એક દાડમનો આ રીતે ઉપયોગ, અને આટલી બધી બીમારીઓમાંથી મેળવો રાહત

મિત્રો, દાડમને એક સુપરફૂડ તરીકે ઓળખવામા આવે છે. તેમા એવા વિશેષ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરીને બદલાતી ઋતુમા તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ ફળ એ વિટામીન-સીનો વિશેષ સ્ત્રોત છે, તે તમને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે.

image source

હાલ, તમારે આ ઠંડીની ઋતુમા રોજીંદા ડાયટમા દાડમને સામેલ કરવુ અત્યંત આવશ્યક બની જાય છે. તેના રસીલા દાણાનુ જ્યૂસ બનાવીને અથવા તો ફ્રૂટ ચાટમા પણ તમે ઉપયોગ કરી શકો છો. અમુક સંશોધનમા પણ એવુ જાણવા મળ્યુ છે કે, બદલાતી ઋતુના કારણે થતી અનેકવિધ સમસ્યાઓના નિદાન માટે દાડમ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે દાડમના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

ફ્લુની સમસ્યા સામે રક્ષણ મળે :

image source

દાડમ એક એવુ ફળ છે કે, જેનો રસ, બીજ અને તેની છાલ પણ આપણા શરીરને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે. જો તમે આ ફળના રસનુ નિયમિત સેવન કરો તો તમને સામાન્ય ફ્લૂની સમસ્યા સામે રક્ષણ મેળવવામા પણ મદદ કરે છે.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય :

image source

દાડમમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ ગુણતત્વો સમાવિષ્ટ હોવાના કારણે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. આ સમસ્યાથી પીડિત લોકો માટે દાડમનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ફળનો રસ ૧૦૦ ટકા પ્રાકૃતિક હોય છે, તેમા કોઈ શુગર સમાવિષ્ટ હોતી નથી. તેથી, જો તમે તેનુ નિયમિત સેવન કરો તો ક્યારેય પણ તમારુ બ્લડપ્રેશર વધઘટ થતી નથી.

પાચનક્રિયા મજબુત બને છે :

image source

જે લોકો પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાય છે, તેમના માટે આ ફળનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ફળના સેવનથી ભૂખ અને વજન બંને નિયંત્રણમા રહે છે. આ ઉપાય અનેકવિધ સંશોધનમા સાબિત થયો છે કે, દાડમનો અર્ક એ બેક્ટેરિયા સામે લડવામા સહાયરૂપ સાબિત થાય છે.

યાદશક્તિ મજબૂત બને છે :

image source

જે લોકો નિયમિત આ ફળનુ સેવન કરે છે, તેમને શારીરિક સાથે અનેકવિધ માનસિક લાભ પણ થાય છે. આ ફળનુ નિયમિત સેવન તમારી યાદશક્તિ વધારે છે અને મજબુત બનાવે છે તથા માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે.

ડાયાબિટિસની સમસ્યા દૂર થાય :

image source

અમુક સંશોધન એવુ પણ જણાવે છે કે, ફક્ત રોજનુ એક દાડમ ખાવાથી પણ તમે ડાયાબીટીસની સમસ્યા નિયંત્રિત કરી શકાય છે. આ ફળ તમારા ઓક્સીડેટિવ તણાવને ઘટાડે છે. તે ડાયાબિટિસનું મુખ્ય કારણ છે. આ સિવાય તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. ડાયાબીટીસના રોગી લોકોએ દાડમનુ નિયમિત સેવન કરવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત