ઘરમાં જ્યાં-ત્યાં ના રાખવી જોઈએ આ વસ્તુઓ, નહીંતર વધશે રોગ અને ક્લેશ અને સાથે થશે…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પર આધારિત દેશ છે. અહી અનેકવિધ ધર્મ, જાતી અને પ્રજાતિના લોકો વસવાટ કરે છે અને આ દરેક ધર્મની પોતપોતાની જુદી-જુદી સંસ્કૃતિ હોય છે, જેને તે અનુસરતા હોય છે અને પોતાના જીવનને સરળ બનાવતા હોય છે.

image source

ત્યારે આજે આપણે આપણી સંસ્કૃતિના એક પૌરાણિક ગ્રંથ વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ શાસ્ત્રમા તમારા જીવન સાથે સંકળાયેલા એવા અનેકવિધ નીતિ-નિયમોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેને તમે તમારા જીવનમા યોગ્ય રીતે અનુસરો તો તમારુ જીવન એકદમ સરળ બની જાય છે. આજે આપણે આ શાસ્ત્રમા દર્શાવેલી અમુક બાબતો વિશે ચર્ચા કરીશું, તો ચાલો જાણીએ.

image source

હાલ, પ્રવર્તમાન સમયના આધુનિકતાના યુગમા આપણુ ઘર ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી ભરેલુ બની ગયું છે. ઘરમા લેપટોપ, મોબાઈલ, કમ્પ્યુટર, ફ્રીજ, ટીવી, રેડિયો, ટેલિફોન જેવા બધા જ ઉપકરણો હાજર હોય છે.

image source

આ બધા જ ઉપકરણોના ઉપયોગથી આપણી સગવડ વધે છે અને આપણે આપણા રોજીંદા કાર્યો ખુબ જ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ પરંતુ, ઘરમા જો આ વસ્તુઓ અવ્યવસ્થિત પડી હોય અથવા તો આવશ્યકતા કરતા વધુ હોય તો તેના કારણે ઘરમા વિખવાદ ઉભો થઇ શકે છે.

જૂના મોબાઈલ, ચાર્જર્સ, કેબલ્સ અને અન્ય બિનઉપયોગી ઉપકરણોને ઘરમા ના રાખવા. તેના કારણે ઘરનુ વાતાવરણ એકદમ નકારાત્મક બની જાય છે. આ ઉપરાંત તેનાથી ઘરના સદસ્યો માનસિક તણાવ પણ અનુભવી શકે છે.

image source

ફક્ત જરૂરી હોય તેટલા સાધનો ઘરે જ રાખો. સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ સાધનોને તેની યોગ્ય જગ્યાએ રાખો. આ ઉપકરણોને ઢાંકીને રાખવામા આવે તો તે શુભ ગણાય છે.

તેવી જ રીતે ઘરમા ક્યારેય પણ દવાઓને ખુલ્લી ના રાખો. આ દવાઓને એકત્રિત કરો અને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખી દો. આ ઉપરાંત જેવી રીતે તમે મહત્વપૂર્ણ કાગળો વધી જાય તો તેની ફાઇલ બનાવવી પડે છે, તેવી જ રીતે જ્યારે દવાઓની સંખ્યા વધી જાય છે ત્યારે તેની પણ યોગ્ય રીતે ગોઠવણી કરવી આવશ્યક બની જાય છે.

ખુલ્લી અથવા ટેબલ પર પડેલી દવાઓ આ બીમારીનો ઇલાજ કરતા બીમારીની વધુ સારવાર કરે છે. જો એક બીમારી નાબૂદ થાય છે, તો તે બીજાની સંભાવનાને વધારે છે. ઘરમા આવશ્યકતા હોય તેટલી જ દવા ખરીદો.

બિનજરૂરી સંગ્રહ કરવાની ટેવ ટાળો. આ દવાઓ રાસાયણિક હોય છે અને રાહુ-કેતુ એ રસાયણોના પ્રતિનિધિ હોય છે. આ દવાઓ અથવા અન્ય રાસાયણિક પદાર્થોને ખુલ્લામા રાખવાથી રાહુ-કેતુની અસર વધે છે અને તેના કારણે ઘરમા બીમારીઓ વધવાની સંભાવના પણ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ