરાવદાર રહે છે અને વાળના મૂળને પોષણ મળતા વાળ મજબૂત પણ બને છે માથાની ચામડી પણ ચોખ્ખી અને સાફ રહે છે.

શિયાળાની ઋતુમાં ખાસ કરીને ત્વચાની સમસ્યા વકરે છે. વધુ પડતી ઠંડી, સૂસવાટા મારતો પવન અને સૂકું હવામાન ત્વચાને પણ સુકી બનાવે છે. માથામાં ખોડા નું પ્રમાણ પણ વધે છે કારણ કે શિયાળામાં વિકૃત થયેલો કફ પણ ખોડા સ્વરૂપે બહાર નીકળે છે.

image source

ડેન્ડ્રફની સમસ્યા ને રૂસી પણ કહેવામાં આવે છે. માત્ર માથાની ચામડી નહીં પરંતુ શરીર ની ત્વચા પણ શિયાળામાં ડ્રાય થઇ જાય છે ત્યારે કોપરેલ નું મસાજ ત્વચાને સ્નિગ્ધ થતા આપે છે.

મોઇશ્ચર પૂરું પાડે છે. ત્વચાની તૈલીયગ્રંથી ઓને સક્રિય રાખે છે. શિયાળામાં ત્વચાને હેલ્ધી રાખવા માટે નિયમિત રીતે હુંફાળા કોપરેલ નું મસાજ કરવું જોઈએ.

image source

ઋતુના પ્રભાવ ઉપરાંત અનિયમિત અને આધુનિક જીવનશૈલી પણ વાળના આરોગ્ય પર અસર કરે છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું વધુ પડતું પ્રમાણ,ઓછી અને અનિયમિત ઊંઘ પણ વાળ ખરવાની સમસ્યા નું મુખ્ય કારણ બની શકે છે ત્યારે પણ કોપરેલ નું મસાજ વાળને મજબૂત કરવામાં મદદરૂપ છે.

કોપરેલમા થોડા મેથીના દાણા મેળવીને તેને ગરમ કરી માથામાં મસાજ કરવામાં આવે તો થોડા સમયમાં વાળ ખરવાનું બંધ થાય છે.

image source

ત્વચામાં રહેલા છિદ્રો દ્વારા કુદરતી તેલ બહાર આવે છે જેને કારણે ત્વચા સ્વસ્થ રહે છે. આ છિદ્રોમાં બેક્ટેરિયા અથવા તો ધૂળ અને રજકણ જેવો કચરો જમા થવા લાગે તો ત્વચાના છિદ્રો બ્લોક થઈ જાય છે જેને કારણે ખીલ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યા સર્જાય છે.

કોપરેલમાં ટી ટ્રી ઓઇલના થોડા ટીપા મિક્સ કરીને રાતે સૂતા પહેલા ચહેરા ઉપર હળવો મસાજ કરવો. રાત ભર ચહેરા ઉપર રહેલો કોપરેલ તેમજ ટી ટ્રી ઓઇલ ચહેરાની ત્વચાને પોષણ પૂરું પાડે છે ઉપરાંત ડેડ સેલ્સ રિમુવ કરવામાં પણ મદદ કરે છે.મસાજ બાદ સારા ફેસવોશથી ચહેરો સાફ કરવાથી પણ ખીલની સમસ્યામાં રાહત મળે છે.

image source

શિયાળાની ઋતુમાં વધુ પડતી સુકાઈ ગયેલી ત્વચાને કારણે પગમાં વાઢીયા ની સમસ્યા પણ વકરે છે.ખાસ કરીને મહિલાઓ પાણીમાં પણ વધુ કામ કરતી હોય છે અને પગની યોગ્ય સંભાળ ન રાખતી મહિલાઓ ને પૂરતું પોષણ ન મળવાથી એડી ફાટવા લાગે છે.

વાઢિયાની વધુ પડતી સમસ્યા પીડાદાયક પણ હોય છે.ઘણી મહિલા તો સવારે પથારીમાંથી જમીન પર પગ પણ નથી મૂકી શકતી હતી એટલી બધી વાઢીયા ને કારણે પીડા અનુભવતી હોય છે.

image source

પગના તળીયા ને ગરમ પાણીથી સાફ કરી કોપરેલ નો યોગ્ય મસાજ કરી પર મોજા પહેરી રાખવાથી પગમાં પડેલા વાઢીયામાં પણ રાહત મળે છે.

પેટની સમસ્યાથી પીડાતા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે તેમાં પણ કોપરેલ અકસીર ઉપાય સાબિત થાય છે. મોઢામાં પડેલા ચાંદાના ઉપર કોપરેલ લગાવાથી પણ રાહત મળે છે.

image source

રાતે સૂતા પહેલાં પણ ચાંદા ઉપર કોપરેલ લગાવવું. સવારે હુંફાળા પાણીથી કોગળા કરવાથી ચાંદા થી થતી પીડા માં રાહત મળશે અને ચાંદા દૂર પણ થશે.

કોપરેલ માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ દાંત માટે પણ એટલું જ ઉપયોગી છે.

image source

દાંત માં થતો સડો, દાંતની આસપાસ માં આવતો સોજો અને દાંતના દર્દમાં પણ કોપરેલ ગુણકારી સાબિત થયું છે. સવારે બ્રશ કર્યા બાદ ઓર્ગેનિક કોકોનટ ઓઇલ થી દાંતની આસપાસની ત્વચા અને મસુડો પર માલિશ કરવાથી દાંતની સમસ્યામાં રાહત મળે છે.

કોપરેલ નો આહારમાં ઉપયોગ કરવાથી પણ શરીરને બળ મળી રહે છે. દક્ષિણ ભારતમાં ભોજનમાં પણ કોપરેલ નો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ