આવી ગઈ છેલ્લી તારીખ, ત્યાં સુધીમાં પાનકાર્ડ અને આધારકાર્ડને લગતું આ કામ પતાવી લો, 10, 000 બચી જશે

હાલમાં જ 2020નું સૌથી વધારે સર્ચ કરવાનું લિસ્ટ બહાર આવ્યું હતું અને એમાં જ આધાર સાથે પાનકાર્ડને કઈ રીતે લિંક કરવું એ વાત પણ સામે આવી હતી. ત્યારે હવે ફરીવાર આ સમાચાર પણ આધાર કાર્ડ અને પાનકાર્ડના જ છે. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ એક ખૂબ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે તો બીજી તરફ પાનકાર્ડ પણ ખૂબ મહત્વનું છે અને દરેક જગ્યાએ તેની માગ હોય છે, આપણે જાણીએ જ છીએ કે સરકારના ઘણા કામો પાનકાર્ડ વગર અટકી જાય છે.

image source

જો વિગતે વાત કરીએ તો સરકારના કડક આદેશ છે કે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજીયાત થઇ ગયુ છે. 31 માર્ચ 2021 સુધી ભારતના તમામ નાગરિકોએ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેવું પડશે. જો તમે આ કામ નહી કરો તો ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ તમને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. માટે જો આ દંડથી બચવું હોય તો જલ્દીથી કામ પતાવી લેજો. વાત કરીએ ટેક્સ વિભાગ અનુસાર તો, જેણે પણ 31 માર્ચ 2021 બાદ કોઇ કેન્સલ્ડ પાનનો ઉપયોગ કર્યો છે તો તેના પર 10000 રૂપિયાનો દંડ લાગી શકે છે.

image source

તો આપણે એ પણ જાણી લઈએ કે પાનકાર્ડને આધાર સાથે લિંક કઈ રીતે કરી શકાય, એકદમ સરળ પ્રોસેસ છે અને તમે પણ કરી શકો છો. તો જાણી લો શું કરવું પડશે. સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો. બાદમાં ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પૅન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો. દરેક બોક્સને ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો. આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો. આ સિવાય પૅન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકાય છે. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે છે.

image source

માટે સરકારનો નિયમ એવો છે કે જો તમે પાનકાર્ડ લિંક નહી કરાવો તો તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પાનકાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે.

image source

જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. માટે જો સરકારી કામો અને ઈન્કમ ટેક્સના કામો અટકી ન પડે એ માટે તમારે ફરજિયાત આ કામ કરી લેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ