કોરોના દેશમાં: 24 કલાકમાં સૌથી વધુ 4,525 દર્દીએ જીવ ગુમાવ્યો, જાણી લો લેટેસ્ટ અપડેટ એક ક્લિકે

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે રેકોર્ડ બ્રેક 4,525 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધી નોંધાયેલાં મોતના આંકડામાં આ સૌથી વધુ આંક હતો. આની પહેલાં સોમવારના રોજ 4,334 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે દેશમાં નવા કેસના આંકડા થોડી રાહત આપી શકે એવા સામે આવ્યા છે. મંગળવારના રોજ 2 લાખ 67 હજાર 44 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 3 લાખ 89 હજાર 566 લોકો સાજા પણ થયા હતા, જેથી એક્ટિવ કેસમાં 1 લાખ 27 હજાર 109નો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના મહામારીનાં આંકડા ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ 2.67 લાખ ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.89 લાખ ગત 24 કલાકમાં કુલ મોતઃ 4525 કુલ સંક્રમિતઃ 2.54 કરોડ કુલ સાજા થયાઃ 2.19 કરોડ કુલ મોતઃ 2.83 લાખ

19 રાજ્યમાં લોકડાઉન

image source

દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

image source

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશ્વના બીજા દેશોની સરખામણીએ આપણી સ્થિતિ સારી છે. દેશની કુલ વસતિનો લગભગ 1.8 હિસ્સો અત્યારસુધીમાં બીમારીથી પ્રભાવિત થયો છે. આપણે સંક્રમણનો ફેલાવો 2 ટકાથી ઓછી વસતિમાં રોકવામાં સક્ષમ છીએ.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં પ્રત્યેક દિવસે સરેરાશ 18 લાખથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. સતત ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. થોડો સમય કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફોકસ રાખવામાં આવ્યો છે. એની અસર દેખાઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.63 લાખથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં 7 મેના રોજ સૌથી વધુ 4.14 લાખ કેસ આવ્યા હતા.​​​​​​​

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વની વસતિને રસી લાગતાં 2-3 વર્ષ લાગશે. કંપનીના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે આપણે વિશ્વના બે સૌથી વધુ વસતિવાળા દેશોમાંથી છીએ. આટલી મોટી વસતિનું રસીકરણ અભિયાન 2-3 મહિનામાં પૂરું ન થઈ શકે. એમાં પણ પડકારો હોય છે.

​​​​​​​જોહન્સન એન્ડ જોહન્સન ભારતમાં તેની કોરોનાની વેક્સિન તેલંગાનાની ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડની સાથે મળીને બનાવશે. અમેરિકાએ આ અંગે માહિતી આપી છે.

અગ્રણી રાજ્યોની સ્થિતિ

1. મહારાષ્ટ્ર

image source

અહીં મંગળવારે 28,483 લોકો સંક્રમિત થયા હતા. 52,898 લોકો સાજા થયા અને 1291 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 54.33 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 49.27 લાખ લોકો સાજા થઈ ચૂૂક્યા છે, જ્યારે 83,777 લોકોનાં મૃત્યુ થયા છે. 4.19 લાખ દર્દીની પણ સારવાર ચાલી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

image source

અહીં મંગળવારે 8673 લોકો સંક્રમિત થયા. 21108 લોકો સાજા થયા અને 255 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 16.37 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 14.83 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18072 દર્દીએ જીવ ગુમાવ્યો છે. અહીં 1.36 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

image source

દિલ્હીમાં મંગળવારે 4482 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9403 લોકો સાજા થયા અને 265નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 14.02 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 13.29 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22,111 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અહીં 50,863ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ

image source

અહીં મંગળવારે 6477 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 12098 લોકો સાજા થયા અને 153નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.25 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 8.23 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12036 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. 90382 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

image source

રાજ્યમાં મંગળવારે 6447 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9557 લોકો સાજા થયા અને 67નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 7.66 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 6.60 લાખ લોકો સાજ થઈ ચૂક્યા છે, જ્યારે 9269 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અહીં 96443 લોકોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ

image source

રાજ્યમાં મંગળવારે 5412 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 11358 લોકો સાજા થયા અને 70નાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 7.42 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 6.52 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7139 લોકોનાં મૃત્યુ થયા છે. 82967 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!