જાણો શું કહે છે તમારી હાથની રેખાઓ જણાવશે તમારા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય વિષે…

જાણો શું કહે છે તમારી હાથની રેખાઓ

હાથની રેખામાં ગુરુની મુદ્રિકા અભ્યાસવૃત્તિનું સૂચન કરે છે

ચંદ્ર રેખા

ચંદ્રરેખા ત્રણે કાળનો ચિતાર આપે છે. તે તમારા ભૂતકાળમાં શું બની ગયું, વર્તમાનમાં શું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં શું બનવાનું છે તેનો ચોકક્સ ચિતાર આપે છે.

ચંદ્ર રેખા ધરાવતા વ્યક્તિને મનુષ્ય, વિશ્વ, કુટુંબ અને દેશના, વર્તમાન, ભૂત અને ભવિષ્યનું ચોક્કસ અનુમાન લગાવી શકે છે. તે કલ્પના દ્વારા ક્યારે, ક્યાં શું થવાનું છે તેનો સચોટ અંદાજો લગાવી શકે છે. અને મોટે ભાગે તો તેની આ કલ્પનાઓ હકીકતમાં પરિણમે છે.

તેને ભવિષ્યના સ્વપ્નો આવે છે અને તે સ્વપ્નો દ્વારા તે ભવિષ્યનો સચોટ અંદાજ લગાવે છે. તે ઉત્તમ ભાષણ આપી શકે છે અને ભવિષ્યના સાતત્ત્યથી ભરપુર લખાણ લખી શકે છે.

આવો વ્યક્તિ ભવિષ્યવાણી તો સાચી કરી શકે છે પણ તેનું કોઈ ચોક્કસ કારણ નથી જણાવી શકતો

ચંદ્રરેખા ધરાવતા વ્યક્તિની આ ખાસીયતો સાથે તેના થોડાક અવગણી શકાય તેવા દુર્ગુણો પણ હોય છે. જેમ કે તેની માનસિકતા ચંચળ તેમજ અશાંત હોય છે. પણ ભવિષ્ય જાણવાની તેની કળા આગળ તેના આ દોષની કોઈ જ વિસાત નથી.
ચંદ્ર રેખાનો ઉદય ચંદ્રના પહાડમાંથી થઈ અર્ધચંદ્રાકાર રચી વિરામ લે છે.

ગુરુરેખા

ગુરુ રેખાનો જન્મ ગુરુની આંગળીથી થાય છે. તેની ગતિ ગુરુના પહાડને આવરી લે છે અને તે ગોળાકાર હોય છે.

માટે તેનો દેખાવ વીંટી અથવા મુદ્રિકા જેવો હોય છે. તેના આ આકારના કારણે ઘણા બધા વિદ્વાનોએ તેનું નામ ગુરુની મુદ્રિકા આપ્યું છે.

ગુરુની મુદ્રિકા ધરાવતા વ્યક્તિને અવકાશી તત્ત્વ, ગ્રહો-નક્ષત્રો, તારાઓના ગણને સૂચવતું ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, મનનું બંધારણ દર્શાવતા માનસશાસ્ત્ર અને બીજી અનેક ગહન વિદ્યાના શાસ્ત્રો પ્રત્યે આકર્ષણ હોય છે, ઉત્સુકતા હોય છે, એકાગ્રતા હોય છે.

આવા વ્યક્તિના હાથમાં જો ગુહ્ય ચોકડીનું પ્રતિક હોય તો તે ચોક્કસ આવા શાસ્ત્રમાં ખ્યાતિ મેળવે છે. એક તરફ ગુરુની મુદ્રિકા અભ્યાસુવૃત્તિ સૂચવે છે તો બીજી બાજુ ગુહ્ય ચોકડી કાર્ય સિદ્ધિની પ્રવૃત્તિ સૂચવે છે માટે બન્નેમાં તફાવત છે.

ગુહ્ય ચોકડી હૃદય રેખાને મસ્તિષ્ક રેખાથી વચ્ચેના અંતરમાં શનિના પહાડની નીચેની બાજુ તરફ રવિ પહાડની નીચેની બાજુ તરફ હોય છે.

ગુહ્ય ચોકડી ધરાવતી વ્યક્તિ ગુરુની મુદ્રિકાના ટેકાથી અને થોડાઘણા અંશે તે મુદ્રિકાના ટેકા વગર પણ ગુહ્ય તેમજ ગહન શાસ્ત્રોમાં નિપૂણતા હાંસલ કરી વિશ્વ-ખ્યાતિ પ્રાપ્ત કરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ