હાઈ સિક્યુરીટી એલર્ટ – હેલમેટ પહેર્યા વગર બાઈક ચાલુ નહીં થાય…

હાઈ સિક્યુરીટી એલર્ટ – હેલમેટ પહેર્યા વગર બાઈક ચાલુ નહીં થાય

ભારતમાં રોજ સેંકડો લોકો અકસ્માતમાં માર્યા જાય છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ, સુરક્ષાના માંપદંડોની અવહેલના, આલ્કોહોલની અસરમાં ડ્રાઇવિંગ કરવું વિગેરે વિગેરે. પણ ઘણા બધા અકસ્માતો એવા હોય છે જેને આપણે રોકી શકતા હોઈએ છીએ.

આપણી સુજબુજ તેમજ પુરતી સુરક્ષાઓ જાળવીને. માણસે આધુનિક વાહનોની શોધ તો કરી જ છે પણ સાથે સાથે તેની સામે સુરક્ષા આપતા ઉપકરણોની શોધ પણ કરી છે જેમ કે કારમાં સીટબેલ્ટ હોય છે, બાઈક પર હેલ્મેટ હોય છે. રસ્તા પર અમુક ચોક્કસ વિસ્તારોમાં સ્પિડ લિમિટ બાંધવામાં આવી હોય છે વિગેરે વિગેરે.

તેમ છતાં માણસ આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં બેદરકારી દાખવે છે અને તેના કારણે અકસ્માતનો ભોગ બને છે અને ઘણીવાર મૃત્યુ પણ થાય છે.

કેટલીક લક્ઝરી કારમાં એવી સીસ્ટમ હોય છે કે જ્યાં સુધી તમે સીટબેલ્ટ ન બાંધો ત્યાં સુધી તમારી ગાડી ઓન જ ન થાય એટલે કે તમે ગાડી ચલાવી જ ન શકો પણ ટુ-વ્હીલરમાં આવી કોઈ સુરક્ષા વ્યવસ્થા સાંભળવા કે જોવામાં આવી નહોતી.

પણ હવે ટુ-વ્હીલર ધરાવતા લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 22 વર્ષીય દિપેન કણસોદરિયા કે જે એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે તેણે એક એવી પ્રણાલિ વિકસાવી છે જેમાં તમે હેલમેટ ન પહેરો ત્યાં સુધી બાઈક જ ચાલુ નહીં કરી શકો. આ ખરેખર ટુ-વ્હીલરના વાહન ચાલકો માટે અત્યંત મહત્ત્વની શોધ છે.

દીપેન પોતાના એક ઇન્ટર્વ્યુમાં જણાવે છે, “ટુ-વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા તેમજ કાયદાને ધ્યાનમાં રાખીને મેં એક સિસ્ટમ ડિઝાઈન કરી છે, જેમાં વાહન ચાલક પાસે હેલમેટ પહેરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી રહેતો.

જો બાઇક ચાલકે હેલમેટ પહેર્યું હશે તો જ તેનું બાઈક ચાલી શકશે તોજ તેના બાઈકનું એન્જિન ચાલુ થઈ શકશે. મારી વિકસાવેલી સિસ્ટમ કંઈક આ રીતે કામ કરે છે.

ટુ-વ્હીલર ચાલક હેલમેટ પહેરે છે ત્યારે તેમાં આવેલું એક સેન્સર એક્ટીવ થાય છે જે વાયરલેસ મોડ્યુલ ઇગ્નિશનને શરૂ થવા દે છે. માટે જો હેલમેટ પહેરવામાં નહીં આવે તો એજિન ચાલુ પણ નહીં થઈ શકે.”

દીપેને પોતાની આ સિસ્ટમમાં બીજું પણ એક ફિચર ઉમેર્યું છે જે એન્ટિ થેફ્ટ છે. આ ફિચર્સ દ્વારા જો બાઈક ચોરાઈ જાય તો બાઇકમાં લગાવેલા સેન્સર દ્વારા બાઈકના માલિક તેને લોકેટ કરી શકશે અને મોબાઈલ દ્વારા તેને ઓટોમેટિક બંધ પણ કરી શકશે.

બાઈકમાં જ સેન્સર અને સિમકાર્ડ ફિક્સ કરવામાં આવશે અને તે દ્વારા તેને કમાન્ડ પણ મોકલી શકાશે.

બાઈક એલર્ટ મોકલશે

જો બાઈક અકસ્માતનો ભોગ બનશે તો તેવા સંજોગોમાં તેમાં લગાવવામાં આવેલી સિસ્ટમમાં ઇન્સર્ટ કરેલા મોબાઈલ નંબર પર લોકેશન તેમજ ઇમરજન્સી એલર્ટ ઓટોમેટિક સેન્ટ થઈ જશે. અને જો કોઈ માતાપિતાને પોતાના બાળકની બાઇકનિ સ્પિડ વિશે ચિંતા હોય તો તે માટે પણ દિપેને વ્યવસ્થા કરી છે.

દિપેને એવી સીસ્ટમ બનાવી છે કે જેના દ્વારા માતાપિતાએ નક્કી કરેલી સ્પિડ લિમિટમાં જ બાઈક ચાલશે. તેના માટે પેરેન્ટ્સે માત્ર બાઈક પર સ્પિડ લિમિટ દર્શાવતો એક મેસેજ સેન્ટ કરવાનો રહે છે. તેમ કરવાથી બાઇક તે સ્પિડ લિમિટ કરતા વધારે ઝડપે નહીં ચાલે.

દિપેનની આ સિસ્ટમ કંઈ રાતો રાતો નથી સર્જાઈ. તેણે તેમાં ખુબે મહેનત કરવી પડી છે. તમારે સફળતાના શીખરો સર કરવા માટે નિષ્ફળતાની કેટલીએ ખીણો ઓણંગવી પડે છે.

દિપેનને પણ પોતાના આ પ્રોજેક્ટમાં આંઠ વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. એકધારી ત્રણ મહિનાની મહેનત બાદ દિપેન આ સિસ્ટમનું એક કામચલાઉ મોડેલ તૈયાર કરવામાં સફળ થયો છે. દિપેનને આ સિસ્ટમ વિકસાવવા પાછળ રૂ. 6000 ખર્ચવા પડ્યા છે.

દિપેન આગળ પોતાના પ્રોજેક્ટ વિષે જણાવે છે, “અકસ્માતની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે અને તે એક મોટો ચિંતાને વિષય છે. મારી વિકસાવેલી આ સિસ્ટમ દ્વારા લોકોને ફરજિયાત પણે હેલમેટ પહેરવું પડશે. મેં પેટન્ટ માટે એપ્લાય કર્યું છે જેની પ્રક્રિયા ચાલુ છે. હું તમામ ટુ-વ્હિલરમાં આ સિસ્ટમ ફિક્સ કરાવવા માગું છું”

જો આ સિસ્ટમ ખરેખર એક્યુરેટ હોય. તો મારું એવું માનવું છે કે સરકારે જ આ સિસ્ટમને પ્રોત્સાહન આપવું જોઈએ અને હેલમેટને જે રીતે ફરજિયાત કર્યું છે તેવી જ રીતે દરેક ટુ-વ્હિલરમાં આ સિસ્ટમને ફિક્સ કરાવવા માટે લોકોને પ્રોત્સાહન પુરુ પાડવું જોઈએ. છેલ્લે પ્રશ્ન લોકોના જીવનની સુરક્ષાનો છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ