છોકરાઓની સ્કિન પર થતા બ્લેક હેડ્સને ભગાડવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ

છોકરાઓની ત્વચા પરથી બ્લેક હેડ્સ દૂર કરવા માટેની પદ્ધતિઓ.

 

image source

છોકરાઓની ચહેરાની ત્વચા છોકરીઓની ચહેરાની ત્વચા કરતા થોડી રફ કે રુક્ષ હોય છે. આનું કારણ એક કારણ તેમના ચહેરા પરની દાઢી એટલે કે વાળ છે. પરંતુ છોકરીઓની જેમ જ છોકરાઓને પણ બ્લેક હેડ્સની સમસ્યા સતાવતી હોય છે.

અહીં જાણો કે કેવી રીતે છોકરાઓ સરળતાથી તેમની ત્વચા પરથી બ્લેક હેડ્સ દૂર કરી અને તેમની ત્વચા મુલાયમ અને ચમકતી બનાવી શકે છે.

image source

બ્લેક હેડ્સની સમસ્યા સામાન્ય રીતે નાક અને દાઢી પર થાય છે. આવું ત્યારે થાય છે જ્યારે આપણી ત્વચામાં ઉતપન્ન થતા એક્સેસ તેલ અથવા બીજા કોઈ કારણોસર આપણી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે. અથવા સ્કિન હેયર ફોલિક્સ માં બ્લોકેજ થઈ જાય છે. (ત્વચાની કોશિકાઓથી બનેલા વાળના મૂળિયા જે ત્વચાની અંદર હોય છે.) તે જ સમયે, આપણી ત્વચા પર કાળા ઉભાર નીકળી આવે છે. જેને બ્લેક હેડ્સ કહેવામાં આવે છે.

image source

આને ત્વચાનો વેસ્ટ પણ કહી શકાય છે, તમે બ્લેક હેડ્સને એક પ્રકારની ત્વચાના વેસ્ટના ભાગ તરીકે પણ સમજી શકો છો. જે છિદ્રો દ્વારા ત્વચાના ઉપરના ભાગ પર બહાર આવે છે. આ સામાન્ય રીતે ખોરાકની યોગ્ય માત્રાના અભાવ, શરીરમાં આંતરસ્ત્રાવીય અસંતુલન અને પ્રદૂષણમાં વધારે રહેવાના કારણે થાય છે. કારણ ભલે ગમે તે હોય, પણ સાચું એ છે કે બ્લેકહેડ્સ આપણી ત્વચાને ખરાબ દેખાડે છે.

અહીં જાણો કે તમે થોડા જ સમયમાં આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો?

1. ખાંડ-મીઠું અને ગુલાબજળ:-

image source

નાક પરથી બ્લેક હેડ્સ દૂર કરવા માટે, સૌ પ્રથમ તમે એક ચમચી ખાંડમાં બે ચપટી મીઠું ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં થોડા ટીપાં ગુલાબજળ ઉમેરીને એક સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબને તરત જ નાક અને દાઢી પર લગાવો અને 3 મિનિટ સુધી હળવા હાથે ઘસો. આ પછી તાજા પાણીથી ચહેરો ધોઈ લો. તમને ફરક દેખાઈ આવશે. જો તમે દરરોજ આ કરો છો, તો તમને બ્લેક હેડ્સની સમસ્યાથી છૂટકારો મળી જશે.

2. તજ

image source

ચહેરાને ખરાબ બનાવવા વાળું બીજું સ્વીટ સ્ટેપ છે તજ. તે બ્લેક હેડ્સને ખૂબ અસરકારક રીતે નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેને ચહેરા પર લગાવવા માટે, મધમાં તજ પાવડર નાખીને પેસ્ટ બનાવો. હવે બ્લેક હેડ્સથી પ્રભાવિત ત્વચા પર તે પેસ્ટ લગાવો. તેને આશરે 30 મિનિટ સુધી એમ જ રહેવા દો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ દો. અઠવાડિયા સુધી દરરોજ આ પદ્ધતિ અપનાવવાથી, તમે જાતે જ તફાવત જોઈ શકશો.

3. બેકિંગ સોડા:-

image source

બેકિંગ સોડાથી ચહેરા પરના બ્લેક હેડ્સ સરળતાથી દૂર કરી શકાય છે. આ માટે તમે બે ચમચી બેકિંગ સોડામાં મિનરલ વોટર અથવા ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરકારક વિસ્તારમાં લગાવો અને હળવા હાથથી મસાજ કરો. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારે તેને ફરી એક વખત પલાળો અને તેને સ્ક્રબની જેમ થોડું ઘસવું. હવે તેને નવશેકા પાણીથી સાફ કરો. આ યુક્તિ ખૂબ અસરકારક છે. પરંતુ અઠવાડિયામાં બે વારથી વધુ તેનો પ્રયાસ ન કરો. તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ