પિતાના નિધનના આઘાતમાંથી હજુ બહાર નથી આવી હિના ખાન, શેર કર્યો ઈમોશનલ વીડિયો

અભિનેત્રી હિના ખાન આજકાલ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. થોડા દિવસો પહેલા જ તેમના પિતાનું નિધન થયું છે. હિના ખાન તેના પિતાના અવસાન પછી તૂટી ગઈ છે, તે આજે પણ તેમના પિતાના જવાથી લાગેલા આઘાતથી બહાર નથી આવી. તે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સ શેર કરતી અને તેમને યાદ કરતી જોવા મળે છે. તાજેતરમાં હિના ખાને પિતાને લગતા ભાવનાત્મક વિડિયોએ બધાને ભાવુક કરી દીધા છે. આ વીડિયોમાં હિના ખાન જણાવી રહી છે કે તે રોજ કેવી રીતે તેના પિતાને મળી શકે છે.

image source

હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની બાલ્કનીમાં સફેદ ટીશર્ટ પહેરીને ઉભી જોવા મળી રહી છે. હિના પહેલા તો ખૂબ જ દુખી લાગે છે … ત્યારબાદ તેના ચહેરા પર થોડુ સ્મિત આવે છે. આ પછી, હિના તેની આંગળીથી દૂર તરફ ઈશારો કરે છે. હિના બતાવવા માંગે છે કે તે કેવી રીતે તેના પિતાને નજીક રાખી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં હિનાનું લેટેસ્ટ સોંગ ‘પથ્થર વરગી’ સાંભળવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

આ વીડિયોને શેર કરતી વખતે હિના ખાને લખ્યું- ‘મેં તેરે બિના તાં યારા આજ તે પથ્થર વરગી હાં … #PattharWargi માટે મારૂ વર્ઝન. હું બીજું કંઈપણ વિચારવા માટે અસમર્થ છું. હું તમને યાદ કરું છું પપ્પા આ રીતે તેઓએ અમારી સાથે રહેવાનું નક્કી કર્યું છે. મને ખબર છે કે તમે અમારા સપોર્ટ માટે છો. તમારું કુટુંબ તમને પ્રેમ કરે છે. આ સાથે હિના ખાને #HisFamilyForever #DaddysStrongGirl હેશટેગ્સ પણ શેર કર્યા છે.

હિના ખાન છેલ્લા ઘણા સમયથી તેના નવા ગીતને લઈને ચર્ચામાં છે. જ્યાં તેમનું નવું ગીત ‘પત્થર વરગી’ તાજેતરમાં રિલીઝ થયું છે. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. જ્યાં આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 67 લાખ વ્યૂ મળી ચૂક્યા છે.

તેનાના આ વીડિયોમાં હિના ખૂબ જ સુંદર લાગી રહી છે. પિતાના અવસાન પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું હતું કે, હવે હું ઓનલાઇન વધારે રહી શકીશ નહીં, જેના કારણે મારી ટીમ હવે મારું એકાઉન્ટ મેનેજ કરશે. કોરોના થયા પછી હવે અભિનેત્રી ફરી તેના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તે તેના ઘરે જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!