જાન્યુઆરી 2020: નવા વર્ષના પહેલા માસમાં આવશે આ વ્રત અને તહેવાર

જાન્યુઆરી 2020 : નવા વર્ષના પહેલા માસમાં આવશે આ વ્રત અને તહેવાર

image source

આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષ 2019નો છેલ્લો દિવસ. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થશે.

ત્યારે તમને જણાવી દઈએ જાન્યુઆરી 2020માં આવનારા વ્રત અને તહેવારો વિશે.

1 જાન્યુઆરી

image source

1 જાન્યુઆરીથી વર્ષ 2020નો પ્રારંભ થશે. આ દિવસની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી કરવામાં આવશે અને નવા વર્ષની શરૂઆત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે.

6 જાન્યુઆરી, સોમવાર

image source

6 જાન્યુઆરી 2020ના રોજ પુત્રદા એકાદશી છે. પોષ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. માન્યતા છે કે આ વ્રત કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ તેનું નામ પુત્રદા એકાદશી છે.

8 જાન્યુઆરી, બુધવાર

image source

8 તારીખે પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ત્રયોદશીના વ્રત તરીકે પણ ઓળખાય છે. આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત છે.

પુરાણો અનુસાર આ વ્રત કરવાથી સ્વાસ્થ્ય સુધરેછે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

10 જાન્યુઆરી, શુક્રવાર

image source

આ દિવસે પોષ માસની પૂનમ છે. હિંદૂ પંચાંગ અનુસાર પોષ માસની પૂનમને પોષી પૂનમ પણ કહેવાય છે. હિંદૂ ધર્મમાં આ તિથિનું અતિ મહત્વ છે. આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ આકારમાં હોય છે. આ દિવસ સ્ત્રીઓ વ્રત પણ રાખે છે.

13 જાન્યુઆરી, સોમવાર

image source

13 જાન્યુઆરી 2020ના રોજ સંકટ ચતુર્થી છે. હિંદૂ ધર્મનો આ પ્રસિદ્ધ તહેવાર છે. કોઈપણ શુભ કામને કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રથમપૂજ્ય દેવ પણ માનવામાં આવે છે.

14 જાન્યુઆરી

image source

આ દિવસે લોહડીનો પર્વ ઉજવાય છે. આ તહેવાર મકરસંક્રાંતિના એક દિવસ પહેલા આવે છે. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આ તહેવાર ઉજવાય છે.

15 જાન્યુઆરી, પોંગલ-મકરસંક્રાંતિ

image source

15 જાન્યુઆરીના રોજ સૂર્ય દેવ ઉત્તરાયણ થાય છે તેના કારણે આ દિવસે મકરસંક્રાંતિ ઉજવાય છે. આ જ રીતે તમિલનાડુમાં પોંગલનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.

20 જાન્યુઆરી, સોમવાર

image source

આ દિવસે ષટતિલા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજામાં તલનો ઉપયોગ કરવાનું વિશેષ મહત્વ છે.

22 જાન્યુઆરી, બુધવાર

image source

22 જાન્યુઆરી બુધવારના રોજ પ્રદોષ વ્રત છે. આ વ્રત શિવ-પાર્વતીને સમર્પિત છે. પુરાણો અનુસાર આ વ્રત સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે.

23 જાન્યુઆરી, ગુરુવાર

image source

આ દિવસે માસિક શિવરાત્રી છે. હિંદૂ ધર્મમાં માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રિ બંનેનું મહત્વ દર્શાવાયું છે. હિંદૂ કેલેન્ડર અનુસાર દરેક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને માસિક શિવરાત્રિ તરીકે ઉજવાય છે.

24 જાન્યુઆરી, અમાસ

 

image source

આ દિવસે માઘ અમાસ છે. મહા માસમાં આવતી આ અમાસને માઘ અમાસ તેમજ મૌની અમાસ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે મૌન રાખવાનું મહત્વ હોય છે તેમજ ગંગાસ્નાનનું મહત્વ હોય છે.

26 જાન્યુઆરી, રવિવાર

image source

આ દિવસે ભારતનો ગણતંત્ર દિવસ ઉજવાશે. આ દિવસે ભારતમાં ભારતીય સંવિધાન લાગુ થયું હતું.

29 જાન્યુઆરી, બુધવાર

image source

29 જાન્યુઆરીના રોજ વસંતપંચમી ઉજવાશે. આ દિવસે ભારતમાં વસંત ઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ