આ રીતે તમારા હાથને રાખો જંતુ રહિત, નહિં પડો ક્યારે પણ બીમાર

વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી તેમજ બીમારીઓથી દૂર રહેવા માટે તમારા હાથને આ રીતે રાખો જંતુ રહીત

image source

તમારા હાથ જો તમે સ્વચ્છ રાખશો તો તમે ઘણાબધા પ્રકારની બીમારીઓથી તમારી જાતને બચાવી શકશો. હાથ એક એવું અંગ છે જેનાથી સીધો જ રોગ તમારા શરીર સુધી પહોંચી શકે છે માટે તેને બેક્ટેરિયા રહિત રાખવા માટે તમારે તેને વ્યવસ્થિત રીતે ધોવા જોઈએ.

આજના સમયમાં હાથ ધોવાની પ્રક્રિયા થોડી જટીલ બની ગઈ છે કારણ કે વિવિધ જાતના રોગો દીવસે દીવસે ઉદ્ભવતા રહે છે. હાલ ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસથી સમગ્ર જગત ભયભીત થઈ ઉઠ્યું છે અને ઘણા બધા દેશોમાં પણ કોરોના વાયરસે માથું ઉંચક્યું છે.

image source

કોરોના વાયરસ માટે WHO દ્વારા જે હેલ્થ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તેમાં પણ હાથને સાફ રાખવાનું સૂચન કરવામા આવ્યું છે. પણ તમને એ મુંઝવણ થતી હશે કે હાથને કેવી રીતે ચોખ્ખા રાખવા. ઘણા બધા લોકો એક ટીપું હેન્ડવોશનુ લઈને તેને પોતાના બન્ને હાથમાં કેટલીક સેકંડ ઘસે છે અને પછી પાણીથી હાથ ધોઈ લે છે. પણ શું તે પુરતું છે ? તો ના, તમારે તમારા હાથને જંતુ રહીત કરવા માટે થોડી તકલીફ લેવી પડશે.

હાથને ધોવાની યોગ્ય રીત

image source

નિષ્ણાતો જણાવે છે કે તમારે તમારા હાથને એકબીજા સાથે સાબુ કે હેન્ડવોશની મદદથી ઓછામા ઓછી ત્રીસ સેકન્ડ તો ઘસવા જ જોઈએ. તેમ કરવાથી તમારા હાથમાં ભેગા થયેલા જંતુઓ મરી જશે. એક માર્ગદર્શીકા પ્રમાણે તમારે હાથમાંથી જંતુઓ દૂર કરવા માટે આ પાંચ સ્ટેપ વાઇઝ તમારા હાથને ચોખ્ખા કરવા જોઈએ.

પ્રથમ સ્ટેપઃ તમારા હાથને પાણીથી ભીના કરો, ખાસ કરીને નળનું વહેતુ પાણી હોય તો ઉત્તમ.

image source

બીજું સ્ટેપઃ હવે તમારા હાથ પર સાબુ લગાવો અથવા તો હેન્ડવોશનું એક ટીપું નાખો અને બન્ને હાથને એકબીજા સાથે બરાબર ઘસો.

ત્રીજુ સ્ટેપઃ તમારી હથેળીઓ, તમારા હાથનો પાછળનો ભાગ, તમારી આંગળીઓ વચ્ચેની જગ્યા, તમારા નખ તેમજ તમારા કાંડાને પણ બરાબર સાબુથી ઘસો.

ચોથું સ્ટેપઃ તમારા હાથને ઓછામાં ઓછી 30 સેકન્ડ સુધી ઘસો.

image source

પાંચમું સ્ટેપઃ હવે નળની નીચે હાથ રાખીને તમારા હાથને બરાબર સાફ કરો, સાબુ જરા પણ ન રહેવો જોઈએ. ત્યાર બાદ તમારા હાથને ચોખ્ખા નેપ્કીનથી લૂછી લો.

હેન્ડ સેનીટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો

image source

હાથ સાફ કરવા માટે સાબુ અથવા તો હેન્ડવોશ ઉત્તમ વિકલ્પ છે, પણ જો તમારી આસપાસ પાણીની વ્યવસ્થા ન હોય તો તમે આલ્કોહોલ આધારીત હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ તમારા હાથમાંથી જંતુઓને દૂર કરવા કરી શકો છો. એવા હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરો જેમાં ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અહીં પણ તમારે તમારા હાથને સતત 30 સેકન્ડ સુધી હેન્ડ સેનીટાઇઝરથી ઘસવાના છે.

આ રીતે કરો હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ

image source

પ્રથમ સ્ટેપઃ થોડા ટીપાં હેન્ડ સેનીટાઇઝરના તમારી હથેળી પર લો.

બીજું સ્ટેપઃ તમારા બન્ને હાથને એકબીજા સાથે 30 સેકન્ડ સુધી ઘસો.

ત્રીજુ સ્ટેપઃ જ્યાં સુધી તમારા હાથ પરથી હેન્ડ સેનીટાઇઝરની જેલ ન સુકાઈ જાય ત્યાં સુધી હાથને ઘસો.

તમારે કેટલીવાર હાથ ધોવા જોઈએ ?

image source

ચોક્કસ તમારા હાથ જો ચોખ્ખા હશે તો ઘણી બધી બીમારીઓ તમારાથી દૂર રહેશે અને તમે લાંબો સમય સ્વસ્થ રહેશો. પણ તેના ચક્કરમાં તમારે વધારે પડતા હાથ નથી ધોવાના. જો તમે દીવસ દરમિયાન વારંવાર હાથ ધોયે રાખશો તો તે શુષ્ક થઈ જશે અને તેમાં કરચલીઓ પડી જશે.

image source

માટે તમારે તમારા હાથને તમે જ્યારે બાથરૂમનો ઉપયોગ કરો, કોઈ ગંદી જગ્યા પર હાથ અડાડો, રસોઈ બનાવો, જમો તેમજ કચરો વિગેરે સાફ કરતા હોવ ત્યાર બાદ ધોવા જોઈએ. અને જમ્યા પહેલાં ખાસ ધોવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ