હોળી 2020: જાણો ક્યારે છે હોળી અને ક્યારથી શરુ થાય છે હોળાષ્ટક

હોળી 2020 : જાણો ક્યારે છે હોળી અને ક્યારથી શરુ થાય છે હોળાષ્ટક

image source

હોળીનો તહેવાર આ વર્ષે 9 અને 10 માર્ચએ ઉજવાશે. પરંતુ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટકનો સમય શરુ થાય છે. દર વર્ષે આવતું હોળાષ્ટક આ વર્ષે પણ આવશે. આ વર્ષે હોળાષ્ટક 3 માર્ચ અને મંગળવારએ શરુ થશે.

શાસ્ત્રો અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની આઠમથી પૂનમ સુધીના સમયને હોળાષ્ટક કહેવાય છે. આ સમય નાનો હોય છે પરંતુ તે દરમિયાન કોઈ શુભ કામ કરવા જોઈએ નહીં. કારણ કે તેને કરવાથી તેમાં શુભ ફળ મળતું નથી. ખાસ કરીને લગ્ન કે અન્ય શુભ કાર્યો આ સમય દરમિયાન નક્કી કરવા જોઈએ નહીં.

image source

હોળાષ્ટકને અશુભ સમય શા માટે માનવામાં આવે છે તેનું કારણ શિવ પુરાણમાં જોવા મળે છે. એવી દંતકથા છે કે તારકાસૂરને મારવા માટે શિવ અને દેવી પાર્વતીના લગ્ન થાય અને ત્યારબાદ તેમના સંતાનની જરૂર હતી. શિવ-પાર્વતીના સંતાનના હાથે જ અસૂરનું મોત શક્ય હતું.

પરંતુ દેવી સતીના આત્મવિલોપન પછી ભગવાન શિવએ પોતાને તપસ્યામાં સમાવી લીધા હતા. નિરાશ દેવોએ ભગવાન શિવની તપશ્ચર્યાથી તોડવા અને તેમની અંદર પ્રેમ જાગૃત કરવા માટે કામદેવ અને રતિને કહ્યું.

image source

કામદેવ અને રતિએ શિવની તપસ્યાઓ ભંગ તો કરી દીધી પરંતુ તેનાથી શિવજી ગુસ્સે થયા અને પોતાની ત્રીજી આંખથી કામદેવને ભસ્મ કરી દીધા. આ ઘટના બની તે દિવસે ફાગણ માસની અષ્ટમી હતી. આ ઘટનાના આઠ દિવસ પછી ભગવાન શિવએ દેવો અને દેવી રતિની ક્ષમા માંગ્યા પછી કામદેવને જીવનદાન આપ્યું હતું. ત્યારબાદથી તે આઠ દિવસ માટે અશુભ માનવામાં આવે છે અને નવમા દિવસે કામદેવના પુનરુત્થાનની ખુશીમાં રંગોત્સવ ઉજવાય છે.

image source

બીજી દંતકથા એવી છે કે જ્યારે હિરણ્યકશિપુના કહેવા પર હોલિકાએ પ્રહલાદને સાથે રાખી આગમાં પ્રવેશ કર્યો હતો ત્યારે હોલાષ્ટકનો આઠમો દિવસ હતો અને તે પહેલાના દિવસ દરમિયાન ભક્ત પ્રહલાદને ભારે યાતનાઓ આપવામાં આવી હતી. ભક્ત પ્રહલાદને જીવન મળ્યું અને હોલીકાનું દહન થયું ત્યારબાદ લોકોએ ઉજવણી કરી.

image source

જ્યોતિષવિદ્યાના દ્રષ્ટિકોણ જો વાત કરીએ તો હોલાષ્ટકને અશુભ સમય એટલા માટે માનવામાં આવે છે કે આઠમથી પૂર્ણિમા સુધી ગ્રહ ઉગ્ર હોય છે. અષ્ટમીની તિથિ પર ચંદ્ર ઉગ્ર હોય છે, નવમી પર સૂર્ય, દશમી તિથિ પર શનિ, એકાદશી પર શુક્ર, દ્વાદશી તિથિ પર ગુરુ, ત્ર્યોદશી તિથિ પર બુધ, ચતુર્દશી પર મંગળ અને પૂર્ણિમા પર રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોય છે. તેથી આ દિવસોમાં કરેલા કાર્યોમાં સફળતા મળતી નથી. આ દિવસ દરમિયાન કરેલા કામ નકારાત્મક પરીણામ આપે છે.

image source

હોળીકા દહન પૂનમના દિવસે થાય છે. જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે રાક્ષસી શક્તિઓનો નાશ થાય છે. હોળાષ્ટકના પહેલા દિવસથી જ તેને સળગાવવાની તૈયારીઓ શરૂ થાય છે. હોળાષ્ટકના પહેલા દિવસે જ્યાં હોલિકાને બાળવા માટે લાકડીઓ એકત્ર કરવાની શરુઆત કરવામાં આવે છે. ત્યારબાદ હોલિકા દહનના દિવસે તેની પૂજા કર્યા બાદ પ્રગટાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ